________________
હંસદ્વીપનાં હંસરથ રાજાને જીતી લીધા. જયારે રામચંદ્ર નજીક આવ્યા, ત્યારે લંકાનગરી ક્ષોભ પામી. રાવણે પણ યુદ્ધનાં વાજિંત્રો વગડાવ્યા.
રામને આવેલા જાણી વિભીષણ કે જે રાવણનો નાનો ભાઈ છતાં ગુણથી શ્રેષ્ઠ હતો, તેણે રાવણ પાસે આવી પ્રણામ કરી કહ્યું, “હે દેવ ! તમે વિચાર્યા વગર પરસ્ત્રીનું હરણ કર્યું છે. તો હવે અભ્યાગતરૂપે આવેલા રામને તે જલ્દી પાછી આપી ઘો. માત્ર એક પરસ્ત્રી માટે આ રાજયનો અને પરલોક (સ્વર્ગ)નો શા માટે નાશ કરો છો ? ફક્ત રામના દૂત તરીકે આવેલા તેના સેવક હનુમાને જે કરી બતાવેલું છે, તેનું સ્મરણ કરો ! - શત્રુની પ્રશંસાથી ક્રોધ પામેલા રાવણે વિભીષણને લંકાનગરીમાંથી કાઢી મૂક્યો. એટલે તેણે રામનું શરણ લીધું. વિભીષણની પાછળ રાક્ષસો અને ખેચરોની ત્રીશ અક્ષૌહિણી સેના નીકળી. તેને રામે પ્રીતિથી બોલાવી. પછી વિભીષણને લંકાનું રાજ્ય આપવાની કબૂલાત આપીને સૈન્યથી પૃથ્વીને કંપાવતા રામે લંકાનગરીને વીંટી લીધી. તે સમયે રાવણના ક્રોડો બળવાન સુભટો ભુજાસ્ફોટ કરતા કરતા નગરીની બહાર નીકળ્યા. શિલા, વૃક્ષ અને લોહના અસ્ત્રો પરસ્પર ફેંકવા વડે રામ અને રાવણના સૈનિકોની વચ્ચે ઘણા વખત સુધી દારૂણ યુદ્ધ ચાલ્યું.
એટલામાં પૂર્વે અંગીકાર કરેલા વરદાનવાળો ગરૂડદેવ અવધિજ્ઞાનથી રામની વિપત્તિ જાણી ત્યાં આવી, રામને સિંહનિનાદ વિદ્યા, રથ, હળ અને મુશલ તથા લક્ષ્મણને ગારુડીવિદ્યા, રણમાં શત્રુનો નાશ કરનારી વિધુદ્ધદના ગદા અને બીજા અસ્ત્રો આપી તે દેવ અંતર્ધાન થઈ ગયો. આ અસ્ત્રોથી યુદ્ધ ચાલતાં લક્ષ્મણે ઈન્દ્રજિતને અને રામે કુંભકર્ણને નાગપાશથી બાંધી પોતાના સૈન્યમાં મોકલી દીધો. બીજા પણ રાક્ષસોને રામના વીરોએ બાંધી લીધા. ત્યારે વિભીષણ ફરી રાવણને સમજાવવા લાગ્યા, તેથી રાવણે તેની સાથે યુદ્ધ આરંભ્ય. ક્રોધથી તેનો વધ કરવા એક ત્રિશૂળ નાંખ્યું. તેને લક્ષ્મણે બાણ વડે વચ્ચમાંથી જ છેદી નાંખ્યું. પછી રાવણે ધરણેન્દ્ર આપેલી શક્તિ હાથમાં લીધી અને આકાશમાં જમાડવા લાગ્યો. તેનો ભાવ જાણી લક્ષ્મણે વિભીષણની આગળ આવી રાવણને આક્ષેપ કર્યો. તેથી રાવણે કોપથી તે કલ્પાંતકાળના વજ જેવી શક્તિ લક્ષ્મણ ઉપર જ મૂકી. તે શક્તિ લક્ષ્મણની છાતી ઉપર પડી. તેથી લક્ષ્મણ તત્કાળ મૂચ્છ પામ્યા અને છાવણીમાં સર્વત્ર શોક પ્રવર્યો.
તે વખતે રામ અત્યંત ક્રોધથી પંચાનન રથ પર બેસી રાવણની સાથે યુદ્ધ કરવા આવ્યા અને રાવણના પાંચ રથ ભાંગી નાખ્યા. તેનું વીર્ય સહન ન થતાં રાવણ પોતાના નગરમાં ચાલ્યો ગયો. પછી સૂર્યાસ્ત થતાં રામ લક્ષ્મણ પાસે આવ્યા. તેની
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૮૫