________________
હમણા જ આવું છું.' તત્કાલ રામ માર્ગમાં અલના પામતા શીઘ્રતાથી પાછા આવ્યા. નિવાસસ્થાને આવીને જોતાં રામે જાનકીને દીઠાં નહીં. એટલે તેઓ તત્કાળ મૂચ્છ પામ્યા. વનના પવનથી ક્ષણવારે સંજ્ઞા મેળવી અત્યંત રૂદન કરવા લાગ્યા. પછી આમતેમ ભમતા ભમતા જયાં જટાયુ મરવાની તૈયારીમાં હતો ત્યાં આવ્યા અને તેને નવકાર મંત્ર સંભળાવ્યો. આથી જટાયુ શુભધ્યાનમાં મૃત્યુ પામી સદ્ગતિગામી બન્યો.
આ બાજુ લક્ષ્મણ ખર, ત્રિશિરા અને દૂષણને હણી વિરાધ મિત્રને લઈને પાછા વળ્યા અને સ્વસ્થાને આવી સીતા વગરના રામને જોઇને નેત્રમાંથી અશ્રુજળને મૂકતા બોલ્યા, ‘જયેષ્ઠબંધુ ! હું તમારી આજ્ઞાથી શત્રુઓને જીતીને તમને નમવા માટે આવ્યો છું. આ શું છે ? “મારા પૂજય ભાભી ક્યાં છે ?' આ સાંભળી રૂદન કરતા રામ તેને આલિંગન કરીને બોલ્યા કે, “સીતાનું હરણ થયું જણાય છે. લક્ષ્મણે કહ્યું,
ખરેખર આ (સીતાહરણ) માટે જ કપટી એવો સિંહનાદ થયો હતો. હે જયેષ્ઠબંધુ! હવે કાયરપણું છોડી દો. હું સીતાને સત્વર શોધી લાવીશ.'
આ પ્રમાણે આશ્વાસન પામેલા રામ અનુજબંધુ સાથે આગળ ચાલ્યા. પછી વિરાધે પોતાના કેટલાક સેવકોને સીતાની શોધ માટે મોકલ્યા. પરંતુ સીતાને કોઈ ઠેકાણે નહીં જોતાં તેઓ ત્યાં પાછા આવ્યા. તેથી અનુજબંધુ સહિત રામ અને વિરોધ વિશેષ દુઃખી થયા. પછી બંને ભાઈ પાતાળલંકામાં ગયા. ત્યાં ખરના પુત્ર સુંદને જીતી લઇ, તે રાજય ઉપર વિરાધને બેસાડ્યો. • સુગ્રીવનું રામચંદ્રજીના શરણે આગમન :
( કિષ્કિધા નગરીમાં વાલીનો ભાઈ સુગ્રીવ વિદ્યાધર રાજા હતો તે જવલનશિખા વિદ્યાધરની પુત્રી તારા કે જેની સાહસગતિ વિદ્યાધરે માગણી કરેલી હતી તેની સાથે પરણ્યો હતો. તારા સાથે ક્રીડા કરતાં સુગ્રીવને અંગદ અને જયાનંદ નામના બે ઉત્તમપુત્રો થયા. તારાને મેળવવા માટે સાહસગતિ વિદ્યાધરે હિમવંત પર્વત ઉપર જઈ હૃદયમાં તારાનું સ્મરણ કરી વિદ્યા સાધવાનો પ્રારંભ કર્યો.
હવે, એક વખત સુગ્રીવ ક્રીડા કરવા ગયો હતો ત્યારે સાહસગતિ ખેચર વિદ્યા સાધીને કિષ્કિધા નગરીમાં આવ્યો અને પ્રસારણી વિદ્યાથી સુગ્રીવ જેવો વેષ ધારણ કરી તારાની અભિલાષાથી કામાતુર થઇને અંતઃપુરમાં પેઠો. તેવામાં તો જે સત્ય સુગ્રીવા હતો તે પણ ત્યાં આવ્યો. એટલે દ્વારપાળોએ તેને અટકાવ્યો અને કહ્યું કે; “સુગ્રીવ તો અંદર ગયેલા છે. તે વખતે વાલીનો પુત્ર ચંદ્રરશ્મિ ત્યાં હાજર હતો, તેણે માતાની (અંતઃપુરની) રક્ષા કરવા માટે બંને સુગ્રીવોનું સરખાપણું જોઇને અંદર જઈ પેલા માયાવી સુગ્રીવને અંતઃપુરમાં જતા રોક્યો. તે વાતની ખબર પડવાથી સાચા સુગ્રીવની
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૨