________________
ચૌદ અક્ષૌહિણી સેના અડધી અડધી બંને સુગ્રીવમાં વહેંચાઇ ગઇ. બંને વચ્ચે યુદ્ધ થયું. તેમાં પેલા સુગ્રીવથી સત્ય સુગ્રીવ જીતાયો. એટલે નગર બહાર જતો રહ્યો.
ત્યારે... સાચા સુગ્રીવે વિચાર્યું કે, “મારા મોટાભાઈ વાલી ખરેખર ધન્ય છે કે, જે દીક્ષા લઇ પરમપદ પામ્યા. તેના પુત્ર ચંદ્રરશ્મિને પણ ધન્ય છે કે, જેણે દુશ્મને અંતઃપુરમાં જતા અટકાવ્યો. અત્યારે મારી સહાય કરનાર એક ખર વિદ્યાધર હતો, તેને રામે મારી નાખ્યો છે. માટે હવે તો વિરાધના ઉપકારી રામનો જ હું આશ્રય કરું.
એમ વિચારી રામને શરણે આવ્યો અને રામ લક્ષ્મણને સાથે લઇ કિષ્ક્રિધાનગરીમાં આવ્યા. ત્યાં નગર બહાર રહી પેલા માયાવી સુગ્રીવને યુદ્ધ કરવા પરિવાર સહિત બોલાવ્યો. તે નગર બહાર આવ્યો. એટલે બંને સુગ્રીવનું સાદેશ્ય જોઇ બંનેનો ભેદ જાણવા રામે વજાવર્ત ધનુષનો ટંકાર કર્યો. તે નાદથી કપટી સુગ્રીવની વેષ પરાવર્તિની વિદ્યા પલાયન થઈ ગઈ. પછી રામે એક બાણથી કપટી સુગ્રીવને હણ્યો. સત્ય સુગ્રીવનો સર્વ પરિવાર એકઠો થયો. એટલે રામે તેને તેનાં રાજય ઉપર પુનઃ બેસાડ્યો. તે સમયે વિરાધ અને ભામંડલ પરિવાર સાથે ત્યાં આવ્યા. જાંબુવાન, હનુમાન, નીલ, નિષધ, ચંદન, ગવાક્ષ, રથ અને ભંભ વગેરે બલવાન વીરોને સુગ્રીવે એકઠા કર્યા. પછી કપીશ્વર સુગ્રીવે સીતાને રાવણ હરી ગયો છે. એવા ખબર મેળવીને રામની આજ્ઞાથી તેની ખાત્રી કરવા માટે મહાબળવાન અને વિનીત એવા હનુમાનને લંકા બાજુ મોકલ્યો.
આ બાજુ નહીં ઇચ્છતી એવી પરસ્ત્રી સાથે ક્રીડા નહીં કરનારો રાવણ પોતાની સ્ત્રીઓ દ્વારા હંમેશા સીતાને સમજાવતો હતો. વિભીષણાદિક સજ્જનોએ અને મંત્રીઓએ રાવણને સારી રીતે વારંવાર સમજાવ્યો. તો પણ તેણે જાનકીને છોડી નહીં. કારણ કે, “ભવિતવ્યતા કદી પણ ફરતી નથી.” • હનુમાન દ્વારા સીતાને આશ્વાસન :
હવે પવનંજયનો પુત્ર હનુમાન આકાશમાં ચાલતાં માહેન્દ્ર પર્વત ઉપર આવ્યો. ત્યાં પોતાનાં માતામહ મહેન્દ્ર રાજાનું નગર જોઇ તે વિચારવા લાગ્યો કે; “આ મહેન્દ્ર મારી નિરપરાધી માતાને કાઢી મૂકી હતી. તો તેને કાંઇપણ મારું બળ બતાવું.” આવો વિચાર કરી હનુમાને ક્રોધથી સિંહનાદ કર્યો. તે સાંભળી મહેન્દ્ર રાજાએ પણ કોપથી નગર બહાર નીકળી હનુમાનને યુદ્ધ માટે બોલાવ્યો. ચિરકાલ યુદ્ધ કરીને પ્રાંતે મૂંઝવણ પામેલા માતામહને નમસ્કાર કરી, પોતાનું સ્વરૂપ જણાવી, હનુમાન પોતાના સ્વામીનું કાર્ય કરવાની શીઘ્રતા હોવાથી ત્યાંથી નીકળ્યો. અનુક્રમે લંકાના પરિસર ભાગમાં આવી આશાળી વિદ્યાને હણી હનુમાને રણમાં આવેલા વજમુખને માર્યો. પછી
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૮૩