________________
છે. તેની પત્ની સીતા આગળ જગતની બધી સ્ત્રીઓ અને અપ્સરાઓ ઝાંખી પડે છે. એવી એ મનોહર સીતા તમારે જ લાયક છતાં તેને રામ રાખી બેઠેલો છે. જયાં સુધી એ રમણી તારા હાથમાં નહીં આવે ત્યાં સુધી આ તારું રાજય, તારી દિવ્ય સ્ત્રીઓ, તારા સ્વરૂપની શોભા અને તારું અપ્રતિમ બળ તે સર્વ નકામું છે.
સૂર્પણખાના આવા વચન સાંભળી રાવણને સીતા પર અનુરાગ ઉત્પન્ન થયો. તેથી તે પુષ્પક વિમાનમાં બેસીને દંડકારણ્યમાં આવ્યો. ગરુડના તેજથી સર્પની જેમ રામના તેજથી તેનું અભિમાન હણાઈ ગયું. આથી રાવણ વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું ? ચિંતાથી દોલાયમાન ચિત્તવાળા રાવણે અવલોકિની વિદ્યાનું સ્મરણ કર્યું. એટલે તે વિદ્યા તરત ત્યાં હાજર થઇ. રાવણે તેને જાનકીને હરણ કરવાનો ઉપાય પૂછ્યો. એટલે તે વિદ્યા બોલી, “આ કાર્ય દુષ્કર છે. પરંતુ જો આ રામ તેણે કરેલા સંકેત પ્રમાણે લક્ષ્મણનો સિંહનાદ સાંભળીને ત્યાં જાય, તો પછી સુખેથી સીતાનું હરણ કરી શકાય, માટે હું તેવી યુક્તિ કરું છું.' રાવણે કહ્યું : “તેમ કરો.” એટલે તે વિદ્યાએ બરાબર લક્ષ્મણ જેવો સિંહનાદ કર્યો. તે સાંભળીને સીતાના આગ્રહથી રામ, લક્ષ્મણને સહાય કરવા દોડ્યા.
તે સમયે છૂપી રીતે રાવણે આકાશમાંથી નીચે ઉતરી સીતાને હરી લીધી. ભય પામેલી સીતા, “હે તાત ! હે કાંત ! હે ભ્રાત ! હે દીયર ! અત્યંત દારૂણ એવા આનાથી મારી રક્ષા કરો. રક્ષા કરો.” એવો વારંવાર પોકાર કરવા લાગી. સીતાનો આવો આર્તપોકાર સાંભળી ત્યાં રહેલો જટાયુ પક્ષી રાવણ પ્રત્યે ક્રોધ કરીને સીતાને આશ્વાસન આપવા રાવણનાં મુખને નખથી તોડવા લાગ્યો. એટલે ક્રોધ પામેલા રાવણે ખગ્ન ખેંચી જટાયુની પાંખ છેદી નાંખી. મરણતોલ હાલતમાં જટાયુ નીચે પડ્યો, તેથી સીતા વિશેષ ભય પામી અને ભામંડલને સંભારવા લાગી. “હે બંધુ ભામંડલ ! મારી જલ્દી રક્ષા કર ! રક્ષા કર ! આ શબ્દો આકાશમાં જતા ભામંડલના અનુચર રત્નજટી નામના વિદ્યાધરે સાંભળ્યા. એટલે તે સીતાને જાણી ત્યાં દોડી આવ્યો. તેને પોતાની પાછળ આવતો જોઇને લંકાપતિ રાવણે પોતાની વિદ્યાથી તેની વિદ્યાઓ હરી લીધી. જેથી તે ભૂમિ ઉપર પડી ગયો. પછી રાવણ નિર્વિને ગમન કરી પોતાના સ્થાને આવ્યો અને તેની સ્ત્રી થવાને નહીં ઇચ્છતી તે સીતાને ખેચરીઓની સાથે દેવરમણ ઉદ્યાનમાં મૂકી.
અહીં લક્ષ્મણ રામને આવેલા જોઈ શત્રુઓને મૂકી દઈ કહેવા લાગ્યા; આર્ય! સીતાને એકલા મૂકી અહીં કેમ આવ્યા ?' રામે કહ્યું; “તમારો સિંહનાદ સાંભળીને આવ્યો છું.' લક્ષ્મણે કહ્યું; “મેં સિંહનાદ કર્યો નથી, તેથી જરૂર કોઇએ આપને છેતરી લીધા જણાય છે. માટે સત્વર પાછા જાવ અને સીતાની રક્ષા કરો; હું શત્રુઓને મારીને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૧