________________
રાવણ પાસે સીતાના રૂપની પ્રશંસા :
અહીં દંડકારણ્યમાં રામચંદ્ર રહેલા હતાં. ત્યાં એક વખત ક્રીડા માટે ફરતાં લક્ષ્મણે વનમાં ખડ્ગ જોયું. ક્ષત્રિયપણાથી તે ખડ્ગની પાસે વંશજાળ હતી, તેને તે ખડ્ગથી છેદી. તેટલામાં તેની આગળ કોઇનું મસ્તક કપાઇને પડ્યું. તે જોઇને, ‘અહા ! કોઇ પુરુષને મેં મારી નાખ્યો.' એવો લક્ષ્મણને પશ્ચાત્તાપ થયો. પછી તે ખડ્ગ લઇ રામ પાસે જઇ તે વૃત્તાંત કહ્યો. રામે કહ્યું, ‘તમે આ સારું ન કર્યું. આ ચંદ્રહાસ ખડ્ગ છે અને જેને તમે મારી નાંખ્યો એ પુરુષ તેનો સાધનાર હશે વળી આટલામાં તેનો કોઇ ઉત્તરસાધક પુરુષ પણ હોવો જોઇએ.'
તેવામાં રાવણની બહેન સૂર્પણખા પોતાના પુત્રને આજે વિદ્યા સિદ્ધ થયેલી હશે, એમ જાણી પૂજાની ઘણી સામગ્રી લઇને ત્યાં આવી. તેવામાં પોતાના પુત્રનું મસ્તક છેદાયેલું તેણે જોયું. તે જોઇને ઉંચે સ્વરે પોકાર કરતી રૂદન કરવા લાગી. પછી ત્યાં પુરુષના પગલા જોઇ તે અનુસારે આગળ જતાં દૂરથી તેણે કામદેવ જેવા મનોહર રામચંદ્રને જોયા. રામના સુંદર રૂપથી મોહ પામી તે પોતાનું વૈર ભૂલી ગઇ અને શોક છોડી દઇ, પાસે આવી સંભોગ માટે તેમની પાસે યાચના કરી. ત્યારે રામે કહ્યું, ‘હું સ્ત્રી સહિત છું, માટે લક્ષ્મણ પાસે જા.' તેથી તે લક્ષ્મણ પાસે આવી. એટલે, ‘માનસિક વિકારથી તું મારી ભોજાઇ થઇ ચૂકી, તેથી મારે ગ્રહણ કરવા યોગ્ય નથી.' એમ કહી લક્ષ્મણે પણ તેનો ત્યાગ કર્યો.
આ પ્રમાણે બંને તરફથી ભ્રષ્ટ થયેલી એ દુષ્ટા રોષથી ત્યાંથી નાસીને મસ્તક ફૂટતી ફૂટતી પોતાના પતિ પાસે આવી, પુત્રના વધનો વૃત્તાંત કહ્યો. તે સાંભળતાં જ ચૌદ હજાર વિદ્યાધર સુભટોની સાથે ખરાદિ વીરો કોપ કરતાં રામ ઉપર ચડી આવ્યા. રામે લક્ષ્મણને કહ્યું, ‘હું શત્રુઓને હણવા જાઉં છું. મારા આવતા સુધી આ તમારી ભાભીનું રક્ષણ કરજો.' પણ લક્ષ્મણે એમને અટકાવી પોતે યુદ્ધ કરવા ચાલ્યા, ત્યારે રામે સંમતિ આપતા કહ્યું, જો શત્રુઓ તરફથી કોઇ સંકટ આવે તો સિંહનાદ કરીને મને જણાવજો.
આ પ્રમાણે રામની આજ્ઞા મસ્તકે ચડાવી ધનુષ્યના નાદથી અને ભુજાઓના આસ્ફોટથી શત્રુઓને ત્રાસ ઉત્પન્ન કરતા લક્ષ્મણ યુદ્ધ કરવા ચાલ્યા. તે વખતે દુરાશયા સૂર્પણખા રાક્ષસી પોતાના સ્વામી ખરને મદદ આપવા માટે રાવણ પાસે જઇને કહેવા લાગી; ‘હે બંધુ ! કોઇ દેવ જેવા બે પુરુષો દંડકારણ્યમાં આવ્યા છે. તેમણે તપમાં રહેલા તારા ભાણેજ શંબૂકને મારી નાખ્યો છે. મારા કહેવાથી તારા બનેવી તેમનો વધ કરવા ગયેલા છે અને તે હાલ લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. તેનો બંધુ રામ પોતાના તથા લક્ષ્મણના બળથી તેમજ પોતાની સ્ત્રીના રૂપથી વિશ્વને અસાર ગણે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૮૦