________________
એક અવસરે ઇન્દ્રરાજાના સેવક વૈશ્રવણ વિદ્યાધરને જીતીને રાવણ પુષ્પક વિમાનમાં બેસી પોતાની લંકાનગરીમાં આવ્યો તથા ઇન્દ્રરાજાના સેવક યમને જીતી તેણે કરેલ કૃત્રિમ નરકને ભાંગી કિષ્કિધા નગરી પોતાના મિત્ર આદિત્યરજાને આપી તથા ત્યાં ઋક્ષપુર નામે નવું શહેર વસાવી ઋક્ષરજાને આપ્યું. આ બાજુ આદિત્યરજાને વાલી નામે એક અતિ બળવાન પુત્ર થયો. ત્યારપછી બીજો પરાક્રમી સુગ્રીવ નામે પુત્ર અને શ્રીપ્રભા નામે પુત્રી થઈ. ઋક્ષરજાને પણ હરિકાંતા નામની રાણીથી નલ અને નીલ નામે બે જગવિખ્યાત પુત્રો થયા. આદિત્યરજાએ વાલીને રાજય આપી, સુગ્રીવને યુવરાજ બનાવી પોતે દીક્ષા ગ્રહણ કરી.
હવે, આ બાજુ ખર નામના રાક્ષસે સૂર્પણખાનું હરણ કરી, આદિત્યરજાના પુત્ર ચંદ્રોદર રાજાને જીતી પાતાળલંકા કબજે કરી લીધી. તે સાંભળી રાવણને ક્રોધ ચડ્યો પણ મંદોદરીએ સમજાવવાથી ક્રોધ છોડી પોતાના બનેવી ખરને દૂષણ નામના તેના ભાઈ સાથે પાતાળલંકાના રાજ્ય ઉપર પોતે જ બેસાડ્યો. ચંદ્રોદર મૃત્યુ પામ્યો ત્યારે તેની સ્ત્રી અનુરાધા ગર્ભવતી હતી. તેણે વનમાં વિરાધ નામના ગુણવાન પુત્રને જન્મ આપ્યો.
એક વખત વાનરોનો અધિપતિ વાલી ઘણો બળવાન થયો છે, એવું સાંભળીને તેને નહીં સહન કરનારા દશમુખે એક દૂત મોકલીને તેને સત્વર પોતાની પાસે બોલાવ્યો. દૂતે જ્યાં જઇ પાછા આવી રાવણને કહ્યું કે, “વાલી અહંત સિવાય બીજા કોઇને નમતો નથી. તે સાંભળીને રાક્ષસપતિ રાવણે તત્કાળ મોટી સેના લઈને તેના ઉપર ચડાઈ કરી. બળવાન વાલી ઘણાં અસ્ત્રોથી યુદ્ધ કરી છેવટે ચંદ્રહાસ ખગ્ન સહિત લંકાપતિને પોતાની કાખમાં લઈ ચાર સમુદ્રયુક્ત પૃથ્વી પર ક્ષણવારમાં ફરી આવ્યો. પછી વૈરાગ્યયુક્ત હૃદયવાળા વાલીએ રાવણને છોડી દઈ પોતાના રાજ્ય ઉપર સુગ્રીવને સ્થાપન કરીને દીક્ષા લીધી. સુગ્રીવે પોતાની બેન શ્રીપ્રભા રાવણને આપી અને વાલીના પુત્ર ચંદ્રરમિને યુવરાજપદે સ્થાપન કર્યો. • વાલીમુનિ દ્વારા રાવણને શિક્ષા - તીર્થરક્ષા :
એક વખત રાવણ વૈતાઢ્યગિરિ ઉપર રત્નવતીને પરણવા માટે આકાશમાર્ગે જતો હતો, તેવામાં અષ્ટાપદ તીર્થ ઉપરથી પસાર થતાં તેનું વિમાન સ્મલિત થયું. તેનું કારણ તપાસ કરતાં નીચે કાયોત્સર્ગ કરી નિશ્ચલ થઈને રહેલા વાલમુનિને દીઠા. ત્યારે... “હજી પણ આ વાલી મારા ઉપર ક્રોધ ધરી દંભથી મુનિનો વેષ ધરી રહ્યો છે, માટે તેને આ પર્વત સહિત ઉપાડીને લવણ સમુદ્રમાં નાંખી દઉં.” આ પ્રમાણે વિચારી રાવણ પૃથ્વી ખોદીને પર્વતની નીચે પેઠો, પછી અતિ ગર્વથી પોતાની હજારે વિદ્યાઓનું સ્મરણ કર્યું અને તેના બળથી તે પર્વતને રાવણે ઉપાડ્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૫