________________
આ પ્રમાણે દેશના સાંભળીને ચંદ્રશેખર રાજાએ બોધ પામી સ્ત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. ત્યાં સમુદ્રનાં તટ ઉપર પ્રભુના કાયોત્સર્ગને સ્થાને ધરણેન્દ્ર ચંદ્રકાંત મણિના બિંબવાળો એક પ્રાસાદ કરાવ્યો. પછી પ્રભુ ત્યાંથી રૈવતગિરિના શિખરો ઉપર ચારે બાજુ વિચર્યા. ત્યાંથી વિહાર કરી એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં ભાદ્રપદ માસની કૃષ્ણ સપ્તમીએ સાડાસાત લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય પાળી (શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું આયુષ્ય અન્યત્ર દશ લાખ પૂર્વનું કહેવું છે), અનશનયુક્ત મોક્ષ પામ્યાં. સર્વ ઇન્દ્રોએ પ્રભુનો નિર્વાણમહિમા કર્યો. પછી પોતપોતાના સ્થાને ગયા. • ચંદ્રપ્રભાસ તીર્થની ઉત્પત્તિ અને મહિમા :
- હવે ચંદ્રશેખર મુનિ વિહાર કરતાં ભગવંતના ચરણથી પવિત્ર થયેલી ચંદ્રપ્રભા નગરીમાં આવ્યા. તે જાણી તેમનો પુત્ર ચંદ્રયશા રાજા પાંચસો રાજાઓ સાથે તેમને વંદન કરવા આવ્યો. ત્યારે ચંદ્રશેખર મુનિરાજે તેને કહ્યું; “અહીં ચંદ્રપ્રભ ભગવંત રહ્યા હતા. તેથી આ ઉત્તમ તીર્થ ચંદ્રપ્રભાસ નામે (વેરાવળ પાસે હાલ પ્રભાસપાટણ છે તે) પૃથ્વી ઉપર પ્રખ્યાતિ પામશે. જે સ્થાને પ્રભુ પ્રતિમા વડે સ્થિર રહ્યા હતા, તે સ્થાને સમુદ્ર વેલને ઓળંગીને ઉંચે ઉંચે જવા લાગ્યો. તેથી લવણ સમુદ્રના અધિષ્ઠાયક દેવે ભક્તિથી ત્યાં છત્રરૂપ થઈ તત્કાલ ચારે બાજુથી તે સમુદ્રને રૂંધ્યો અને તે ઠેકાણે ધરણેન્દ્ર પ્રભુનો પ્રાસાદ કરાવ્યો. તેથી તે સ્થાને એક પવિત્ર તીર્થ થયું અને ત્યારથી તે સમુદ્ર પણ પવિત્ર કહેવાયો.
વળી પૂર્વે શ્રી યુગાદિપ્રભુના પૌત્ર ચંદ્રકીર્તિએ ચંદ્રોદ્યાનની પાસે ભાવી તીર્થકર શ્રી ચંદ્રપ્રભ પ્રભુનો પ્રાસાદ કરાવ્યો હતો. તે ઠેકાણે એક યોજનમાં ચંદ્રપ્રભ પ્રભુનું સમવસરણ થયેલું હતું. ત્યાં દૈવયોગે જે મરણ પામે તે માણસો સ્વર્ગમાં જાય છે. શ્રી તીર્થકરના ચરણથી પવિત્ર થયેલા તે પ્રદેશમાં મૃત્યુ પામેલા મનુષ્યના દેહમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી, કીડા પડતા નથી. આ તીર્થે મૃત્યુ પામેલા પ્રાણીઓ નરક કે તિર્યંચગતિમાં જતા નથી, તેઓ મનુષ્યગતિ, દેવગતિ અથવા મોક્ષ મેળવે છે.
સગર રાજાએ તીર્થની રક્ષા માટે સાગરને આકર્થો, તેને આઠમા તીર્થકરના સ્નાત્રજળ સાથે સ્પર્શ થયો. તેથી તે અતિ પવિત્ર છે. પ્રભુનો સ્નાત્ર કરવા માટે બ્રત્યેન્દ્ર ઘણા જલવાળી બ્રાહ્મી નદી લાવેલા છે, તેથી તે પણ પવિત્ર છે. અહીં ઘણાં તીર્થોનો સંગમ થયેલો છે, તેથી આ ઉત્તમ તીર્થ સર્વ પાપનો નાશ કરનારું છે.”
આ પ્રમાણે ધર્મોપદેશ આપી તે મુનિએ ત્યાંથી વિહાર કર્યો. ત્યારબાદ ચંદ્રયશા રાજાએ હર્ષથી તે ઠેકાણે પ્રાસાદસહિત ચંદ્રપ્રભ પ્રભુની ચંદ્રકાંત મણિમય મૂર્તિ કરાવી તથા પોતાના પિતા ચંદ્રશેખરની પણ એક મણિમય મૂર્તિ કરાવી અને ચંદ્રપ્રભ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૫૮