________________
કરી
• નવમા ઉદ્ધારક : ચંદ્રયશા રાજા છે • શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ચરિત્ર :
હવે આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર અહીં સંક્ષેપમાં કહેવામાં આવે છે. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે શ્રેષ્ઠ નગરી છે. ત્યાં મહાસેન નામે રાજા અને લક્ષ્મણા નામે રાણી હતી. એક વખત સુખે શય્યામાં સૂતેલી એ દેવીએ રાત્રિના શેષ ભાગે ચૌદ મહાસ્વપ્નો જોયાં. તે વખતે ચૈત્ર માસની કૃષ્ણ પંચમીએ વૈજયંત વિમાનથી પ્રભુ તેમની કુક્ષીમાં અવતર્યા. સમય પૂર્ણ થતાં પોષ માસની કૃષ્ણ દ્વાદશીએ લક્ષ્મણાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો. દિકકુમારીઓ અને ઇન્દ્રોએ જન્મોત્સવ કર્યો. પ્રાતઃકાલે રાજાને ખબર પડતાં જન્મોત્સવ કર્યો. અપ્સરાઓથી લાલન કરાતા પ્રભુ અનુક્રમે યૌવનવય પામ્યા. ચંદ્ર જેવા ઉજજવલ, ચંદ્રનાં લાંછનવાળા અને દોઢસો ધનુષની કાયાવાળા તે ચંદ્રપ્રભ પ્રભુ લોકોને આનંદકારી થયા. માતા-પિતાએ તેમનો શ્રેષ્ઠકન્યા સાથે વિવાહ કર્યો અને રાજય ઉપર બેસાડ્યા. પ્રભુએ ચોવીસ પૂર્વાગયુક્ત સાડા છ લાખ પૂર્વ સુધી પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી પોષ માસની કૃષ્ણ ત્રયોદશીએ અપરાણહ કાલે એક હજાર રાજાઓ સાથે વ્રત ગ્રહણ કર્યું. વ્રત લીધા પછી ત્રણ માસ ગયા ત્યારે ફાલ્ગન શુક્લ સપ્તમીએ પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. અવધિજ્ઞાનથી તે જાણીને ચારે નિકાયના દેવો, ઈન્દ્રોએ ત્યાં આવીને કેવળજ્ઞાન કલ્યાણકનો મહોત્સવ કર્યો. સમસરણમાં પ્રભુની દેશના સાંભળી પુનઃ દેવો પોત-પોતાના સ્થાનકે ગયા. પછી શ્રેષ્ઠ અતિશયો સહિત વિહાર કરતા પ્રભુ શત્રુંજયગિરિ ઉપર આવ્યા. રાયણ વૃક્ષને પ્રદક્ષિણા કરી ત્યાં સમવસર્યા.
તે તીર્થનો મહિમા વર્ણવી તેને પ્રદક્ષિણા કરીને પ્રભુ ચંદ્રોદ્યાનમાં પધાર્યા. ત્યાં સગર રાજાએ લાવેલા સમુદ્રને કાંઠે બ્રાહ્મી નદીના તટ ઉપર ચંદ્રોદ્યાનના એક ભાગમાં પ્રભુ સમવસર્યા. દેવોએ આવીને સમવસરણ કર્યું. ત્યારબાદ લોકો પ્રભુની સ્તુતિ કરતા તેમની આગળ બેઠા. તે વખતે નજીકમાં રહેલી શશિપ્રભા નગરીનો રાજા ચંદ્રશેખર, ચંદ્રપ્રભા રાણી અને ચંદ્રયશા પુત્રની સાથે ત્યાં આવ્યો. ત્યારે પ્રભુએ દેશના આપી કે, “સર્વ રીતે અસ્થિર એવા આ સંસારમાં શત્રુંજય તીર્થ, અહંતનું ધ્યાન અને બે પ્રકારનો ધર્મ એ જ સાર છે. દેવોમાં જેમ અરિહંત, ધ્યાનમાં જેમ શુક્લધ્યાન અને વ્રતોમાં જેમ બ્રહ્મચર્ય તેમ સર્વ તીર્થોમાં આ તીર્થ મુખ્ય છે. તેમજ સર્વ ધર્મમાં મુનિપણું મુખ્ય ગણાય છે. કારણ કે તેની મુદ્રા વિના મુક્તિરૂપી સ્ત્રી વરને વરતી નથી.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૫૭