________________
ગયા. ત્યારથી આ સિદ્ધગિરિ ઉપર કાકપક્ષીઓ આવતા નથી. દુષ્કાલ-વિઘ્નો વગેરે અનર્થ કરનાર કાકપક્ષી જો કદી અહીં આવે તો વિઘ્નનો નાશ કરવા શાંતિકર્મ આચરવું. તે સુવ્રતાચાર્યના તપોબળથી સિદ્ધગિરિની નજીક નૈઋત્ય દિશા તરફ તે જળ નિરંતર લોકોની તૃષા દૂર કરવા વગેરે અનેક સુખને આપે છે. તે જળના સ્પર્શથી રોગ, શોક, પીડા, વેતાલ અને ગ્રહ સંબંધી પાપજન્ય દુઃખો નાશ પામે છે. પછી ભગવાન અજિતનાથસ્વામીએ મુખ્ય શિખર ઉપર ચડીને તે ક્ષેત્રના માહાત્મ્યથી મુક્તિ પામવા ઇચ્છતા કેટલાક મુનિઓને ઉપદેશ આપ્યો, ‘હે મુનિવરો ! તમે અહીં જ રહો. પુંડરીક ગણધરની જેમ શુભભાવથી કર્મોનો નાશ થવાથી તમને અહીં જ કેવળજ્ઞાન અને મુક્તિ થશે.' આ પ્રમાણે તે મુનિઓને કહી અજિતનાથ સ્વામીએ વિહાર કર્યો. પછી તે મુનિઓ કેવળજ્ઞાન પામીને અવ્યયપદ પામ્યા.
સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોની અષ્ટાપદતીર્થ યાત્રા :
આ બાજુ સગર રાજા ષટ્ખંડ ભરતનું રાજ્ય ચલાવતા હતા. તેને શસ્ત્ર-શાસ્ત્રના જાણકા૨ જન્રુ વગેરે સાઠ હજાર પુત્રો થયા. એક વખતે તે કુમારો પોતાના પૂર્વજોનાં તીર્થોને નમવા પિતાની બલાત્કારે આજ્ઞા લઇ પુષ્કળ સૈન્ય તથા વાહનો સહિત ચાલ્યા. સગર રાજાની આજ્ઞાથી સ્ત્રીરત્ન સિવાયના બીજા તેર રત્નો, યક્ષો, રાજાઓ અને બીજી ઘણી સેના સાથે લીધી. અનુક્રમે એકેક યોજનનું પ્રયાણ કરીને ચાલતાં તેઓ કેટલેક દિવસે અષ્ટાપદગિરિ સમીપે આવ્યા. તેના આઠ પગથિયા ચડીને ત્રણ પ્રદક્ષિણા કરી. દક્ષિણ દ્વારથી ચૈત્યમાં પ્રવેશ કરી ચાર, આઠ, દશ અને બે - એમ ચોવીશ તીર્થંકરોની પુષ્પ, અક્ષત અને સ્તવન આદિથી પૂજા કરી. પછી તે તીર્થનાં વારંવાર દર્શન કરતા તેઓ આ પ્રમાણે પરસ્પર કહેવા લાગ્યા :
‘આ ગિરિ આદિનાથ પ્રભુનું નિર્વાણકલ્યાણક અહીં થવાથી પૂજ્ય થયો છે. તેથી બીજાને પણ તે કલ્યાણ આપે છે અને પોતે ઉંચો છે, તેથી તેનો આશ્રય કરનારને ઊંચી ગતિમાં લઇ જાય છે. આ પ્રાસાદની ચારે દિશાઓમાં, દેવોથી પણ અજેય દ્વારપાળો રહેલા છે અને મનુષ્યોને દુરારોહ એવા આ આઠ પગથિયા છે. તેથી અવશ્ય એમ લાગે છે કે ભરતેશ્વરે ભવિષ્યમાં થનારા લોભી મનુષ્યોને જાણીને પ્રાસાદનું રક્ષણ કરવા માટે આ પ્રયત્ન કરેલો છે.’
આ પ્રમાણે બોલતા પોતાના બંધુઓને પ્રીતિપૂર્વક જનુકુમારે કહ્યું, ‘દિવસો જતાં આપણાં પૂર્વજોનાં ધર્મસ્થાનનો કોઇ નાશ કરશે. કારણ કે લોભી મનુષ્યોને સો યોજન પણ કાંઇ દૂર હોતા નથી. માટે અહીં રક્ષા કરવા માટે આ તીર્થની ફરતી એક મજબૂત ખાઇ ખોદીએ.' આવો પરસ્પર વિચાર કરી ચક્રવર્તી સગરના પુત્રો શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૪૭