________________
આ પ્રમાણે સાંભળી તે દેવે આનંદથી એ રાયણ વૃક્ષ નીચે પોતાની પૂર્વભવની મયૂરની મૂર્તિ કરાવી અને તીર્થપૂજા કરાવી.
પછી શ્રી અજિતનાથ ભગવાને દેશના દેવાનો આરંભ કર્યો કે : “સર્વ પ્રાણી ઉપર સમભાવ, ભક્તિપૂર્વક સંઘની પૂજા અને શત્રુંજય તીર્થની સેવા અલ્પ પુણ્યથી પ્રાપ્ત થતાં નથી. સૂક્ષ્મ કે બાદર – સર્વ પ્રાણીઓને પોતાની તુલ્ય માની તે સર્વ ઉપર રાગદ્વેષરહિત જે ચિત્ત રાખવું, તે સમતા કહેવાય છે.
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ ધર્મની જેમ ત્રણ લોકમાં પૂજાય છે. તે સંઘ જેને ઘેર આવે તે ગૃહ અને તેને પૂજનાર તીર્થરૂપ છે.
તથા આ શત્રુંજયગિરિ સદા શાશ્વત અને સ્થિર છે. સંસારસાગરમાં ડૂબતા પ્રાણીઓને જીવિત આપનાર દ્વીપ સમાન છે. આ તીર્થમાં શુભ કર્મ કરવાથી આ ભવ અને પરભવનાં કર્મો ક્ષય પામે છે. આ તીર્થના સર્વ શિખરોમાં જે મહિમા રહેલો છે, તે કરોડો વર્ષોએ પણ કહી શકાય તેમ નથી.'
આ પ્રમાણે દેશના સાંભળીને અતિ હર્ષ પામેલા દેવતાઓ અઢાઈ ઉત્સવ કરી પોતપોતાના સ્થાનકે ગયા. તે વખતે આખું આકાશ મેઘથી છવાઈ ગયું. ગ્રીષ્મઋતુને દૂર કરતી વર્ષાઋતુ આવી. પૃથ્વી અંકુરીત થઈ અને દેડકા આદિ ઘણા શુદ્ર જીવોની ઉત્પત્તિ થઈ. • સુભદ્રગિરિ ઉપર શ્રી અજિતનાથ સ્વામીનું ચાતુર્માસ :
આ પ્રમાણે વર્ષાકાલનો સમય આવેલો જાણી શ્રી અજિતનાથ સ્વામી મુનિઓ સાથે તે સુભદ્ર શિખર ઉપર જ ચાતુર્માસ રહ્યા. કેટલાક મુનિઓ નિયમ લઇ ગુફામાં બેસી ગયા, કોઇ સિંહની ગુફામાં અને કોઇ સર્પના રાફડા સમીપે રહ્યા. દેવેન્દ્રોએ ત્યાં સ્વામી માટે ઉંચો મંડપ રચ્યો. ત્યાં પ્રભુએ ધ્યાન ધરી ચાતુર્માસ નિર્ગમન કર્યું. ત્યાં રહેલા પ્રાણીઓમાંથી કેટલાક નિત્ય જિનસેવાથી સમકિત પામ્યા, કેટલાક ભદ્રક સ્વભાવી થયા અને કેટલાકે હિંસા છોડી દીધી. પછી વર્ષાઋતુ પુરી થઈ અને શરદઋતુ આવી.
તે સમયે ચોખાના ધોવણના પાણીનું પાત્ર હાથમાં લઈ સુવ્રત નામના આચાર્ય ગ્લાનપણાથી ધીમે ધીમે ચડતા પ્રથમ શિખર પર આવ્યા. ત્યાં વિસામો લેવા કોઇ વૃક્ષની નીચે બેઠા. તેવામાં કોઇ તૃષાતુર કાગડાએ આવી તેમના જલપાત્રને ઢોળી નાખ્યું. શોષ, તરસ અને સૂર્યના તાપથી તપેલા તે મુનિ જલપાત્રને ઢોળાતું જોઈ, કોપથી બોલ્યા, “હે કાકપક્ષી ! આ પ્રાણરક્ષક જલને તેં ક્ષણવારમાં ઢોળી નાખ્યું. તે કુકૃત્યથી હવે આ તીર્થમાં તારી સંતતિ રહેશે નહીં અને આ ઠેકાણે મારા સપના પ્રભાવથી સર્વ મુનિજનને સંતોષ આપે તેવું નિર્જીવ અને પ્રાસુક જલ સદા થશે.” આવાં મુનિનાં વચનથી તે જ વખતે શોકથી કોલાહલ કરતા કાગડાઓ ત્યાંથી ચાલ્યા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૬