SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ હે ઇન્દ્ર ! ભરતના મોક્ષ પછી એક પૂર્વકોટી વર્ષ પસાર થયા પછી દ્રાવિડ અને વારિખિલ્લ વિગેરે મુનિઓ મોક્ષે ગયા. આ અવસર્પિણી કાલમાં આ તીર્થનો પ્રથમ ઉદ્ધાર કરનાર ઇન્દ્ર તથા ભરત ચક્રવર્તી થયા. (પ્રથમ ઉદ્ધાર સમાપ્ત) હવે ત્યારપછીના બીજા સર્વ ઉદ્ધારોની વાત કહું છું, તે સાંભળ. અયોધ્યા નગરીમાં શ્રી ભરતના વંશમાં આઠમો “દંડવીર્ય' નામે ત્રણ ખંડ ભરતનો અધિપતિ રાજા થયો. તે શ્રાવકોની પૂજા કરવારૂપ ભરત રાજાનો આચાર સારી રીતે પાળતો હતો. એક વખત જ્ઞાનચક્ષુથી આલોકન કરતાં પ્રચંડ વીર્યવાળા, સૂર્ય જેવો તેજસ્વી, મસ્તક ઉપર શ્રી આદિનાથના મુગટ ધારણ કરતા, નીતિધર્મમાં પરાયણ, પ્રભુ પર દ્રઢ ભક્તિવાળા અને સભા વચ્ચે સુવર્ણના સિંહાસન પર બેસી ધર્મના માહાભ્યને કહેતા આ દંડવીર્ય રાજાને સૌધર્મેન્દ્ર જોયા. તેને જોઈ શક્રેન્દ્ર મનમાં પ્રસન્ન થયા. • ઇન્દ્ર દ્વારા દંડવીર્ય રાજાની સાધર્મિક ભક્તિની કસોટી : પછી શ્રાવકનો વેષ લઇને ઇન્દ્ર અયોધ્યામાં આવ્યા. બ્રહ્મવ્રતથી પવિત્ર, બારવ્રતધારીના કારણે શરીર પર બાર તિલકને ધારણ કરનાર, તે ઇન્દ્રને શ્રાવક રૂપે જોઇને દંડવીર્ય રાજાએ આદરથી તેને ભોજન કરાવવા રસોઇઆને આજ્ઞા આપી. તે શ્રાવક રસોઇઆ સાથે દાનશાળામાં ગયો. ત્યાં શ્રાવકકરણીમાં રક્ત બીજા અનેક શ્રાવકોને જોઈ ઇન્દ્ર ખૂબ આનંદ પામ્યા. આ નવા શ્રાવકને આવતા જોઈ, શ્રાવકજી ! તમને અભિવાદન કરીએ છીએ.” એમ બોલતા કેટલાક શ્રાવકો સામા આવ્યા. પવિત્ર જલનું આચમન લઈ તે માયાવી ઇન્દ્ર, કરોડો શ્રાવકો માટે તૈયાર કરેલું ભોજન દિવ્યપ્રભાવથી ક્ષણવારમાં એકલો જમી ગયો અને રસોઇઆને કહ્યું, અરે ! હું ઘણો ભૂખ્યો છું. માટે મને પીરસો.' આશ્ચર્ય પામેલા રસોઇયાઓએ રાજાને જણાવ્યું. એટલે રાજા પોતે ત્યાં આવ્યો. તેને તે ઇન્દ્ર-શ્રાવક કઠોરવાણીથી બોલ્યો, “હે રાજા ! તમે આ રસોઇઆ કેવા રાખ્યા છે ? જેઓ ક્ષુધાતુર એવા મને એકલાને પણ તૃપ્ત કરી શકતા નથી.” તે સાંભળી જરા કોપ પામેલા રાજાએ સો મૂડા પ્રમાણ અન્ન રંધાવ્યું. રાજાના જોતાં જ એ માયાવી શ્રાવક તે બધું ક્ષણવારમાં ખાઈ ગયો. પછી તે બોલ્યો, “હે રાજા ! તમે સુધાથી પીડાતા મને એકને પણ તૃપ્ત કરી શકતા નથી ! જો આ કાર્ય નથી કરી શકતા તો ભરતના સિંહાસન પર શા માટે બેસો છો ? અને ભગવંતના મુગટને મસ્તક પર ધારણ કરી શું કામ ખેદ પામો છો ? દાનશાળાના બહાને મનુષ્યોને શા માટે શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૩૪
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy