________________
છેતરો છો ? માટે આ શ્રાવકોને જમાડવાની માયા છોડી દો.” તેની આવી કઠોર વાણી સાંભળીને પણ દંડવીર્ય રાજા કોપ પામ્યો નહીં. ઉલટો પોતાના પુણ્યની અપૂર્ણતા માનતો પોતાની નિંદા કરવા લાગ્યો.
રાજાનો શુભભાવ જાણી એક મંત્રી બોલ્યો, “સ્વામી ! આ કોઈ દેવતા શ્રાવકરૂપે આવેલ લાગે છે.' આ સાંભળી રાજાએ તેની આગળ અગરુચંદન મિશ્રિત ધૂપ કર્યું અને ભક્તિથી બોલ્યા, “શ્રાવકનો વેષ લઈ અહીં મને પવિત્ર કરવા તમે કોણ આવ્યા છો? હે દેવ ! મારી ઉપર કૃપા કરી આપ પ્રગટ થાઓ. જો શ્રી જિનેશ્વરમાં, ધર્મમાં, ગુરુમાં અને તમારામાં મારી ભક્તિ હોય તો તમે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મારા પુણ્યને સફલ કરો.”
દંડવીર્યના ભક્તિથી ભરપૂર વચનો સાંભળી ઇન્દ્ર ખુશ થયા અને માયારૂપ છોડી પોતાનું સહજ સ્વરૂપ પ્રગટ કર્યું. ઇન્દ્રને જોતાં જ દંડવીર્ય રાજા વિસ્મય પામી હર્ષથી તેને નમી પડ્યા. ઇન્દ્ર તેને સ્નેહથી આલિંગન કરીને બોલ્યા, “હે મહારાજા ! તમને ધન્ય છે. તમે ચરમશરીરી છો. તમને જોતાં ભરત, સૂર્યયશા વગેરે તમારા વંશજ યાદ આવ્યા.”
• બીજા ઉદ્ધારક : દંડવીર્ય રાજ, • શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે સૌધર્મેન્દ્રની દંડવીર્ય રાજાને પ્રેરણા :
ગુણો વડે તમારા પૂર્વજોથી તમે અધિક છો. પૂર્વે અંગીકાર કરેલા કાર્યને કરનારા છો. તમારા જેવા કુલપુત્રથી પ્રભુનો વંશ અત્યારે પણ દીપે છે. તેથી તમે હવે શત્રુંજયની યાત્રા અને તીર્થોદ્ધાર કરો. હું દેવતાઓ સાથે ત્યાં આવીને તમને સહાય કરીશ, માટે શ્રાવકોના પૂજનની જેમ હવે તીર્થયાત્રા માટે ત્વરા કરો.
ઈન્દ્રનું વચન સાંભળી દંડવીર્ય રાજા આનંદથી બોલ્યા, “હે ઇન્દ્ર ! તમે મને બહુ શ્રેષ્ઠ આદેશ કર્યો. હું યાત્રા માટે જાઉં છું. આપણો પુનઃ સમાગમ હવે પુંડરીકગિરિ પર થશે.” પછી ખુશ થયેલા ઇન્દ્ર દંડવીર્યને બાણસહિત ધનુષ, દિવ્ય રથ, હાર અને નિર્મલ બે કુંડલ આપ્યાં. તેણે તેનો સ્વીકાર કર્યો. પછી ઇન્દ્ર સ્વર્ગમાં ગયા.
રાજા દંડવીર્થે યાત્રા માટે ભંભાનાદ કરાવ્યો. તે સાંભળી ઘણા માણસો પોતપોતાના વાહનો સહિત વેગથી ત્યાં આવ્યા. રાજાએ શુભ દિવસે લોકોની સાથે પ્રયાણ કર્યું. સંઘની આગળ ચાલતા દેવાલયમાં રહેલા જિનબિંબના પ્રભાવથી કોઇપણ ક્ષુદ્ર દેવતા વિપ્ન કરવા સમર્થ થયા નહીં. અનુક્રમે ઘણા દેશો પસાર કરી કેટલેક દિવસે કાશ્મીર દેશમાં આવ્યા. • શત્રુંજય તીર્થે જતાં માર્ગમાં વેતાલે કરેલું વિઘ્ન :
સવારે સૈન્ય સાથે રાજાએ આગળ જવાની તૈયારી કરી, તેટલામાં શૈલ અને મહાર્શલ નામના બે પર્વતોએ માર્ગ રોકેલો જણાયો. તે પર્વતો પરસ્પર અથડાવા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૫