________________
અને તેઓ તને ક્ષમા કરો. હવે તું શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કર.” આ પ્રમાણે કહી તે મુનિએ તેને વારંવાર નવકાર મંત્ર સંભળાવ્યો.
પંચ નમસ્કારના સ્મરણથી પીડારહિત થયેલો હંસ સમાધિપૂર્વક મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયો. | મુનિના ઉપદેશથી સર્વે તાપસોએ પણ પોતાની મિથ્યાત્વની ક્રિયા છોડીને જિનેશ્વરોક્ત વ્રતને અંગીકાર કર્યું. વ્રત પ્રત્યે વિશેષ આસ્થાવાળા થઇ મુનિઓની અનુજ્ઞા લઈ તેઓ શત્રુંજય તરફ ચાલ્યા. માર્ગમાં જતનાપૂર્વક ચાલતા શ્રી સિદ્ધાચલનાં દર્શન થતાં અમંદ આનંદ પામ્યા. પછી તેઓ તે ગિરિવર પર ચડ્યા. ઉપર રાયણ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, શ્રી આદિનાથ પ્રભુને નમસ્કાર કર્યો અને પ્રભુના ગુણો ગાવા લાગ્યા.
તે બે મુનિઓએ તેમને કહ્યું, “હે સાધુઓ ! તમે આ ઉત્તમ ક્ષેત્રના પ્રભાવથી અહીં કેવળજ્ઞાન પામી મોક્ષે જશો. તેથી તમારે આ ક્ષેત્રમાં જ રહેવું. આવી રીતે આદેશ કરી તે બંને દેવર્ષિઓ પોતાની કાંતિથી પૃથ્વી અને આકાશને પ્રકાશ કરતા આકાશમાર્ગે ચાલ્યા ગયા. • દસ કરોડ મુનિવરો સાથે દ્રાવિડ તેમજ વારિખિલ્લની મુક્તિ ઃ
પછી દ્રાવિડ અને વારિખિલ્લ વગેરે મુનિઓ તે તીર્થના અને શ્રી જિનેશ્વરનાં ધ્યાનમાં તત્પર થઇ, માસોપવાસ કરીને તે જ ઠેકાણે રહ્યા. અનુક્રમે સમસ્ત મોહનીય કર્મનો ક્ષય કરી, પ્રાંતે નિર્ધામણા આચરી, મન - વચન - કાયાથી સર્વ પ્રાણીઓને ખમાવી, નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી આઠે કર્મના ક્ષયથી અંતર્મુહૂર્તમાં તે દસ કરોડ સાધુઓ મોક્ષ પામ્યા. પેલો હંસ જે સૌધર્મ દેવલોકમાં દેવ થયો હતો, તેણે ત્યાંથી આવી ભક્તિથી તેમનો નિર્વાણ મહોત્સવ કર્યો અને બીજા લોકોને પોતાનું સ્વરૂપ જણાવી ત્યાં બહંસાવતાર' નામે પવિત્ર તીર્થ સ્થાપી પાછો દેવલોકમાં ગયો.
જેમ ચૈત્ર માસની પૂર્ણિમાએ પુંડરીક ગણધર મોક્ષે ગયા, તેમ કાર્તિકી પૂર્ણિમાએ દ્રાવિડ - વારિખિલ્લ આદિ મોક્ષે ગયા. તેથી કાર્તિકી પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમા એ બે પવો પ્રસિદ્ધ થયા છે. તેથી તે પૂર્ણિમાએ ત્યાં યાત્રા, તપ અને દેવાર્ચન કરવાથી બીજા દિવસ કરતાં અધિક પુણ્ય થાય છે. કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં માત્ર એક ઉપવાસ કરે તો બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા અને ગર્ભહત્યાના પાપમાંથી મુક્ત થાય છે. વૈશાખ, કાર્તિક અને ચૈત્ર માસની પૂર્ણિમાએ જેઓ સંઘ લઈ સિદ્ધાચલ ગિરિરાજે આવી આદરથી દાન અને તપ કરે છે, તેઓ મોક્ષસુખ પામે છે.
તે મુનિઓના પુત્રોએ સિદ્ધાચલે ઘણા દેરાસરો બંધાવ્યા. આ રીતે કરોડો મુનિઓ વિમલાચલ ઉપર મોક્ષ પામ્યા. તેથી આ તીર્થ ત્રણ જગતમાં વિશેષ પ્રખ્યાત થયું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૩