________________
આદર કરું ? હે ભ્રાતા ! તમને મેં કોપાવ્યા છે. તેથી તમને ખમાવવા માટે જ હું આવ્યો છું. હવે આ રાજય છોડી ઉચ્ચ એવા વ્રતસામ્રાજ્યને ગ્રહણ કરીશ.' વડીલબંધુની આવી ધર્મયુક્ત વાણી સાંભળી વારિખિલ્લ બોલ્યો, “પ્રથમની માફક પૂજય વડીલબંધુનો સેવક એવો હું પણ વ્રતસામ્રાજયને જ ગ્રહણ કરીશ.”
એવી રીતે પરસ્પર વિચારણા કરી, બંને રાજા સૈન્ય સહિત, વ્રત લેવાની ઇચ્છાવાળા બનીને સુવલ્લુ મુનિ પાસે ગયા. પોત-પોતાના રાજય ઉપર પોતાના પુત્રોને બેસાડી મંત્રી સહિત દસ કરોડ મનુષ્યોની સાથે તેમણે તાપસી દીક્ષા લીધી. જટાને ધારણ કરનારા, કંદમૂળ ફળને ખાનારા, ગંગાની માટીથી અંગે વિલેપન કરનારા, પ્રતિદિન ધ્યાનમાં લીન, મૃગના બચ્ચાંઓની સાથે વસતા, જપમાલાથી શ્રી યુગાદિપ્રભુને નિરંતર જપતા, દોષથી વર્જિત અને હંમેશાં સરળ ગુણવાળા તે બધાએ તાપસપણામાં લાખો વર્ષ પસાર કર્યા.
એક વખત નમિ રાજર્ષિના બે વિદ્યાધર મુનિશિષ્યો ત્યાં ઉતર્યા. તેઓને જોઈ સર્વ મુમુક્ષુ તાપસોએ તેમને ભક્તિથી નમસ્કાર કરી પૂછ્યું, “હે મુનિઓ ! તમે ક્યાંથી આવો છો ? અને ક્યાં જવાનું છે?' મુનિઓ બોલ્યા : અમે શ્રી જિનેશ્વરદેવની સેવા માટે પુંડરીકગિરિએ જઈએ છીએ. તે પછી તેમણે શત્રુંજયગિરિ સંબંધી પૃચ્છા કરી. તેથી તેમના ઉદ્ધાર માટે વિદ્યાધર મુનિએ આ પ્રમાણે વૃતાંત કહ્યો.
સૌરાષ્ટ્ર દેશમાં શ્રી શત્રુંજય ગિરિરાજ જયવંતો વર્તે છે. તેની ઉપર તે તીર્થના પ્રભાવથી અનંત જીવો સિદ્ધ થયા છે અને ભાવિમાં ઘણા સિદ્ધો થશે. ત્યાં યુગાદિ પ્રભુ રહેલા છે, જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકાર નાશ પામે છે, તેમ તે તીર્થમાં ક્ષણવારમાં હત્યાદિક પાપો નાશ પામે છે.
શત્રુંજયગિરિનો આવો મહિમા સાંભળી તે તપસ્વીઓ તે બંને મુનિઓ સાથે ચાલ્યા. જીવની જતનાપૂર્વક ચાલતા અને જે મળે તેનો આદર કરતા તેઓએ આગળ જતાં એક સરોવર જોયું. તાપની શાંતિ માટે તેની પાળ ઉપર ગયા અને જીવરહિત સ્થાને વૃક્ષોની છાયામાં વિસામો લેવા લાગ્યા. ત્યાં બીજા હંસોથી વીંટાઇ, મરવા પડેલા એક હંસને તેઓએ જોયો. માણસો આવેલા જોઇ, ભયથી બીજા હંસો તે હંસને છોડીને ચાલ્યા ગયા. તે વખતે તે તાપસોમાંથી એક દયાળુ મુનિએ ત્યાં જઈ પોતાના પાત્રમાંથી જળ લઇને તેના મુખમાં નાખ્યું. તેથી તેને થોડીક શાંતિ થઇ. પછી તે મુનિએ હંસને અંતિમ આરાધના કરાવતા કહ્યું, “હે જીવ ! ઘણાં દુઃખદાયક આ સંસારમાં તને ચાર શરણ હો. જે જે ભવમાં તે જે જે જીવોને વિરાધ્યા હોય, તે સર્વ જીવોને તું ખમાવા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૨