________________
બોલાવીને પૂછ્યું, “તમે બંને કોણ છો ? તમારો નિવાસ ક્યાં છે? તમારો સ્વામી કોણ છે ? અને તમે બંને અહીં કેમ આવ્યા છો ?
મંત્રીશ્વરનાં વચન સાંભળી તે બેમાંથી એકે જવાબ આપતાં કહ્યું, “અમે વિદ્યાધરપતિ મણિચૂડની પુત્રીઓ છીએ. આ જગતમાં અમારે અનુરૂપ પતિ અમને મલ્યો નહીં, એટલે અમે બંને અમારા માતા-પિતાને ચિંતાથી નિવૃત્ત કરવા આ બાજુ નીકળ્યા છીએ. સ્થાને સ્થાને શ્રી અરિહંત પ્રભુનાં ચૈત્યોની યાત્રા કરતા અમે અમારાં માનવજન્મને સફલ કરી રહ્યા છીએ. શ્રી જિનેશ્વરદેવનાં ચરણોથી પવિત્ર એવી આ અયોધ્યા નગરી તીર્થરૂપ છે, તે કારણથી આ ભરતનરેશ્વરનાં કરાવેલાં જિનચૈત્યોમાં અહીં ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીને અમે નમસ્કાર કરી રહ્યા છીએ.'
આ પ્રમાણે સાંભળી મંત્રી કહેવા લાગ્યા, “આ સૂર્યયશા રાજાની સાથે તમારો સંયોગ શ્રેષ્ઠ છે. સૂર્યશા રાજા શ્રી ઋષભદેવ સ્વામીના પૌત્ર અને ભરતચક્રીના પુત્ર છે. અનેક કલાથી યુક્ત, સૌમ્ય, સગુણી અને બલવાન છે. માટે ખરેખર તમારા ઉપર ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી તુષ્ટમાન થયા છે. જે સૂર્યયશા જેવા સ્વામી તમને પ્રાપ્ત થયા. આમ મંત્રીએ કહ્યું, એટલે તેમણે જવાબ આપ્યો. “મંત્રી ! અમે અમારા આધીન એવા પતિ સિવાય કોઈનો આશ્રય ઇચ્છતા નથી.” એટલે મંત્રીએ આ બાબતમાં રાજાની અનુમતિ મેળવીને તેઓને કહ્યું, “રાજા તમારા કહ્યા પ્રમાણે કરશે અને તમારી વાણીને જ્યારે એ ન માને ત્યારે મારે તેને નિષેધ કરીને રોકવો.”
આમ પરસ્પરની અનુમતિથી તેઓનો પાણીગ્રહણ મહોત્સવ શ્રી યુગાદીશ્વર પ્રભુની સમક્ષ થયો. તે બંનેના પ્રીતિરસમાં ખેંચાયેલો રાજા કામરસમાં નિમગ્ન થયો.
એક સમયે રાજા, સંધ્યાકાળે તે બંને પત્નીઓ સાથે મહેલના ગોખમાં બેઠો છે. ત્યાં ઉદ્ઘોષણા સંભળાઈ કે, “આવતીકાલે આઠમ છે, તો તે લોકો ! તેની આરાધના કરવા માટે તમે આદરપૂર્વક તૈયાર થજો !” આ ઉદ્દઘોષણાને તે બંને કપટી સ્ત્રીઓએ પણ સાંભળી, એટલે અવસર આવ્યો જાણીને રંભાએ અજાણી બનીને ઉદ્ઘોષણાનું કારણ રાજાને પૂછ્યું. રાજાએ કહ્યું, “પિતાશ્રીએ કહેલ ચતુર્દશી તથા અષ્ટમીના પર્વદિવસોમાં વ્રતારાધના કરવાનો અમારે સંકલ્પ છે. વર્ષમાં બે શાશ્વત અઢાઇ, ત્રણ ચાતુર્માસી તથા વાર્ષિક પર્યુષણાપર્વ. આ બધા પર્વો વર્ષના સમગ્ર પાપનો નાશ કરે છે. આ ચતુ:પર્વમાં દેવ અને નરકગતિના કારણરૂપ શુભ અને અશુભ કર્મોને જીવ તે તે પ્રકારનાં અધ્યવસાયથી બાંધે છે, માટે આ ચતુષ્પર્વમાં ગૃહ વ્યાપારાદિક સાંસારિક પ્રવૃત્તિઓ ત્યજીને શુભકર્મ કરવાં જોઇએ. ચતુષ્પર્વમાં સ્નાન ન કરવું, મૈથુનનો ત્યાગ કરવો, ક્લેશ, જુગાર, હાસ્યાદિ ન કરવાં તેમજ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨૫