________________
માત્સર્ય, ક્રોધ પણ ન કરવાં, કષાય ન કરવાં, પ્રિય પદાર્થોમાં મમતા ન કરવી, યથેચ્છ ક્રીડા તથા પ્રમાદાદિ કાંઇપણ ન કરવું. તેમજ શુભ ધ્યાનથી પરમેષ્ઠીનાં સ્મરણમાં રહેવું. સામાયિક, પૌષધ, છઠ્ઠ, અઢમ ઇત્યાદિક તપ કરીને આરાધના કરવી તથા શ્રી જિનેશ્વરદેવની પૂજા અને નિયમો વગેરે કરવાં. માટે હે સુંદરી ! તેરસ તેમજ સાતમના દિવસે મારી આજ્ઞાથી આ ઉદ્ઘોષણા લોકોને જણાવવા માટે થાય છે. ચૌદસ અને આઠમનું આ પર્વ ત્રણ લોકમાં દુર્લભ છે. આ પર્વોની જે ભક્તિપૂર્વક આરાધના કરે છે, તે પરમપદને પ્રાપ્ત કરે છે.' સૂર્યચશા રાજાને ચલાયમાન કરવા રંભા તથા ઉર્વશીના પ્રયત્નો
સૂર્યયશા રાજાએ કહેલી આ હકીકત સાંભળી, રાજાના નિશ્ચયથી ચમત્કાર પામેલી અને માયાપૂર્વકની વાણી બોલવામાં કુશલ એવી ઉર્વશી, સૂર્યયશા રાજાને કહેવા લાગી, “હે સ્વામી ! આ મનુષ્યપણું, સુંદર રૂપ અને અખંડિત એવું રાજય આ તપના ક્લેશથી શા માટે વિડંબના કરો છો? હે નાથ ! યથેચ્છપણે સુખો ભોગવો. આ માનવભવ ક્યાં ફરી મલશે ? આ રાજય ક્યાં ? આવો સુંદર ભોગવિલાસ ક્યાં ? તેથી આજે એનો ભોગ કરી લો, જેથી પાછળથી પશ્ચાત્તાપ ન થાય !”
તપેલા તાંબાના રસને કાનમાં નાંખવા જેવા ઉર્વશીના વચનો સાંભળીને હૃદયમાં ઉત્પન્ન થયેલા દાહને વ્યક્ત કરનારી વાણીમાં રાજાએ કહ્યું, “રે ધર્મનિંદાથી મલિન અધમ સ્ત્રી ! તારી આ વાણી વિદ્યાધરકુલના આચારને સ્ટેજ પણ ઉચિત નથી. જિનપૂજા, તપ આદિ ઉત્તમ આચારોનો તું અપલાપ કરે છે, તો તારી સઘળી હોંશિયારીને ધિક્કાર હો ! તારા રૂપને, કુલને અને યૌવનવયને પણ ધિક્કાર હો ! માનવજન્મ, રૂપ, આરોગ્ય તથા રાજય, એ સઘળું તપથી પ્રાપ્ત થાય છે. તે તપધર્મને કોણ પુરુષ ન આરાધે ? ધર્મની આરાધના કરવાથી દેહની વિડંબના નથી થતી, પણ તેની સફલતા છે અને ધર્મ વિના કેવલ વિષયોથી જ દેહની વિડંબના થાય છે. માટે ધર્મ આચરવો જોઇએ. આઠમ તથા પાક્ષિક (ચતુર્દશી)માં પક્ષીઓ, હરણાઓ, સિંહ, સર્પ અને હાનાં બચ્ચાઓ પણ આહાર ગ્રહણ કરતા નથી. તો હું કઈ રીતે આહાર ગ્રહણ કરું? જેઓ પવરાધના કરતા નથી, તેઓને ધિક્કાર હો ! તેઓનું મનુષ્યપણું ફોગટ છે. શ્રી ઋષભદેવ સ્વામીએ ફરમાવેલા આ ઉત્તમપર્વને મારા પ્રાણો કંઠે આવી જાય તો પણ હું તેને નહીં છોડું. માટે ભલે મારું રાજય જાઓ, મારા પ્રાણનો નાશ થાઓ, પણ હું પર્વનાં તપની આરાધનાથી ભ્રષ્ટ નહીં બનું.'
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨૬