SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલ્યા. પશ્ચિમ દિશાના શિખર ઉપર ભરતે મહાબલવાન નંદી નામના દેવને તીર્થરક્ષા માટે સ્થાપિત કર્યો. ત્યારથી તે શિખરનું “નાંદગિરિ' એવું નામ પ્રસિદ્ધ થયું. નમિ વિદ્યાધરની કનકા, ચર્ચા આદિ ચોસઠ પુત્રીઓ વ્રત ધારણ કરી, શત્રુંજયના અન્ય શિખર ઉપર રહી હતી. તેઓ ચૈત્ર વદ ચૌદસની અદ્ધરાત્રિએ ત્યાં સમાધિપૂર્વક મૃત્યુ પામી. તે બધી પુત્રીઓ એક સાથે સ્વર્ગગતિ પામી, તેથી તે મહાન શિખર ચર્ચગિરિના નામે પ્રસિદ્ધ થયું. તે દેવીઓ દેવલોકમાં રહીને પણ આદિનાથ પ્રભુના ભક્તોને વાંછિત આપે છે અને તેમના વિઘ્નો દૂર કરે છે. • ચન્દ્રોધાનનો મહિમા તથા શ્રી ચન્દ્રપ્રભ પ્રાસાદ યુક્ત વિશાળ નગર : ત્યાંથી સર્વ યાત્રિકો પશ્ચિમ દિશા બાજુ ચન્દ્રોદ્યાનમાં આવ્યા. તે વનની રમણીયતા જોવા સોમયશા કુમાર બીજા કુમારોની સાથે તે વનમાં ફરવા ગયો. આગળ ચાલતા બ્રાહ્મી નદીના કાંઠે કેટલીક પર્ણકુટીઓ જોઈ અને અંગ ઉપર ભસ્મલેપનવાળા જટાધારી તાપસો જોયા. શાંત અને અદ્ભુત કાંતિવાળા તેઓને જોઈ સોમયશાએ વિનયપૂર્વક તેઓને આચાર પૂક્યો. તે તાપસીએ કહ્યું, “અમે વૈતાઢયગિરિ નિવાસી વિદ્યાધરો છીએ. અમારામાંના કેટલાક હત્યા વિગેરેના પાપથી અને કેટલાક દુસ્તર રોગોથી ગ્રસ્ત થયા હતા. તે પીડાની શાંતિનો ઉપાય ધરણેન્દ્ર પાસેથી સાંભળીને અમે અહીં આવીને રહ્યા અને સર્વ પ્રકારના દોષો અને રોગોને હરનારી આ બ્રાહ્મી નદીને તથા આ પવિત્ર ક્ષેત્રને સેવવાથી અમે રોગ અને દોષથી મુક્ત થયા. ત્યારબાદ કચ્છ અને મહાકચ્છિ તાપસ પાસેથી આવું તાપસ વ્રત લઈ કંઇફલ ખાઈને ભક્તિથી શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કરતાં અહીં રહ્યા છીએ. હે રાજા ! આ સ્થાને આ અવસર્પિણીના આઠમાં ભાવિ તીર્થકર શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું સમવસરણ થવાનું છે, એવું જાણી ભરતે વર્દ્રકિની પાસે શ્રી ચન્દ્રપ્રભ પ્રભુના પ્રાસાદવાળું વિશાળ નગર ત્યાં વસાવ્યું અને તીર્થની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ ત્યાંથી શ્રીસંઘ સાથે રૈવતાચલ તીર્થની યાત્રાએ ગિરનાર તરફ ચાલ્યા. • ભરતેશ્વરે કરેલ રૈવતાચલની યાત્રા, જિનપ્રાસાદની સ્થાપના : તે રસ્તે આગળ પ્રયાણ કરતાં, વિવિધ પ્રકારની શોભા અને ઔષધિ વડે તેમ જ રોહણાચલ, વૈતાઢ્ય અને મેરુગિરિની સંપત્તિથી પણ વિશેષ સમૃદ્ધ એવા શ્રી રૈવતાચલ ગિરિવરને દૂરથી જોઇ ભરત ચક્રવર્તીએ ઉપવાસ કરીને ત્યાં જ આવાસ કર્યો. પછી શત્રુંજય તીર્થની જેમ સંઘ સાથે ત્યાં તીર્થપૂજા કરી.તે અવસરે શક્તિસિંહે ભરત ચક્રવર્તી સહિત સર્વ સંઘની ઉત્તમ ભોજનથી ભક્તિ કરી. તે રૈવતાચલગિરિને દુર્ગમ જાણી ભરતેશ્વરે હજાર યક્ષોને આદેશ કરીને સુખે ચડી શકાય એવો માર્ગ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૨
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy