SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારપછી તાલધ્વજ શિખર ઉપર જઇને તાલધ્વજ દેવને ત્યાં સ્થાપિત કર્યો. ત્યાંથી કદંબગિરિ પર જઇને શ્રીનાભગણધર ભગવંતને તે ગિરિનો પ્રભાવ પૂછ્યો. તેમણે કહ્યું, “હે ભરત ! આ પર્વતનો પ્રભાવ અને તેનું કારણ વિસ્તારથી કહું છું, તે તમે સાંભળો.” કદંબગિરિનો પ્રભાવ ગઇ ઉત્સર્પિણીમાં સંપ્રતિ નામે ચોવીસમા તીર્થંકર થયા હતા. તેમને કદંબ નામના ગણધર હતા. તે એક કરોડ મુનિઓની સાથે આ ગિરિ પર સિદ્ધિપદ પામ્યા હતા, તેથી આ ગિરિ કદંબગિરિ નામે ઓળખાય છે. અહીં પ્રભાવિક દિવ્યઔષધિઓ, રસની વાવડીઓ, રત્નની ખાણો અને કલ્પવૃક્ષો રહેલા છે. દીપોત્સવી વિગેરે શુભ દિવસે અહીં આવી મંડળની સ્થાપના કરવામાં આવે, તો દેવતાઓ પ્રત્યક્ષ થાય છે. આ શિખર પણ મુખ્ય શિખરની જેમ સર્વ પાપનો નાશ કરનાર છે અને આલોક તથા પરલોક એમ બંને ભવમાં ઉપકારી હોવાથી અતિ ખ્યાતિ પામેલું છે. આવો મહિમા સાંભળી ભરતેશ્વરે ઇન્દ્રની સંમતિપૂર્વક તે ગિરિ ઉપર ધર્મોદ્યાનમાં ભાવિ ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમાનસ્વામીનો એક મોટો પ્રાસાદ વદ્ગતિ પાસે કરાવ્યો. કદંબગિરિના પશ્ચિમ શિખર ઉપર શત્રુંજયા નદીને તીરે ભરતચક્રીની હાથી અને અન્ય વગેરે કેટલીક સેના રહી હતી. તેમાંથી કેટલાક હસ્તી, ઘોડા, વૃષભ અને પાયદળ રોગની પીડાથી મુક્ત થઇ, તે તીર્થના યોગથી સ્વર્ગે ગયા. તેઓએ સ્વર્ગમાંથી આવીને ભરત રાજાને પ્રણામ કરી તીર્થના પ્રભાવથી પોતાને સ્વર્ગ પ્રાપ્ત થયાની વાત કરી અને તે દેવોએ મહિમાવંત એવા તે સ્થાને પોતાની મૂર્તિ સહિત જિનપ્રાસાદો કરાવ્યા, ત્યારથી તે ગિરિ હસ્તિસેન નામે પ્રખ્યાત થયો. આ પ્રમાણે ભરત ચક્રવર્તીએ ગુરુના આદેશથી શત્રુંજયગિરિના સર્વ શિખરો ઉપર જિનાલયો કરાવ્યાં અને મુખ્ય શિખરને પ્રદક્ષિણા કરી પુનઃ પોતાના સ્થાને આવીને આદિનાથ ભગવંતને નમસ્કાર કર્યા. પછી મુખ્ય શિખરની નીચે પશ્ચિમ ભાગે સુવર્ણ ગુફામાં રહેલી ભૂત, ભાવી અને વર્તમાન એમ ત્રણેય ચોવીશીના તીર્થકરોની રત્નમય મૂર્તિઓની અતિ ભાવપૂર્વક પૂજા કરી, એ પ્રમાણે ગિરિરાજની પૂજા-ભક્તિ કરી, ત્યાંથી ઉજ્જયંતગિરિની યાત્રા માટે પ્રયાણ કર્યું. તે વખતે નમિ-વિનમિ રાજર્ષિ બે કરોડ મુનિઓ સાથે ફાગણ સુદી દશમીએ તે જ ગિરિ ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિપદ પામ્યા. ત્યારે ભરતેશ્વર અને દેવતાઓએ તેઓનો નિર્વાણ મહોત્સવ કર્યો અને તે ઠેકાણે તેમની રત્નમય મૂર્તિઓ સ્થાપિત કરી. ત્યાં બે માસ રહીને આગળ શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૧૧
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy