________________
આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલા ભરતેશ્વરે તે શત્રુંજયા સરિતામાં સ્નાન કર્યું અને તેના કાંઠે રહેલા વૃક્ષોનાં પુષ્પો તથા નદીમાંના કમળો લઇ, તેના જલથી કળશ ભરી, પરમાત્માની ભાવપૂર્વક પૂજા કરી.
પછી પૂર્વ દિશામાં માનપુર અને દક્ષિણ દિશામાં ભરતપુર નગર વસાવ્યું. તે બંને નગરમાં વદ્ધકિરને અનેક તળાવો તથા વનો વડે વિભિવૃત એવો શ્રી યુગાદીશ ઋષભદેવ ભગવંતનો ભવ્ય પ્રાસાદ કર્યો. તે સ્થાને ભરતેશ્વરના પુત્ર બ્રહ્મર્ષિ - મુનિગણ સાથે સિદ્ધિપદ પામ્યા. તેથી તે તીર્થ બ્રહ્મગિરિ નામે વિખ્યાત થયું. તે તીર્થમાં સુરવિશ્રામ નામનો શ્રી ઋષભદેવ પ્રભુનો ઉંચો પ્રાસાદ ભરતે કરાવ્યો. ત્યાંથી ધવલમંગલપૂર્વક ગુરુમહારાજને આગળ કરી, સંઘ સહિત વિવિધ શિખરો પર રહેલા ચૈિત્યોની પૂજા કરવા ચાલ્યા.
આ તીર્થમાં કપર્દી નામે યક્ષ અધિષ્ઠાયક થશે, એવું ધારી એક શિખર ઉપર ઇન્દ્ર તેના નામથી એક અરિહંત પ્રભુનો પ્રાસાદ યક્ષમૂર્તિ સહિત કરાવ્યો. એ શિખર ઉપર ગુરુમહારાજનાં વચનથી મહામાસની પૂર્ણિમાએ ચક્રવર્તીએ પ્રભુની માતામરૂદેવાને સ્થાપિત કર્યા. ત્યારથી સર્વ લોકો મહા સુદ પૂર્ણિમાએ એ શિખર ઉપર આવીને આદરથી મરૂદેવા માતાને પૂજવા લાગ્યા. તે દિવસે જે સ્ત્રીઓ મરૂદેવા માતાને પૂજે છે, તે સ્ત્રીઓ સૌભાગ્યવતી, પુત્રવતી અને ચક્રવર્તીની સ્ત્રીપણું કે ઈન્દ્રાણીપણું પામી અનુક્રમે મુક્તિ પામે છે.
ત્યાંથી બે યોજન આગળ ચાલતાં એક યોજન ઊંચો પર્વત આવ્યો. ભરતે તે ગિરિને નમસ્કાર કર્યો અને તેની ઉપર પણ એક યોજન ઊંચો યુગાદિ પ્રભુનો ભવ્ય પ્રાસાદ કરાવ્યો.
ત્યાંથી આગળ બીજા શિખરની નજીક આવતા, બાહુબલિએ પોતાના એક હજારને આઠ સંયમી પુત્રોને કહ્યું કે, “આ તીર્થના માહાસ્યથી પુંડરીકમુનિની જેમ તમોને અહીં કેવલજ્ઞાન અને તત્કાળ સિદ્ધિસુખ પ્રાપ્ત થશે. માટે તમે અહીં રહીને નિર્ધામણ કરો. તે સાંભળી તેઓ સમાધિથી ત્યાં જ રહ્યાં. ત્યાં તે મહર્ષિઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને મોક્ષે ગયા. તેથી તે શિખર “બાહુબલિ' નામથી પ્રસિદ્ધ થયું. ત્યાં અગ્નિસંસ્કાર કરવાથી તીર્થની આશાતના અને જિનાજ્ઞાનું ખંડન થાય છે, તેથી ઇન્દ્ર બતાવેલા સ્થાને મુખ્ય શિખરથી બે બે યોજન પૃથ્વી છોડી સ્વર્ગ નામના ગિરિશિખર ઉપર અગ્નિસંસ્કાર કર્યો અને તે શિખર ઉપર જિનપ્રાસાદ કરાવ્યો. સોમયશાએ પણ પોતાના બંધુઓના તથા પિતાના પ્રાસાદો વર્ધ્વકિ પાસે ત્યાં કરાવ્યા.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૧૦