SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મારી નાંખ્યા, તેનું આ ફલ મળ્યું.' આમ ચિંતવતો મૃત્યુ પામ્યો અને મુનિઘાતના મહાપાપથી તે સાતમી નરકે ગયો. ત્યાં ૩૩ સાગરોપમ સુધી ઘણા દુઃખો સહન કરી, ત્યાંથી નીકળીને સિંહ, વાઘ વગેરે અનેક ભવો કરી, ફરી નરકમાં ગયો. ભીલના ભાવમાં મરણકાલે પોતાના દુષ્કૃત્યની નિંદા કરી હતી, તે પુણ્ય વડે નરકમાંથી નીકળીને આ “નીલ” નામે તારો પુત્ર થયો છે. પણ મુનિવધના ઘોર દુષ્કતનું ફળ હજી બાકી રહ્યું હતું, તેથી તારા રાજ્યમાં ગજસંપત્તિની હાનિ થઈ. આ મહાનલ પૂર્વે “શૂર' નામે “ક્ષત્રિય' હતો. કંકા નામે નગરીના રાજા ભીમનો તે અલ્પ ધનવાળો સેવક હતો. એક વખતે મંત્રીઓના વિપરીતપણાથી તેને પોતાનો નિયમિત ગરાસ મળ્યો નહીં. એટલે દારિદ્રયથી પીડિત થઈ તે પોતાને ઘેર આવ્યો. ભોજન વખતે રસોઇને તે સારી નઠારી કરવા લાગ્યો, ત્યારે તેની સ્ત્રીએ કહ્યું, સ્વામી ! ઘરમાં સારી વસ્તુ મને મળતી નથી, એટલે હું શું કરું ? જો તમે અનાજ, ઘી વગેરે સારા લાવો તો હું સારી રસોઈ કરું. તે સાંભળીને શૂરને ક્રોધ આવ્યો અને આવેશમાં સ્ત્રી ઉપર એક પત્થરનો ઘા કર્યો. તેથી તે સ્ત્રી મૂચ્છિત થઈને તત્કાળ મૃત્યુ પામી. તેને એક પુત્રી હતી. તેણે મોટો કોલાહલ કર્યો. તે સાંભળી નગરનો કોટવાળ ત્યાં આવી પહોંચ્યો અને તેને રાજા પાસે લઈ ગયો. રાજાએ શૂળીએ ચઢાવવાની આજ્ઞા આપી, એટલે કોટવાળે તરત તેને શૂળીએ ચડાવ્યો. તે વેદના સહન કરતાં કરતાં કોઈ મુનિના મુખેથી બોલાતો નવકાર આદરબુદ્ધિથી સાંભળ્યો. ત્યાંથી મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયો. સ્ત્રીહત્યાથી બાંધેલું કર્મ ભોગવી, નવકાર મંત્રના શ્રવણથી હે રાજા ! તારે ઘેર આ બીજા પુત્રપણે મહાનલ નામે અવતર્યો છે. આ તારો ત્રીજો પુત્ર કાલ, પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠીનો પુત્ર હતો. તે કામાંધ, અગમ્ય સ્ત્રી સાથે ગમન કરનારો, દેવ તથા ગુરુનો નિંદક અને ધર્મનો ઘાતક હતો. ધન અને યૌવનના ગર્વથી તે માતા-પિતાની આજ્ઞાને માનતો ન હતો. એક વખતે તેના કુકૃત્યોથી કંટાળેલા તેના પિતાએ તેને નગરમાંથી બહાર કાઢી મૂકાવ્યો. એટલે તે જંગલમાં ભટકવા લાગ્યો. છેવટે કરોળીઆ અને મુખપાકના રોગની વેદના વડે મૃત્યુ પામી છઠ્ઠી નરકે જઇ, ત્યાંથી તે કાલ નામે તારો પુત્ર થયો છે. આ ચોથો પુત્ર મહાકાલ પૂર્વભવે એક બ્રાહ્મણનો પુત્ર હતો. નિત્ય ભિક્ષા માંગીને આજીવિકા કરતો હોવાથી તે હંમેશા દુઃખી હતો. એક વખત કોઈ જિનપૂજકના ઘરમાં તે ચાકર થઇને રહ્યો અને એક સમયે લાગ જોઇ શ્રી જિનેશ્વર ભગવંતનાં આભૂષણો ચોરીને કોઇ ઠેકાણે ચાલ્યો ગયો. તેવા નિંદ્ય વ્યવસાયથી ધનને પ્રાપ્ત કરવામાં તેનું ચિત્ત લુબ્ધ થઇ ગયું હતું. તેથી બીજી વખત વળી તે અધમ બ્રાહ્મણે મુનિનાં ઉપકરણો શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૭
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy