________________
તમે સાંભળો ! આ દ્રહના પ્રભાવશાલી જલનાં સ્પર્શથી શાંતન રાજાના પુત્રો સુખ પામ્યા હતા. તેથી કથા આ પ્રમાણે છે.
શાંતન રાજાની કથા ભરતક્ષેત્ર. શ્રીપુર નામે નગર. શાંતન નામનો રાજા. સુશીલા રાણી.
એક વખતે સુશીલાએ સ્વપ્નમાં ધૂસરવર્ણી ધૂમકેતુ જોયો. તે સ્વપ્નની વાત પોતાના પ્રિયપતિ શાંતનને કહી. અનુક્રમે તે સ્વપ્નને અનુરૂપ એવો શ્યામવર્ણવાળો પુત્ર થયો. તે પુત્રનો જન્મ થતાં જ રાજયલક્ષ્મીઓનું મુખ્ય અંગ – હાથીઓનું સૈન્ય ક્ષય પામી ગયું. પુનઃ દુઃસ્વપ્નને અનુસાર તેને બીજો પુત્ર થયો. તેની ગર્લોત્પત્તિથી જ અશ્વસેનાનો ક્ષય થઈ ગયો. તેવી રીતે ત્રીજો પુત્ર થતાં તે રાજાની સર્વ સંપત્તિનો નાશ થઈ ગયો. ચોથા પુત્રની વાત સાંભળતાં જ તેના શત્રુઓએ અપાર સૈન્યથી શ્રીપુરનગરને ઘેરી લીધું. તે વખતે ક્ષીણ થયેલો શાંતન રાજા રાણી સુશીલા અને પુત્રોને લઇ કોઇ સ્થાને નાસી ગયો. નીલ, મહાનલ, કાલ અને મહાકાલ એવા નામનાં તે ચારે પુત્રો સાતે વ્યસનોમાં ચકચૂર થયા.
સાત વ્યસન
અન્ય વ્યસનોનું મૂળ જુગાર છે. જુગારમાંથી સઘળા વ્યસનો ઉત્પન્ન થાય છે. માટે બંને લોકનું અહિત કરનારા જુગારના વ્યસનને વિવેકી આત્માઓએ છોડી દેવું. ઘૂતથી ધન, યશ, ધર્મ, બંધુવર્ગ અને કુલનો ક્ષય થાય છે. તેમ જ દુઃખો આપનારી તિર્યંચ અને નરકગતિની પ્રાપ્તિ થાય છે.
જે નરકમાં જવા ઇચ્છતો હોય, “સ” એટલે તે પ્રાણી, “માં” એટલે મને ભજો . એ પ્રમાણે “માં” શબ્દ પોતાના નામથી જ પોતાનો અર્થ કહે છે. તે માંસનો દૂરથી જ ત્યાગ કરવો. જે માનવ જીભના રસથી સદા માંસભક્ષણ કરે છે, તે શિયાળ, કૂતરા અને પિશાચ જેવા માંસભક્ષણના પાપથી નરકગામી બને છે.
મતિ, શાંતિ તથા યશને હરનારું મધ નામનું વ્યસન અનર્થોનું મૂળ છે અને માતા કે પત્નીનું ભાન પણ ભુલાવનારું છે.
બંને લોકનો વિઘાત કરનાર પરસ્ત્રીની પ્રીતિ ત્યાગ કરવા યોગ્ય છે. નિરંતર પાપને વશ રહેનારી વેશ્યા તો જરાપણ પ્રીતિ કરવા યોગ્ય નથી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૫