________________
છો, તેથી તમે મારા અનુજબંધુતુલ્ય સર્વથા પૂજનીય છો. તમે કરેલી જિનપૂજાને લોકો પણ અનુસરશે. તેથી વિશેષ પ્રકારે મારી કરેલી જિનપૂજાને તમે અનુસરો.
આ રીતે ઇન્દ્રે કહેવાથી ભરતનરેશ્વરે પોતાની સંમતિ દર્શાવી. ત્યારબાદ દેવોની સાથે ઇન્દ્રે વિવિધ પુષ્પાદિ વડે વિધિપૂર્વક જિનેશ્વર દેવની પૂજા કરી, ક્ષીરસાગરમાંથી તત્કાળ કલશોમાં જલ ભરી લાવી, હર્ષપૂર્વક તે જલથી પ્રભુનો અભિષેક કર્યો અને સત્પાત્રોમાં દાન આપ્યું. ત્યારથી અદ્યાપિ લોકોમાં ઇન્દ્ર મહોત્સવ પ્રવર્તે છે. મહાન પુરુષો જેમ પ્રવર્તે છે, તેમ લોકો પણ તેને અનુસરે છે. ત્યારબાદ ઇન્દ્રની આજ્ઞાથી અપ્સરાઓએ અને ગંધર્વદેવોએ પ્રભુ પાસે સંગીત કર્યું. ખરેખર ! ગીત ત્રૈલોક્યને વશ કરે છે, સર્વજનને આનંદ પમાડે છે. આથી જો જિનપૂજામાં ભાવપૂર્વક ગીત થયું હોય તો તે સર્વ પાપને હરે છે. ત્યારબાદ ભરતેશ્વરે તે તીર્થમાં શુદ્ધ, અન્ન, વસ્ત્ર અને પાનાદિકથી અનેક સંયમી મુનિવરોની ભક્તિ કરી. સુવર્ણ, રૂપ્ય, રત્ન, જલ, અન્ન અને વસ્ત્રાદિકનાં દાન કરી યાચકોનું દારિદ્રય દૂર કર્યું અને શ્રી શત્રુંજય તીર્થની પૂજા માટે ભરતનરેશ્વરે સમગ્ર સુરાષ્ટ્ર દેશ અર્પણ કર્યો. ત્યારથી તે દેશ ‘દેવ દેશ’ નામથી વિખ્યાત થયો.
એક વખત ભરતનરેશ્વર અને શક્રેન્દ્ર પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે વિમલગિરિનાં બંને શિખરોની મધ્યમાં રહેલી પવિત્ર નદીને જોઇ ભરતનરેશ્વરે શક્રેન્દ્રને પૂછ્યું કે, આ કઇ નદી છે ?’ ઇન્દ્રે કહ્યું : ‘આ શત્રુંજયા નામે નદી છે અને શત્રુંજય ગિરિરાજના આશ્રયથી લોકમાં આ નદી ગંગાથી પણ અધિક ફલ આપનારી છે. પૂર્વે ગઇ ચોવીશીમાં ‘કેવલજ્ઞાની' નામે પ્રથમ તીર્થંકર થઇ ગયા. તેમનો સ્નાત્ર મહોત્સવ કરવા માટે ઇશાનપતિએ ગંગા નદી પ્રગટ કરી હતી. તે વૈતાઢ્ય પર્વતથી માંડીને આ પૃથ્વીની અંદર ગુપ્તરૂપે વહેતી હતી. પછી કેટલોક કાલ બાદ તે નદી શત્રુંજયગિરિની પાસે પ્રગટ થવાથી તે શત્રુંજયાના નામે પ્રસિદ્ધ થયેલ છે. જેના જલસ્પર્શથી કાંતિ, કીર્તિ, લક્ષ્મી, બુદ્ધિ, ધૃતિ, પુષ્ટિ તેમજ સમાધિ પ્રાપ્ત થાય છે. અનેક સિદ્ધિઓ વશ થાય છે. હંસ, સારસ અને ચક્રવાક વગેરે જે પક્ષીઓ તેનાં જલનો સ્પર્શ કરે છે, તે પક્ષીઓનાં પાપ પણ દૂર થાય છે. આ સરિતાની માટી શરીર ઉપર લગાડવાથી શરીરના રોગો દૂર થાય છે અને કાદંબ જાતની ઔષધિ સાથે અગ્નિમાં ધમવાથી તે માટી સુવર્ણરૂપ થઇ જાય છે. જે આ પવિત્ર નદીના તીરના વૃક્ષોનાં ફળ જ માત્ર વાપરે છે અને છ માસ સુધી આ જ નદીનું જલ પીએ, તે લોકોના વાત, પિત્ત અને કુષ્ટાદિક રોગો નાશ પામે છે. તેના જળમાં સ્નાન કરવાથી પાપ ચાલ્યા જાય છે. આ નદીના માહાત્મ્યને અંગે હું કહું છું તે કથા શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર - ૧૦૪