________________
११४६
अत्थकिरियापसाहणखमं च वत्थुत्तणं समुव्वहइ । पढमसमप्पसूए य तयंपि नो विज्जइ पयत्थे ।।३।।
जइ पारंभे च्चिय तं कडंति एवं च सेससमएसु । करणे कडस्स आवडइ उब्भडा नूणमणवत्था ||४||
ता जुत्तिसंगयमिमं कडमेव कडं पवुच्चए पयडं । किरियानिट्ठासमयाण होइ एवं च न विरोहो ।।५।।
श्रीमहावीरचरित्रम्
इय पडिवज्जह समणा! पक्खमिमं सयलदोसपरिहीणं । वुत्तंति नेय गिज्झइ कुसलेहिं किंतु जुत्तंति ।।६।।
अर्थक्रियाप्रसाधनक्षमं च वस्तुत्वं समुद्वहति । प्रथमसमयप्रसूते च तस्मिन् नो विद्यते पदार्थाः ।।३।।
यदि प्रारम्भे एव तत् कृतमिति एवं च शेषसमयेषु । करणे कृतस्य आपतति उद्भटा नूनम् अनवस्था ||४||
ततः युक्तिसङ्गतम् इदं कृतमेव कृतम् प्रोच्यते प्रकटम् । क्रिया-निष्ठासमयानां भवति एवं च न विरोधः ||५||
अयं प्रतिपद्यध्वम् श्रमणाः ! पक्षमिदं सकलदोषपरिहीणम् । उक्तमिति नैव गृह्यते कुशलैः किन्तु युक्तमिति ||६||
વળી અર્થક્રિયા સાધવામાં જે સમર્થ હોય તે જ વસ્તુપણાને પામે છે; (જેમ પાણી લાવવારૂપ અર્થક્રિયા સાધવામાં સંપૂર્ણ થયેલો ઘડો જ સમર્થ છે તેથી તે સંપૂર્ણ થયેલો ઘડો જ વસ્તુ કહેવાય છે.) પરંતુ પ્રથમ સમયમાં જ ઉત્પન્ન થયેલા પદાર્થમાં વસ્તુપણું જોવામાં આવતું નથી, (૩)
તેમ છતાં પણ જો કદાચ પ્રારંભે જ તે વસ્તુ કરી એમ માનીએ તો બાકીના સમયોમાં કરેલી વસ્તુની જ કરવામાં પ્રગટ રીતે અનવસ્થા દોષ આવે છે. (એટલે કે વસ્તુ કર્યા પછી પણ જો તે જ વસ્તુ બીજા સમયોમાં કરાતી હોય તો ક્યારે તે વસ્તુ કરતા અટકવાનું? તેનો પાર જ આવશે નહીં એ અનવસ્થા દોષ કહેવાય છે.) (૪)
તેથી કરીને જે કર્યું તે જ કર્યું એમ જે પ્રગટ કહેવું તે જ યુક્તિયુક્ત છે, અને એમ કહેવાથી (માનવાથી) ક્રિયાના આરંભ અને સમાપ્તિના સમયોનો વિરોધ આવતો નથી. (૫)
તેથી કરીને હે સાધુઓ! આ સમગ્ર દોષે કરીને રહિત એવો આ પક્ષ જ તમે અંગીકાર કરો; પરંતુ ભગવાને આમ કહ્યું છે એમ કહીને જ કુશળ પુરુષોએ ગ્રહણ કરવું ન જોઇએ. જે યુક્તિયુક્ત હોય તે જ ગ્રહણ કરવું भेहजे. (५)