________________
११४४
श्रीमहावीरचरित्रम् ___ अह अन्नया कयाई जमाली भयवंतं महावीरजिणवरं वंदित्ता विन्नविउमारद्धो-'भयवं! वंछामि अहं तुब्भेहिं अब्भणुन्नाओ समाणो अनिययविहारेहिं पंचहिं समणसएहिं सद्धिं विहरिउंति। सामीवि विमलकेवलालोयावलोइयसयलजियलोयभूय-भावि-वट्टमाणकालकलावलंबिसुहासुहपरिणामविसेसो भाविरमणत्थं मुणिऊण जमालिस्स पुणो पुणो भणमाणस्सवि मोणमवलंबिऊण जाविउं पवत्तो। जमालीऽवि अप्पडिसिद्धमणुमयंति कलिऊण पंचहिं समणसएहिं सहिओ तवस्सिणीसहस्सपरिवुडाए पियदंसणाए समणुगओ अपुव्वापुव्वगामनगरागराइसु भमिउमारद्धो । अन्नया य गामाणुगामेण विहरमाणो समागओ सावत्थिं नयरिं, ठिओ य कुट्ठगाभिहाणम्मि उज्जाणे । तत्थ य ठियस्स विरसेहिं लुक्खेहिं सीयलेहिं तुच्छेहि असुंदरेहिं कालाइक्कंतेहिं पाणभोयणेहिं दुरहियासो पयंडो सरीरंमि पित्तजरो पाउब्भूओ। तेण य अच्चंतं अभिहओ समाणो भणइ-'अहो समणा! मम निमित्तं संथारयं संथारेह।' ते ___ अथ अन्यदा कदाचिद् जमालिः भगवन्तं महावीरजिनवरं वन्दित्वा विज्ञप्तुमारब्धवान् ‘भगवन् वाञ्छाम्यहं युष्माभिः अभ्यनुज्ञातः सन् अनियतविहारैः पञ्चभिः श्रमणशतैः सह विहर्तुम् । स्वामी अपि विमलके वलाऽऽलोकाऽवलोकितसकलजीवलोकभूत-भावि-वर्तमानकालक लापाऽवलम्बिशुभाशुभपरिणामविशेषः भाव्यनर्थं विज्ञाय जमालेः पुनः पुनः भणतः अपि मौनमवलम्ब्य यापयितुं प्रवृत्तवान् । जमालिः अपि 'अप्रतिषिद्धमनुमतम् । इति कलयित्वा पञ्चभिः श्रमणशतैः सहितः तपस्विनीसहस्रपरिवृतया प्रियदर्शनया समनुगतः अपूर्वाऽपूर्वग्राम-नगराऽऽकरादिषु भ्रमितुमारब्धवान् । अन्यदा च ग्रामानुग्रामेण विहरमाणः समागतः श्रावस्ती नगरीम्, स्थितश्च कोष्टकाऽभिधाने उद्याने। तत्र च स्थितस्य विरसैः, रुक्षैः, शीतलैः, तुच्छैः, असुन्दरैः, कालातिक्रान्तैः पानभोजनैः दुरध्यासः प्रचण्ड शरीरे पित्तज्वरः प्रादुर्भूतः । तेन चाऽत्यन्तं अभिहतः सन् भणति 'अहो श्रमणाः! मम निमित्तं संस्तारकं
હવે એકદા કદાચિત્ જમાલિએ ભગવાન મહાવીર જિનેશ્વરને વંદના કરી વિનંતિ કરી કે - “હે ભગવન! હું આપની આજ્ઞા પામીને પાંચસો સાધુઓ સહિત અનિયત ઉગ્ર) વિહારવડે વિચરવાને ઇચ્છું છું. તે વખતે નિર્મળ કેવળજ્ઞાનવડે સમગ્ર જીવલોકના ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના સમૂહને આશ્રય કરનારા, શુભાશુભ પરિણામના વિશેષને જોનારા ભગવાન પણ ભાવી અનર્થને જાણીને જમાલિએ વારંવાર કહ્યાં છતાં પણ મૌનનું અવલંબન કરીને જ વિચરવા લાગ્યા. ત્યારે “નિષેધ ન કરેલું તે અનુમતિવાળું હોય' એમ જાણીને જમાલિ પણ પાંચસો સાધુઓ સહિત તથા હજાર સાધ્વીઓથી પરિવરેલી પ્રિયદર્શનાએ અનુસરતો અપૂર્વ અપૂર્વ (નવા નવા) ગામ, નગર અને આકર વિગેરેમાં વિચારવા લાગ્યો. એકદા એક ગામથી બીજે ગામ વિચરતો તે શ્રાવસ્તિ નામની નગરીમાં આવ્યો. ત્યાં કોષ્ટક નામના ઉદ્યાનમાં તે રહ્યો. ત્યાં રહેલા તેને રસ રહિત, લુખા, શીતળ, તુચ્છ, અસુંદર (ખરાબ) અને કાળ વીતી ગયેલા પાન-ભોજનવડે શરીરમાં સહન ન થાય તેવો પ્રચંડ પિત્ત જવર પ્રગટ થયો. તેનાથી તે અત્યંત પરાભવ પામ્યો તેથી તે બોલ્યો કે - “હે સાધુઓ! તમે મારે માટે સંથારો પાથરો.' ત્યારે તેઓ તેનું