________________
अष्टमः प्रस्तावः
११४३
तरवभरियनहविवरो, पासायतलट्ठियपउरलोयनिवहेण संथुणिज्जंतो झडत्ति जमालिकुमारो तयणु पयट्टो जिणाभिमुहं ।
अह जमालिस्स भारिया पियदंसणा तहाविहवइयरमुवलब्भ जायभववेरग्गा पव्वज्जं पडिवज्जिउकामा तहेव पट्ठिया, कमेण य पत्ताइं ताइं जिणंतियं । तओ पंचरायसुयसयपरिवारो जमालिकुमारो पडिवन्नो जिणिददेसियं समणधम्मं, पियदंसणावि नरिंददुहियासहस्सेण परिवुडा पवड्ढमाणसंवेगा समणी जायत्ति ।
अह जमाली सामाइयमाइयाई एक्कारस अंगाई ससुत्ताइं सअत्थाइं अहिज्जइ, बहूहिं चउत्थ-छट्टट्ठमपमुहेहिं अणवरयं विचित्तेहिं तवोकम्मेहिं अप्पाणं भाविंतो भगवया सद्धिं पुरागराइसु विहरइ । पियदंसणावि चंदणाए पवत्तिणीए समं परियडइ।
अनुगम्यमानः, वाद्यमानाऽऽतोद्यसमुच्छलद्रवभृतनभविवरः, प्रासादतलस्थितपौरलोकनिवहेन संस्तुवन् झटिति मालिकुमारः तदनुप्रवृत्तः जिनाऽभिमुखम् ।
अथ जमालेः भार्या प्रियदर्शना तथाविधव्यतिकरमुपलभ्य जातभववैराग्या प्रव्रज्यां प्रतिपत्तुकामा तथैव प्रस्थिता, क्रमेण च प्राप्तौ तौ जिनाऽन्तिकम् । ततः पञ्चराजसुतशतपरिवारः जमालिकुमारः प्रतिपन्नः जिनेन्द्रदेशितं श्रमणधर्मम्, प्रियदर्शनाऽपि नरेन्द्रदुहितृसहस्रेण परिवृत्ता प्रवर्धमानसंवेगा श्रमणी जाता।
अथ जमालिः सामायिकमादिकानि एकादशाऽङ्गानि ससूत्राणि सार्थानि अध्यैति, बहूभिः चतुर्थषष्ठाष्टमप्रमुखैः अनवरतं विचित्रैः तपःकर्मभिः आत्मानं भावयन् भगवता सह पुराऽऽकरादिषु विहरति । प्रियदर्शना अपि चन्दनया प्रवर्तिन्या समं पर्यटति ।
ઉછળતા શબ્દવડે આકાશરૂપી વિવર ભરાઈ ગયું અને મહેલ ઉપર ૨હેલા પૌરજનોનો સમૂહ તેની સ્તુતિ કરતો હતો. આ રીતે તે જમાલિકુમાર જિનેશ્વરની સન્મુખ ચાલ્યો.
હવે જમાલિની ભાર્યા પ્રિયદર્શના આ વૃત્તાંતને સાંભળી, સંસાર પર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પ્રવ્રજ્યા ગ્રહણ ક૨વાની ઇચ્છાવાળી થઈને તે જ પ્રમાણે ચાલી. અનુક્રમે તેઓ જિનેશ્વરની પાસે પહોંચ્યા. ત્યારપછી પાંચ સો રાજકુમારો સહિત જમાલિકુમારે જિનેશ્વરે કહેલી પ્રવ્રજ્યા ગ્રહણ કરી, તથા હજાર રાજકન્યાઓ વડે પરિવરેલી અને વૃદ્ધિ પામતા સંવેગવાળી પ્રિયદર્શના પણ સાધ્વી થઈ.
ત્યારપછી જમાલિએ સામાયિકથી આરંભીને અગ્યાર અંગો સૂત્ર સહિત અને અર્થ સહિત અભ્યાસ કર્યો. તથા નિરંતર ચતુર્થભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિચિત્ર પ્રકારના તપકર્મવડે પોતાના આત્માને ભાવતો તે જમાલિ ભગવાનની સાથે નગર, આકર (ખાણ) વિગેરે સ્થળોમાં વિચરવા લાગ્યો. પ્રિયદર્શના પણ ચંદના પ્રવર્તિનીની સાથે વિચરવા લાગી.