________________
११४१
अष्टमः प्रस्तावः
घेत्तूण कुत्तियावणाओ रयहरणं पडिग्गहं च एगमेगलक्खेण आणेह, एगलक्खप्पयाणेण कासवगं च सद्दावेह। एवमाणत्ते निग्गया पुरिसा रयहरणं पडिग्गहं कासवगं च घेत्तूण पडिनियत्ता, सो य कासवो जमालिपियरं पणमिऊण एवं भणिउं पवत्तो- 'देव! संदिसह जं मए करणिज्जं।' तेण जंपियं- 'भद्द! जमालिस्स कुमारस्स परेणं जत्तेणं चउरंगुलवज्जे निक्खमणपाओग्गे अग्गकेसे कप्पेहि।' तओ सो कासवओ सुरभिगंधोदएण करचलणे पक्खालिऊण, अट्ठगुणाए पोत्तीए वयणं संजमिऊण जहुत्तेण विहिणा केसे कप्पिउमारद्धो । जणणीवि से अणवरयं कज्जलमलिणाइं अंसुयाइं मुयंती भुयगनिम्मोयनिम्मलेण उत्तरिज्जेण केसकलावं पडिच्छइ। तयणंतरं च सुरभिवारिणा पक्खालिऊण हरियंदसविलेवणपुप्फेहिं अच्चेइ, पंडुरवत्थंमि बंधिऊण रयणकरंडगंमि पक्खिवइ, सोगभरगग्गरगिरं च रुयमाणी एवं भणइ-'एत्तो मए मंदपुण्णाए जण्णेसु ऊसवेसु य वड्डीसु य इमेहिं पुत्तो जमाली
गृहीत्वा कृत्रिकाऽऽपणतः रजोहरणं प्रतिग्रहं च एकम् एकलक्षेण आनयत, एकलक्षप्रदानेन कर्षकं च शब्दापयत।' एवमाज्ञप्ते निर्गताः पुरुषाः रजोहरणं, प्रतिग्रहम्, कर्षकं च गृहीत्वा प्रतिनिवृत्ताः । सश्च कर्षकः जमालिपितरं प्रणम्य एवं भणितुं प्रवृत्तवान् 'देव! सन्दिश यद् मया करणीयम्।' तेन जल्पितं ‘भद्र! जमालेः कुमारस्य परेण यत्नेन चतुराङ्गुलवर्जान् निष्क्रमणप्रायोग्यान् अग्रकेशान् कर्तय।' ततः सः कर्षकः (=नापितः) सुरभिगन्धोदकेन करचरणे प्रक्षाल्य, अष्टगुणेन पोतेन (=वस्त्रेण) वदनं संयम्य यथोक्तेन विधिना केषान् कर्तितुम् आरब्धवान् । जननी अपि तस्य अनवरतं कज्जलमलिनानि अश्रूणि मुञ्चन्ती भुजङ्गनिर्मोकनिर्मलेन उत्तरीयेन केशकलापं प्रतीच्छति, तदनन्तरं च सुरभिवारिणा पक्षाल्य हरिचन्दनविलेपनपुष्पैः अर्चयति, पाण्डुरवस्त्रे बध्वा रत्नकरण्डके प्रक्षिपति, शोकभरगद्गद्गिरं च रुदन्ती एवं भणति ‘अतः परं मया मन्दपुण्यया यज्ञेषु, उत्सवेषु च वृद्धिषु च एभिः पुत्रः जमाली
પુરુષો! ખજાનામાંથી ત્રણ લાખ દ્રવ્ય લઇને કૃત્રિકાપણથકી એક એક લાખવડે ૨જોહરણ અને પાત્રા લાવો, અને એક લાખ દ્રવ્ય આપીને હજામને બોલાવો.' આ પ્રમાણે આશા અપાયેલા તે પુરુષો ત્યાંથી નીકળ્યા અને રજોહ૨ણ, પાત્રા તથા હજામને લઇને પાછા આવ્યા. તે હજામે જમાલિના પિતાને પ્રણામ કરી આ પ્રમાણે કહ્યું કે - ‘હે દેવ! મારે જે ક૨વાનું હોય તેની આજ્ઞા આપો.' ત્યારે તેણે કહ્યું કે - ‘હે ભદ્ર! જમાલિકુમારના મોટા યત્નથી ચાર આંગળ છોડીને દીક્ષાને યોગ્ય અગ્રકેશને તું કાપ.' ત્યારે તે હજામે સુગંધી જળવડે પોતાના હાથ-પગ ધોઇને, આઠ પડવાળા વસ્ત્રવડે મુખને બાંધીને યથોક્ત વિધિવડે તેના કેશ કાપ્યા. તે વખતે નિરંતર કાજળવડે મલિન થયેલા અશ્રુને મૂકતી તેની માતાએ પણ સર્પની કાંચળી જેવા નિર્મળ ઉત્તરીય વસ્ત્રવડે તે કેશનો સમૂહ ગ્રહણ કર્યો. ત્યારપછી તે કેશને સુગંધી જળવડે પખાલી, હરિચંદનના વિલેપન અને પુષ્પવડે તેની પૂજા કરી. પછી તેને એક ઉજ્જ્વળ વસ્ત્રમાં બાંધી રત્નના કરંડીયામાં (ડાભડામાં) મૂક્યા. પછી શોકના સમૂહથી ગદ્ગદ્ વાણીવડે રોતી રોતી બોલી કે - આજથી મંદ પુણ્યવાળી મારે પૂજામાં, ઉત્સવોમાં અને પર્વના દિવસોમાં આ કેશવડે જમાલિપુત્રને સ્મરણ ક૨વાનો