________________
११२८
श्रीमहावीरचरित्रम पवरे माणुस्सए कामभोगे पच्चणुब्भवमाणो, सिंगाडग-तिय-चउक्क-चच्चरेसु जिणगमणसवणहल्लफलियं परिचत्तवावारंतरं हलबोलाउलियदियंतरं जणसमूहं एगमग्गाणुलग्गं अवलोइऊण सविम्हयं नियपरियणमापुच्छइ-'अरे किमज्ज एत्थ नयरे इंदमहो वा खंदमहो वा मुगुंदमहो वा नागमहो वा जक्खमहो वा चेइयमहो वा? जं एस पुरजणो एवमेगाभिमुहो गच्छइ ।' परियणेण भणियं-'कुमार! नो अज्ज इंदखंदाईणं ऊसवविसेसो, किंतु भयवं महावीरो तुम्ह माउलगो समणसंघपरिवुडो बाहिं समोसढो, तस्स वंदणवडियाए एस जणो वच्चइ।' एवं च निसामिऊण हरिसवससमूस-सियरोमकूवो कयमज्जणविलेवणालंकारपरिग्गहो सकोरिंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं नाणाविहपहरणकरपुरिसपरिखित्तो पवररहनिसन्नो गओ समोसरणं, दूराओ च्चिय ओयरिओ रहाओ, परमायरेण वंदिओ जिणो। तओ अणिमिसाए दिट्ठीए सामिमुहमवलोयमाणो त्रिक-चतुष्क-चत्वरेषु जिनगमनश्रवणोत्सुकं परित्यक्तव्यापारन्तरं कलकलाऽऽकुलितदिगन्तरं जनसमूहम् एकमार्गाऽनुलग्नम् अवलोक्य सविस्मयं निजपरिजनम् आपृच्छति 'अरे! किमद्य अत्र नगरे ईन्द्रमहः वा, स्कन्दमहः वा, मुकुन्दमहः वा, नागमहः वा, यक्षमहः वा, चैत्यमहः वा? यदेषः पुरजनः एवम् एकाभिमुखं गच्छति।' परिजनेन भणितं 'कुमार! नो अद्य ईन्द्र-स्कन्दादीनाम् उत्सवविशेषः किन्तु भगवान् महावीरः तव मातुलकः श्रमणसङ्घपरिवृत्तः बहिः समवसृतः, तस्य वन्दनप्रतिज्ञया एषः जनः व्रजति।' एवं च निःशम्य हर्षवशसमुच्छ्रितरोमकूपः कृतमज्जनविलेपनाऽलङ्कारपरिग्रहः सकोरिण्टमाल्यदाम्ना छत्रेण धार्यमाणेन नानाविधप्रहरणकरपुरुषपरिक्षिप्तः प्रवररथनिषण्णः गतः समवसरणम्, दूरतः एव अवतीर्णः रथतः, परमाऽऽदरेण वन्दितः जिनः। ततः अनिमेषदृष्ट्या ભોગવતો હતો અને પાંચ પ્રકારના ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગનો અનુભવ કરતો રહેલો હતો. તેણે આજે "શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વર(ચૌટા)માં જિનેશ્વરનું આગમન સાંભળવાથી વ્યાકુળ થયેલા, બીજા સર્વ વ્યાપારનો ત્યાગ કરનારા અને કોલાહલવડે દિશાઓને વ્યાપ્ત કરનારા લોકોના સમૂહો એક જ માર્ગમાં જતા જોઇને વિસ્મય સહિત તેણે પોતાના પરિવારને પૂછ્યું કે – “અરે! શું આજે આ નગરમાં ઇંદ્રનો મહોત્સવ છે? કે સ્કંદ(કાર્તિકસ્વામી)નો મહોત્સવ છે? કે મુકુંદ(વિષ્ણુ)નો મહોત્સવ છે? કે નાગનો મહોત્સવ છે? કે યક્ષનો મહોત્સવ છે? કે ચૈત્યનો મહોત્સવ છે? કે જેથી આ પૌરલોક આ પ્રમાણે એક જ દિશાની સન્મુખ જાય છે?' ત્યારે પરિવારે જવાબ આપ્યો કે - “હે કુમાર! આજે ઇંદ્ર કે સ્કંદ વિગેરે કોઇનો મહોત્સવ નથી, પરંતુ ભગવાન મહાવીરતમારા મામા-શ્રમણ સંઘથી પરિવરેલા અહીં બહાર પધાર્યા છે. તેમને વંદન કરવા માટે આ સર્વ લોકો જાય છે. આ પ્રમાણે સાંભળીને જમાલિના શરીરમાં હર્ષના વશથી રોમાંચ ખડા થયા. પછી સ્નાન, વિલેપન કરી, અલંકાર, વસ્ત્ર વિગેરે પહેરી, કોરિંટપુષ્પની માળાવાળા છત્રને મસ્તક પર ધારણ કરાતો, વિવિધ પ્રકારના શસ્ત્રોને હાથમાં ધારણ કરતા સેવક-પુરુષોથી પરિવરેલો ઉત્તમ, રથમાં આરૂઢ થયેલો તે સમવસરણમાં ગયો. ત્યાં દૂરથી જ તે રથ ઉપરથી નીચે ઉતર્યો. પ્રભુ પાસે જઇ, મોટા આદરથી જિનેશ્વરને વંદના કરી, પછી નિમેષ રહિત દૃષ્ટિવડે ૧. શીંગોડાના આકારવાળો માર્ગ. ૨. ત્રણ માર્ગ ભેળા થાય તેવો ભાગ. ૩. ચાર માર્ગ ભેળા થાય તેવો ચોક.