________________
१४५८
श्रीमहावीरचरित्रम् वहरंतो चिरं विहरिओ वसुंधराए। अह अग्गिभूइ-वाउभूई-वियत्त-मंडिय-मोरियपुत्ताकंपियायलभाइ-मेयज्ज-पहासनामेसु नवसु गणहरेसु सिद्धिं गएसु केत्तियंपि कालं भव्वसत्तपडिबोहणं काऊण अप्पणो मोक्खगमणकालं पच्चासन्नमुवलक्खिऊण भयवं वद्धमाणो गओ असेसदेसलद्धपसिद्धीए पावापुरीए | तहिं च नियभुयनिद्दलियपडिवक्खो हत्यिपालो नाम नरिंदो। तस्स अणेगखंभसयसमहिट्ठियाए विसिट्ठविचित्तचित्तकम्ममणहराए, पवरसालभंजियाभिरामदुवारतोरणाए, सव्वसत्तोवरोहरहियाए, महइमहालियाए सुंकसालाए नरिंदाणुन्नापुरस्सरं ठिओ चरिमवासारत्तंमि जयगुरू। कमेण पत्तंमि जयगुरू कत्तियस्स अमावसादिणे अप्पणो उवरि केवलालोयविग्घकारयं सिणेहं कुणंतं गोयमं भणइ-'भो देवाणुप्पिय! एत्थ पच्चासन्नगामे गंतूण देवसम्माभिहाणं माहणं पडिबोहेसुत्ति । 'जं सामी आदिसइत्ति जंपिऊण गओ गोयमो, कयं जहाइटुं, वुत्थो य तत्थ । अह तस्स चेव दिणस्स पच्छिमनिसाए चिरं विहृतवान् वसुन्धरायाम् । अथ अग्निभूति-वायुभूति-व्यक्त-मण्डित-मौर्यपुत्राऽकम्पिता-ऽचलभ्रातामेतार्य-प्रभासनामकेषु नवसु गणधरेषु सिद्धिं गतेषु कियन्तमपि कालं भव्यसत्त्वप्रतिबोधनं कृत्वा आत्मनः मोक्षगमनकालं प्रत्यासन्नमुपलक्ष्य भगवान् वर्धमानः गतः अशेषदेशलब्धप्रसिद्ध्यां पापापुर्याम् । तत्र च निजभुजनिर्दलितप्रतिपक्षः हस्तिपालः नामकः नरेन्द्रः । तस्य अनेक स्तम्भशत-समधिष्ठितायाम्, विशिष्टविचित्रचित्रकर्ममनोहरायाम्, प्रवरशालभञ्जिकाऽभिरामद्वारतोरणायाम्, सर्वसत्त्वोपरोधरहितायाम्, महतीमहालयायां शुल्कशालायां नरेन्द्राऽनुज्ञापुरस्सरं स्थितः चरमवर्षारात्रौ जगद्गुरुः । क्रमेण प्राप्ते जगद्गुरुः कार्तिकस्याऽमावस्यादिने आत्मनः उपरि केवलालोकविघ्नकारकं स्नेहं कुर्वन् गौतम भणति 'भोः देवानुप्रिय! अत्र प्रत्यासन्नग्रामे गत्वा देवशर्माभिधानं ब्राह्मणं प्रतिबोधय।' यत्स्वामिन् आदिशति' इति जल्पित्वा गतः गौतमः, कृतं यथाऽऽदिष्टम्, उषितश्च तत्र। अथ तस्यैव दिनस्य
અંધકારના સમૂહનો નાશ કરતા ભગવાન ચિરકાળ સુધી પૃથ્વી પર વિચર્યા. હવે અગ્નિભૂતિ ૧, વાયુભૂતિ ૨, વ્યક્ત ૩, મંડિત ૪, મૌર્યપુત્ર ૫, અંકપિત ૩, અચલભ્રાતા ૭, મેતાર્ય ૮ અને પ્રભાસ ૯-આ નામના નવ ગણધરો સિદ્ધિપદ પામ્યા; પછી કેટલોક કાળ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરી પોતાના મોક્ષગમનનો (નિર્વાણનો) કાળ સમીપે આવ્યો જાણી ભગવાન વર્ધમાનસ્વામી સમગ્ર દેશોમાં પ્રસિદ્ધિને પામેલી પાવાપુરીમાં ગયા, ત્યાં પોતાના બાહુબળવડે શત્રુઓને દળી નાખનાર હસ્તિપાળ નામે રાજા હતો, તેની અતિ મોટી શુલ્કશાળામાં રાજાની અનુજ્ઞા લેવા પૂર્વક જગદ્ગુરુ છેલ્લું ચાતુર્માસ રહ્યા. તે શાળામાં અનેક સેંકડો સ્તંભો રહેલા હતા, વિવિધ પ્રકારના શ્રેષ્ઠ ચિત્રકર્મવડે તે મનોહર દેખાતી હતી, કારના તોરણને વિષે શ્રેષ્ઠ પુતળીઓવડે તે મનોહર હતી, તથા સર્વ જાતિના પ્રાણીઓના ઉપરોધ (ઉપદ્રવ) રહિત હતી. અનુક્રમે કાર્તિક (આશ્વિન) માસની અમાવાસ્યાનો દિવસ પ્રાપ્ત થયો ત્યારે જગદ્ગુરુએ પોતાની ઉપર કેવળજ્ઞાનનું વિઘ્ન કરનાર સ્નેહને ધારણ કરનાર ગૌતમ ગણધરને કહ્યું કે - “હે દેવાનુપ્રિય! અહીં પાસેના ગામમાં જઇને દેવશર્મા નામના બ્રાહ્મણને તમે પ્રતિબોધ કરો.' તે સાંભળી જેવી સ્વામીની આજ્ઞા.' એમ કહી ગૌતમસ્વામી ત્યાં ગયા, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્યું. પછી ત્યાં જ રહ્યા.