________________
११०४
अणुहवइ रज्जननुव्व सव्वया नरय - तिरियठाणेसु । किब्बिसदेव-नरेसु य दुखाइं परमत्तिक्खा ||२||
मोक्खो पुण निम्मलनाणचरणसद्धाणपरमहेऊहिं। कम्माण जो विओगो सो नेओ सिवसुहप्फलओ ।।३।।
नणु कहमणाइनियकम्मजोग्गओ तेसि होज्ज उ पित्तं । भण्णइ जह जलणेणं कंचणउवलाण अन्नोऽन्नं ।।४।।
एवं जियकम्माणवि विसिट्ठनाणाइकारणेहिंतो । होइ विवेगो तत्तो मोक्खो सिद्धो सयं चेव ।।५।। एवं च पलीणंमि संसयतमंमि नमिऊण जयगुरुणो चलणुप्पलं अद्धुट्ठसिस्ससयपरिवारो मंडिओ अणगारमग्गमणुलग्गोत्ति ६ ।। अनुभवति राज्यनष्टः इव सर्वदा नरक - तियक्स्थानेषु । किल्बिषिकदेव-नरेषु च दुःखानि परमतीक्ष्णानि ।।२।।
मोक्षः पुनः निर्मलज्ञान-दर्शनश्रद्धानपरमहेतुभिः। कर्मणां यः विवेकः सः ज्ञेयः शिवसुखफलदः ।।३।।
ननु कथम् अनादिनिजकर्मयोगतः तेषां भवेत्तु पृथक्त्वम् । भण्यते यथा ज्वलनेन कञ्चनोपलानां अन्योन्यम् ||४||
श्रीमहावीरचरित्रम्
एवं जीवकर्मणामपि विशिष्टज्ञानादिकारणैः । भवति विवेकः ततः मोक्षः सिद्धः स्वयमेव ||५||
एवं च प्रलीने संशयतमसि नत्वा जगद्गुरोः चरणोत्पलं सार्धत्रयशिष्यशतपरिवारः मण्डितः अणगारमार्गम् अनुलग्नः ।।६।।
તેથી કરીને તે જીવ રાજ્યભ્રષ્ટની જેમ સર્વદા નરક અને તિર્યંચના સ્થાનોમાં તથા કિલ્બિષિક દેવ અને મનુષ્યના ભવમાં અત્યંત તીક્ષ્ણ દુ:ખોને અનુભવે છે. (૨)
વળી નિર્મળ જ્ઞાન, ચારિત્ર અને શ્રદ્ધા(સમ્યક્ત્વ)રૂપ મોટા હેતુઓવડે જે કર્મનો વિયોગ થવો, તે શિવસુખના ફળને આપનાર મોક્ષ જાણવો. (૩)
અહીં કોઇ શંકા કરે કે-‘જીવ અને કર્મને અનાદિ કાળનો સંબંધ છે તેથી તેમનું જુદાપણું શી રીતે થાય?' તેનો જવાબ આપે છે કે જેમ સુવર્ણ અને માટીને પરસ્પર અનાદિ કાળનો સંયોગ છે તે જેમ અગ્નિવડે જુદો પડે છે તેમ અહીં પણ જીવ અને કર્મનો વિશિષ્ટ જ્ઞાનાદિક કારણથી વિયોગ થઇ શકે છે તેથી મોક્ષ પોતાની મેળે જ સિદ્ધ થાય છે.” (૪૫) આ પ્રમાણે સંશયરૂપી અંધકાર નાશ પામવાથી જગદ્ગુરુના ચરણકમળને નમીને સાડાત્રણ સો શિષ્યના પરિવાર સહિત મંડિકે સાધુમાર્ગ અંગીકાર કર્યો. (૬)