________________
श्रीमहावीरचरित्रम्
१४२२
सो गओ तव्वंदणत्थं, सविणयं पणमिऊण निसन्नो गुरुचलणंतिए, सुया धम्मदेसणा, तहाविहकम्मक्खओवसमेण जाओ से देसविरइपरिणामो, पडिवन्नो य सूरिसमीवे दुवालसरूवो सावगधम्मो। अन्नया य अट्ठमीए कओ अणेण पोसहोववासो, इओ य कप्पसमत्तीए विहरिया सूरिणो । सो य पारणगदिवसे पोसहं पाराविऊण उचियसमए अतिहिसंविभागं काउमणो पट्ठिओ य साहुसमीवे । गेहाओ नीहरंतो य भणिओ जणणीए - 'वच्छ ! कहिं वच्चसि ?, भुंजेसु ताव सिद्धं वट्टइ।' साहुरक्खिएण भणियं - 'अम्मो ! अतिहिसंविभागवयं पडिवज्जिय कहं गुरुणो असंविभाइय सयं भुंजामि ? ता वाहरामि ताव साहुणो ।' तीए भणियं - 'पुत्त ! विहरिया अन्नत्थ भयवंतो किं न याणसि तुमं ? । एवं तीए कहिए गहिओ सो रणरणएण, समाहओ सोगेणं, पारद्धो अरईए, नियत्तिऊण य पडिओ मंचिए, चिंतिउमाढत्तो य -
समं सः गतः तद्वन्दनार्थम्, सविनयं प्रणम्य निषण्णः गुरुचरणान्तिकम्, श्रुता धर्मदेशना, तथाविधकर्मक्षयोपशमेन जातः तस्य देशविरतिः परिणामः प्रतिपन्नश्च सूरिसमीपं द्वादशरूपः श्रावकधर्मः। अन्यदा च अष्टम्यां कृतः अनेन पौषधोपवासः, इतश्च कल्पसमाप्त्या विहृतः सूरयः। सश्च पारणकदिवसे पौषधं पारयित्वा उचितसमये अतिथिसंविभागं कर्तुमनाः प्रस्थितश्च साधुसमीपम् । गृहाद् निहरन् च भणितः जनन्या 'वत्स! कुत्र व्रजसि ? भुञ्क्ष्व तावत् सिद्धं वर्तते ।' साधुरक्षितेन भणितं 'अम्बे! अतिथिसंविभागव्रतं प्रतिपद्य कथं गुरुं असंविभाज्य स्वयं भुञ्जामि ? ततः व्याहरामि तावत् साधून् ।' तया भणितं 'पुत्र ! विहृताः अन्यत्र भगवन्तः किं न जानासि त्वम्?।' एवं तया कथिते गृहीतः सः रणरणकेन, समाहतः शोकेन, पीडितः अरत्या, निवर्त्त्य च पतितः मञ्चायाम्, चिन्तयितुम् आरब्धवान् च
પ્રણામ કરીને તે ગુરુના ચરણની પાસે બેઠો. તેમની પાસે ધર્મદેશના સાંભળી તેથી તથાપ્રકારના કર્મના ક્ષયોપશમે કરીને તેને દેશવરતિનો પરિણામ થયો તેથી તેણે સૂરિની સમીપે બાર પ્રકારનો શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. એકદા અષ્ટમીને દિવસે તેણે પૌષધ ઉપવાસ કર્યો. એટલામાં માસકલ્પ પૂરો થવાથી સૂરિમહારાજે ત્યાંથી વિહાર કર્યો. પછી પારણાને દિવસે પૌષધ પારીને ઉચિત સમયે (ભોજનસમયે) અતિથિસંવિભાગ ક૨વાની ઇચ્છાથી તે સાધુની સમીપે જવા ચાલ્યો. ઘરની બહાર નીકળતાં જ તેની માતાએ તેને કહ્યું કે-‘હે વત્સ! તું ક્યાં જાય છે? પ્રથમ ભોજન કરી લે. રસોઇ તૈયાર છે.' સાધુરક્ષિત બોલ્યો-‘હે માતા! અતિથિસંવિભાગ વ્રતને ગ્રહણ કરીને કેમ હું ગુરુનો સંવિભાગ કર્યા વિના (વહોરાવ્યા વિના) પોતે જ ભોજન કરું? તેથી પ્રથમ હું સાધુઓને બોલાવી લાવું.' ત્યારે તેણીએ કહ્યું-‘હે પુત્ર! પૂજ્ય સાધુઓએ અન્યત્ર વિહાર કર્યો છે તે શું તું નથી જાણતો?' આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તે રણરણ શબ્દવડે ગ્રહણ કરાયો, શોકથી હણાયો અને અરતિને પામ્યો. પાછો વળીને પલંગમાં પડ્યો અને આ પ્રમાણે વિચારવા લાગ્યો: