________________
अष्टमः प्रस्तावः
१०९९
ससहरमुहीहिं बिंबाहरीहिं पप्फुल्लकुवलयच्छीहिं। एगे विलसंति विलासिणीहिं सद्धिं सभवणेसु ।।२५।।
मक्कडमुहीहिं मिरियत्थणीहिं अइलंबमोट्टपोट्टाहिं ।
पच्चक्खरक्खसीहिं व अन्ने गिहिणीहिं सह ठंति ।।२६ ।। तुल्लंमिवि संबंधे समेऽवि कालाइयंमि एगस्स । संपज्जइ बहुलाभो मूलंपि पणस्सइ परस्स ।।२७।।
इय एवंविहकज्जाण कारणं कम्ममेव नायव्वं । निक्कारणाइं जायंति जेण न विचित्तकज्जाइं ।।२८।।
शशधरमुखीभिः बिम्बाऽधरीभिः प्रफुल्लकुवलयाऽक्षिभिः । एके विलसन्ति विलासिनीभिः सह स्वभवनेषु ।।२५।।
मर्कटमुखीभिः मिरिचस्तनीभिः अतिलम्बोष्ठपुटाभिः ।
प्रत्यक्षराक्षसीभिः इव अन्ये गृहिणीभिः सह वसन्ति ।।२६ ।। तुल्येऽपि सम्बन्धे समेऽपि कालादिके एकस्य । सम्पद्यते बहुलाभः मूलमपि प्रणश्यति परस्य ।।२७ ।।
इति एवंविधकार्याणां कारणं कर्म एव ज्ञातव्यम्। निष्कारणानि जायन्ते येन न विचित्रकार्याणि ।।२८ ।।
તથા કેટલાક પુરુષો ચંદ્ર જેવા મુખવાળી, બિબના ફળ જેવા ઓષ્ઠવાળી, વિકસ્વર કમળના જેવા નેત્રવાળી અને વિલાસવાળી સ્ત્રીઓની સાથે પોતાનાં ભવનમાં વિલાસ કરે છે. (૨૫)
અને બીજાં કેટલાક વાંદરાની જેવા મુખવાળી, મરચાં જેવા લાંબા સ્તનવાળી અને અત્યંત લાંબા ઓષ્ઠપુટવાળી જાણે પ્રત્યક્ષ રાક્ષસી હોય એવી સ્ત્રીઓની સાથે રહે છે. (૨૩)
વળી વ્યાપાર વિગેરેનો સંબંધ તુલ્ય છતાં અને કાલ વિગેરે સમાન છતાં એકને ઘણો લાભ પ્રાપ્ત થાય છે અને બીજાની મુડી પણ (મૂળ ધન પણ) નાશ પામે છે. (૨૭)
આ પ્રમાણે આવા પ્રકારનાં કાર્યોનું કારણ કર્મ જ જાણવું; કેમકે વિચિત્ર પ્રકારનાં કાર્યો કારણ વિના થતાં જ नथी.' (२८)