________________
अष्टमः प्रस्तावः
१३८३ इओ य कुसग्गपुरे नयरे अरिमद्दणो नाम राया, तस्स य पयईए च्चिय दया-दाखिन्नविवेय-सच्चविसिट्ठबुद्धिसंगओ सुमई नाम अमच्चो । तेण य राइणा कारावियं महंतं सरोवरं, आरोविओ पालीसु विचित्ततरुसमूहो, चउसुवि पासेसु कयाओ अणाहसालाओ, निरूवियाई अवारियसत्ताइं। तस्स य सरोवरस्स अच्चंतभरिअस्सवि विवरदोसेण कइवयदिणमेत्तेणवि सुसंतं सलिलमवलोइऊण विसन्नेण जंपियं रन्ना-'अहो निरत्थओ दव्वक्खओ जाओ'त्ति । परियणेण भणियं देव! मा संतप्पह, पूरिज्जउ एस सिलाईहिं विवरो, जइ पुण एवं कए न विप्पणस्सइ सलिलं ।' रायणा भणियं-'एवं कीरउ', तओ तक्खणं चेव कट्ठ-सिला-इट्टगाहिं पूरिओ सो विवरो, जाए य वरिसयाले निवडंतुद्दामसलिलधाराहिं भरियं सरोवरं, तं कहियं च नरेहिं नरवइणो।
इतश्च कुशाग्रपुरे नगरे अरिमर्दनः नामकः राजा। तस्य च प्रकृत्या एव दया-दाक्षिण्य-विवेकसत्यविशिष्टबुद्धिसङ्गतः सुमतिः नामकः अमात्यः। तेन च राज्ञा कारापितं महत् सरः, आरोपितः पालिषु विचित्रतरुसमूहः, चतुर्षु अपि पार्श्वेषु कृताः अनाथशालाः, निरूपितानि अवारितसत्त्वानि । तस्य च सरसः अत्यन्तभृतस्याऽपि विवरदोषेण कतिपयदिनमात्रेणाऽपि शुष्यत् सलिलम् अवलोक्य विषण्णेन जल्पितं राज्ञा 'अहो! निरर्थकः द्रव्यक्षयः जातः' इति। परिजनेन भणितं 'देव! मा संतप, पूर्यताम् एषः शिलादिभिः विवरः, यदि पुनः एवं कृते न विप्रणश्यति सलिलम्।' राज्ञा भणितं ‘एवं क्रियते।' ततः तत्क्षणमेव काष्ठ-शिलेष्टिकाभिः पूरितः सः विवरः। जाते च वर्षाकाले निपतदुद्दामसलिलधाराभिः भृतं सरः, तत् कथितं च नरैः नरपतिम्।
આ અવસરે કુશાગ્રપુર નામના નગરમાં અરિમર્દન નામે રાજા હતો. તેને સુમતિ નામનો મંત્રી હતો. તે સ્વભાવથી જ દયા, દાક્ષિણ્ય, સત્ય અને વિશિષ્ટ બુદ્ધિ સહિત હતો. હવે તે રાજાએ એક મોટું સરોવર કરાવ્યું. તેની પાળ ઉપર વિવિધ પ્રકારના વૃક્ષોનો સમૂહ આરોપણ કરાવ્યો. તેની ચારે પડખે (દિશાએ) અનાથ શાળાઓ કરાવી. તેમાં નિષેધ વિનાની દાનશાળાઓ (= અન્નક્ષેત્રો) કરાવી. તે સરોવર પાણીથી અત્યંત ભરેલું છતાં પણ તેમાંથી વિવર(છિદ્ર)ના દોષને લીધે કેટલાક દિવસમાં જ સૂકાઇ જતા પાણીને જોઇને ખેદ પામેલા રાજાએ કહ્યું કે
અહો! ધનનો વ્યય નિરર્થક થયો.' તે સાંભળી તેના પરિવારે કહ્યું- હે દેવ? તમે ખેદ ન કરો. આ વિવરને પથ્થર વિગેરે વડે પૂરાવી દો. એમ કરવાથી કદાચ પાણીનો વિનાશ નહીં થાય. રાજાએ કહ્યું-“એમ કરો. ત્યારપછી તત્કાળ તે વિવરને કાષ્ઠ, શિલા અને ઇંટોવડે પૂર્ણ કર્યું. પછી વર્ષાકાળ થયો ત્યારે મોટી જળની ધારા પડવાથી તે સરોવર ભરાઈ ગયું. તે વાત લોકોએ રાજાને કહી.