________________
१३८२
श्रीमहावीरचरित्रम् एसा, विगयजीविया य बाहिं पक्खित्ता कूवयाओ, कओ से सरीरस्स सक्कारो। ताणि य कोरिंटगजणणिजणगाईणि जणेण हीलिज्जमाणाणि गयाणि सग्गाम, भणिओ य तेहिं एसो'वच्छ! कोरिंटग तुह परिणयणनिमित्तं न सो कोऽवि उवाओ जो न कओ, केवलं तुह कम्मपरिणइवसेण सव्वो विहलत्तणं पत्तो, ता मा मुणिहिसि जहा अम्मापियरो ममं उवेहगाणित्ति । तेण भणियं-'पुवकयकम्ममेव एत्थ अवरज्झइ, का तुम्ह उवेहा?, जइ खुज्जओ दूरमूसवियबाहूवि फलं न पावइ ता किं कप्पतरुवरस्स वयणिज्जति?।' एवं च तेसिं परोप्परोल्लावेण जाया रयणी। अह तेसु निब्भरपसुत्तेसु परमं चित्तपरितावमुव्वहंतो कोरिंटगो नीहरिओ गेहाओ, पयट्टो तित्थदंसणत्थं, कमेण य दट्टण सयललोइयतित्थाई गहिया अणेण कावालियतवस्सिदिक्खा, मुणिओ तद्दरिसणाभिप्पाओ, सिक्खियाई भूमिलक्खणपमुहाइं विन्नाणाइं। प्रचुरसलिलत्वेन कूपस्य, अवश्यंभवितव्यतया विनाशस्य मृता एषा। विगतजीविता च बहिः प्रक्षिप्ताः कूपतः, कृतः तस्याः शरीरसत्कारः। तानि च कोरिण्टकजननी-जनकादीनि जनेन हील्यमानानि गतानि स्वग्रामम्। भणितश्च ताभ्यां एषः ‘वत्स! कोरिण्टक! तव परिणयननिमित्तं न सः कोऽपि उपायः यः न कृतः, केवलं तव कर्मपरिणतिवशेन सर्वः विकलत्वं प्राप्तः, ततः मा जानीहि यथा अम्बा-पितरौ मम उपेक्षको' इति। तेन भणितं 'पूर्वकृतकर्म एव अत्र अपराध्यते, का युवयोः उपेक्षा? यदि कुब्जकः दूरमुच्छ्रितबाहुः अपि फलं न प्राप्नोति तदा किं कल्पतरुवरस्य वचनीयम्?।' एवं च तेषां परस्परोल्लापेन जाता रजनी। अथ तयोः निर्भरप्रसुप्तयोः परमं चित्रपरितापमुद्वहन् कोरिण्टकः निहृतः गृहतः, प्रवृत्तः तीर्थदर्शनार्थम्, क्रमेण च दृष्ट्वा सकललौकिकतीर्थानि गृहीता अनेन कापालिकतपस्विदीक्षा, ज्ञातः तदर्शनाऽभिप्रायः, शिक्षितानि भूमिलक्षणप्रमुखाणि विज्ञानानि ।
તેટલામાં તો તે કૂવામાં ઘણું પાણી હોવાથી અને વિનાશની અવશ્ય ભવિતવ્યતા હોવાથી તે મરણ પામી. જીવિત રહિત થયેલી તેણીને કૂવામાંથી બહાર કાઢી, અને તેણીના શરીરનો અગ્નિ-સંસ્કાર કર્યો. પછી લોકો વડે નિંદા કરાતા તે કોરિટક અને તેના માતા-પિતા વિગેરે સર્વે પોતાને ગામ ગયા. પછી તેઓએ તેને કહ્યું કે-“હે પુત્ર કોવિંટક! તારા વિવાહને નિમિત્તે કોઇ પણ એવો ઉપાય નથી કે જે અમે ન કર્યો હોય. કેવળ તારા કર્મના પરિણામના વિશે કરીને તે સર્વ ઉપાય નિષ્ફળ થયા છે, તેથી તું એમ ન જાણીશ કે માતા-પિતાએ મારી ઉપેક્ષા કરી છે.' તે સાંભળીને તે બોલ્યો કે આ બાબતમાં મારું પૂર્વકૃત કર્મ જ અપરાધી છે. તેમાં તમારી ઉપેક્ષા શાની? જો કદાચ કુલ્ક મનુષ્ય ઘણા ઊંચા હાથ કરે તો પણ ફળને પામે નહીં, તો તેમાં ઉત્તમ કલ્પવૃક્ષનો શો અપરાધ?" આ પ્રમાણે તેઓ પરસ્પર વાતો કરતા હતા તેવામાં રાત્રિ થઈ. પછી તેઓ અત્યંત નિદ્રાવશ થયા ત્યારે મોટા ચિત્તસંતાપને પામેલો કોરિંટક પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો, તીર્થયાત્રાને માટે પ્રવર્યો. અનુક્રમે સમગ્ર લૌકિક તીર્થો જોઇને તેણે કાપાલિક તપસ્વીની દીક્ષા ગ્રહણ કરી. તેના શાસ્ત્રનો અભિપ્રાય જાણ્યો. પૃથ્વીનું લક્ષણ વિગેરે જાણવાની કળાઓ શીખ્યો.