________________
१३७६
श्रीमहावीरचरित्रम निग्गहट्ठाणं तुमं विसेसओ इयाणिं ममाऽऽणालोवपयट्टो, ता न भवसि संपयंति भणिऊण आणत्तो वज्झो, नीओ मसाणभूमीए, समारोविउमारद्धो सूलाए । एत्थंतरे तप्पएसोवगएण दिवो वाणमंतरेण, 'दढधम्मोत्ति जायाणुकंपेणं तेण सूलाठाणे कयं कणयसिंहासणं, तेहि य रायपुरिसेहिं पहओ खग्गपहारेहिं, देवप्पभावेण य पहारट्ठाणेसु समुट्ठियाणि गेवेयपमुहाणि आभरणाणि, निवेइयं च रन्नो। अह भयसंभंतमणो राया सयमेव परियणसमेओ तस्स सगासोवगओ कयंजलि भणिउमाढत्तो-'भो भो सद्धम्मपरेक्कचित्त! जं निन्निमित्तमवि मोहा एवंविहं अवत्थं उवणीओ तं खमसु मज्झ', एवं च सुचिरं पसाइऊण करेणुगाखंधे समारोहिऊण य महाविभूईए पवेसिओ नयरे पालओ, जहोचियं तंबोलाइणा संमाणिऊण पेसिओ सगिह, परितुट्ठो जेट्ठभाया, कयं वद्धावणयं । अवरवासरे य पालगेण भणियं-'हे भाय! सव्वन्नुधम्ममाहप्पमेयं ब्राह्मणत्वं परिहृत्य धर्मान्तरं कुर्वन् मूलतः एव निग्रहस्थानं त्वं विशेषतः इदानीं मदाऽऽज्ञालोपप्रवृत्तः, ततः न भवसि साम्प्रतम्' इति भणित्वा आज्ञप्तः वध्यः, नीतः स्मशानभूमौ, समारोपयितुमारब्धः शूलायाम्। अत्रान्तरे तत्प्रदेशोपागतेन दृष्टः वाणव्यन्तरेण, 'दृढधर्मः' इति जाताऽनुकम्पेन तेन शूलास्थाने कृतं कनकसिंहासनम् । तैश्च राजपुरुषैः प्रहतः खड्गप्रहारैः, देवप्रभावेन च प्रहारस्थानेषु समुत्थितानि गैवेयकप्रमुखानि आभरणानि, निवेदितं च राजानम्। अथ भयसम्भ्रान्तमनाः राजा स्वयमेव परिजनसमेतः तस्य सकाशमुपगतः कृताञ्जलिः भणितुमारब्धवान् ‘भोः भोः सद्धर्मपरैकचित्त! यद् निर्निमित्तमपि मोहाद् एवंविधाम् अवस्थाम् उपनीतः तत् क्षमस्व मम । एवं च सुचिरं प्रसाद्य करेणुकास्कन्धे समारोह्य च महाविभूत्या प्रवेशितः नगरे पालकः, यथोचितं ताम्बूलादिना सम्मान्य प्रेषितः स्वगृहम्, परितुष्टः ज्येष्ठभ्राता, कृतं वर्धापनकम् । अपरवासरे च पालकेन भणितं 'हे भ्रातः!
તેથી હવે તું નથી. આ પ્રમાણે કહીને તેનો વધ કરવાની આજ્ઞા કરી તેથી તે સ્મશાનભૂમિમાં લઇ જવાયો અને તેને શુળિકા ઉપર ચડાવ્યો. આ અવસરે તે સ્થાને આવેલા એક વાણવ્યંતરે તેને જોયો. “આ ધર્મમાં દઢ છે' એમ જાણી તે દેવને તેના પર અનુકંપા થઇ, તેથી તેણે શૂળિકાને સ્થાને સુવર્ણનું સિંહાસન કર્યું. ત્યારે રાજસેવકોએ તેને ખગના પ્રહારથી હણ્યો, તો પણ તે દેવના પ્રભાવથી પ્રહારને સ્થાને ગળાનો હાર વિગેરે આભૂષણો થઇ ગયા. તે વૃત્તાંત રાજાને જણાવ્યો. તે સાંભળી મનમાં ભયથી વ્યાકુળ થયેલો રાજા પોતે પરિવાર સહિત તેની પાસે આવી, બે હાથ જોડી કહેવા લાગ્યો :- “સદ્ધર્મમાં જ એકચિત્તવાળા હે પાલક! કારણ વિના જ મૂઢપણાથી મેં તને આવી અવસ્થા પમાડ્યો તે મારો અપરાધ તું ક્ષમા કર. આ પ્રમાણે ચિરકાળ સુધી તેને પ્રસન્ન કરીને હાથણીના સ્કંધ પર ચડાવીને મોટી વિભૂતિવડે તે પાલકને નગરમાં પ્રવેશ કરાવ્યો, અને યથાયોગ્યપણે તાંબૂલ વિગેરે વડે તેનું સન્માન કરી તેને તેના ઘેર મોકલ્યો. તે જોઇ તેનો મોટો ભાઇ તુષ્ટમાન થયો. તેણે તેનો વર્યાપન મહોત્સવ કર્યો. હવે એક દિવસ પાલકે કહ્યું કે - “હે ભાઇ! સર્વજ્ઞના ધર્મનું આ માહાસ્ય છે કે જેથી માત્ર વૃષભના મૂત્રથી જ તારો