________________
अष्टमः प्रस्तावः
१३७५
भणियं-‘देव! मए खरकम्माणं बलाहियत्ता-रक्खिगत्तपमुहाणं नियमो कओ।' राइणा भणियं'किं कारणं? ।' तेण कहियं - 'देव ! न जुत्तमेयं सावगाणं, जओ तत्थ निउत्तेहिं जणो पीडियव्वो, परच्छिद्दनिहालणं कायव्वं, नरिंदचित्तावज्जणपरेहिं सव्वप्पयारेण दव्वमुप्पायणिज्जं, तं च न जुत्तं पडिवन्नवयाणं' ति । रन्ना भणियं - 'दुट्ठाण सिक्खणे साहूण पालणे किमजुत्तं ? ।' पालयेण जंपियं-‘देव! को एवं मुणइ - एस दुट्ठो एसो साहुत्ति, जओ अवराहस्स कारीवि अत्तणो साहुत्तणमेव पगासेइ, न य अपडिवन्नदोसो विणासिउं पारियइ, कयाइ पिसुणोवणीओ साहूवि परिहम्मइ, तम्हा अइसयनाणसज्झं दुट्ठनिग्गहसिट्ठपालणं, अणइसइणा कीरंतं विवज्जासंपि जाएज्जा । एवं च भणिए पयंडसासणत्तणओ रुट्ठो राया भणिउमाढत्तो य'अरे बंभणाहम! वेय-पुराणपइट्ठियं बंभणत्तं परिहरिय धम्मंतरं कुणमाणो मूलाओ च्चिय
मया खरकर्मणां बलाधिपत्व-रक्षकत्वप्रमुखाणां नियमः कृतः । राज्ञा भणितं 'किं कारणम् ? ।' तेन कथितं 'देव! न युक्तमेतत् श्रावकाणाम्, यतः तत्र नियुक्तैः जनः पीडयितव्यः, परिच्छिद्रनिभालनं कर्तव्यम्, नरेन्द्रचित्ताऽऽवर्जनपरैः सर्वप्रकारेण द्रव्यमुत्पादनीयम्, तच्च न युक्तं प्रतिपन्नव्रतानाम्' इति । राज्ञा भणितं 'दुष्टानां शिक्षणे, साधूनां पालने किमयुक्तम् ? ।' पालकेन जल्पितम् 'देव! कः एवं जानाति - एषः दुष्टः एषः साधुः इति यतः अपराधस्य कारी अपि आत्मनः साधुत्वमेव प्रकाशयति, न च अप्रतिपन्नदोषः विनाशयितुं पार्यते, कदाचित् पिशुनोपनीतः साधुरपि परिहन्यते । तस्माद् अतिशयज्ञानसाध्यं दुष्टनिग्रह - शिष्टपालनम्, अनतिशायिना क्रियमाणे विपर्यासमपि जायेत । एवं च भणिते प्रचण्डशासनत्वाद् रुष्टः राजा भणितुमारब्धवान् च 'अरे! ब्राह्मणाऽधम ! वेद-पुराणप्रतिष्ठितं
સૈન્યનું અધિપતિપણું અને કોટવાળપણું વિગેરે સર્વ ખરકર્મનો મેં નિયમ કર્યો છે.' રાજાએ કહ્યું-‘તેનું શું કારણ?' તેણે કહ્યું-‘હે દેવ! શ્રાવકોને તેવો અધિકાર યોગ્ય નથી, કેમકે તેવા અધિકારમાં નીમાયેલા પુરુષોએ લોકોને પીડા પમાડવી જોઇએ, ૫૨ના છિદ્ર જોવા પડે અને રાજાના ચિત્તને વશ કરવા માટે સર્વ પ્રકારે ધન ઉપાર્જન કરવું પડે. આ સર્વ બાબતો વ્રતવાળાને કરવી યોગ્ય નથી.' રાજાએ કહ્યું-‘દુષ્ટને શિક્ષા કરવામાં અને સારા લોકોનું પાલન કરવામાં શું અયોગ્ય છે? પાલકે કહ્યું-‘હે દેવ! આ દુષ્ટ છે અને આ સારો છે, એમ કોણ જાણી શકે? કેમકે અપરાધી માણસ પણ પોતાને સારો જ માને છે, અને દોષ અંગીકાર કર્યા વિના તેનો વિનાશ (દંડ) કરી શકાય નહી. તેમજ કોઇક વખત ચાડીયા પુરુષે પ્રાપ્ત કરેલો સજ્જન પુરુષ પણ હણાઇ જાય છે, તેથી દુષ્ટનો નિગ્રહ (દંડ) અને સારાનું પાલન અતિશય જ્ઞાનથી જ સાધી શકાય છે. અતિશય જ્ઞાનવાળા ન હોય તેવા પુરુષથી કદાચ વિપરીતપણું પણ થાય છે.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે પ્રચંડ શાસનવાળો રાજા ૨ોષ પામીને કહેવા લાગ્યો કે-‘અરે અધમ બ્રાહ્મણ! વેદ અને પુરાણમાં પ્રતિપાદન કરેલું બ્રાહ્મણપણું તજીને બીજો ધર્મ પાળવાથી પ્રથમ જ તું નિગ્રહ (દંડ)નું સ્થાન છે, અને હમણા મારી આજ્ઞાનો લોપ કરવામાં પ્રવર્તેલો હોવાથી વિશેષે કરીને નિગ્રહનું સ્થાન છે,