________________
१३६२
श्रीमहावीरचरित्रम्
सिबिरे, जणपरंपराए य निसुणियमेयं जिणपालिएण । तओ भूरिघयभरियदोट्टियगाणं करभेसु समारोविय वणियजणसमेओ चलिओ सो सिबिराभिमुहं, सो य सीहसेणो दुग्गे निरुद्धजवसाइपयारो अच्छिउमचायंतो सारधणं करि-तुरयसाहणं च समादाय पलाणो रयणीए । मुणियवित्तंतो य अमच्चो लग्गो तस्स अणुमग्गेण, नासंतो य दस जोअणे गंतूण वेढिओ सव्वतो अमच्चसेन्नेण। तओ सो सीहसेणो बहलतरुवरगहणंमि गिरिनिकुंजं निस्साए काऊण ठिओ । इओ य जिणपालिओ पुव्वावासियसिबिरसंनिवेसं पत्तो समाणो दिसिपरिमाणं चिंतिऊण भणइ - 'अहो किमहमिहि करेमि?, पन्नासं जोयणाइं मे परिमाणं, तं च इत्तियमेत्तेणं चिय पडिपुन्नप्पायं, सेन्नं च दसहिं जोयणेहिं दूरीभूयमियाणिं, ता वलिस्सामि पच्छाहुत्तं, न कोसमेत्तंपि एत्तो वच्चिस्सामि ।' सहाइणा बलियलोगेण भणियं - 'अहो ! मा मुहा अत्थहाणिं करेहि, तत्थ गयस्स तुह पभूयदविणलाभो जायइ।' तेण भणियं-'अलाहि तेण दव्वेणं जं नियमखंडणा संपज्जइ',
समारोप्य वणिग्जनसमेत चलितः सः शिबिराऽभिमुखम् । सश्च सिंहसेनः दुर्गे निरुद्धयवसादिप्रचारः आसितुम् असमर्थः सारधनं करि तुरगसाधनं च समादाय पलायितः रजन्याम्। ज्ञातवृत्तान्तः च अमात्यः लग्नः तस्याऽनुमार्गेण, नश्यन् च दश योजनं गत्वा वेष्टितः सर्वतः अमात्यसैन्येन। ततः सः सिंहसेनः बहुतरुवरगहनं गिरिनिकुञ्ज निश्रया कृत्वा स्थितवान् । इतश्च जिनपालितः पूर्वाऽऽवासितशिबिरसन्निवेशं प्राप्तः सन् दिक्परिमाणं चिन्तयित्वा भणति 'अहो! किमहम् इदानीं करोमि? पञ्चाशद् योजनानि मम परिमाणम्, तच्च इयन्मात्रेण एव प्रतिपूर्णप्रायम्, सैन्यं च दशभिः योजनैः दूरीभूतम् इदानीम्, ततः वलिष्यामि प्रत्याभिमुखम्, न कोशमात्रमपि इतः व्रजिष्यामि । सहायिना बलिलोकेन भणितं 'अहो! मा मुधा अर्थहानिं कुरु, तत्र गतस्य तव प्रभूतद्रव्यलाभः जनिष्यते।' तेन भणितं 'अलं तेन द्रव्येण यद् नियमखण्डनेन सम्पद्यते ।
વણિગ્ જન સહિત તે સૈન્યની તરફ ચાલ્યો. તેવામાં તે સિંહસેન પોતાના દુર્ગમાં તૃણાદિકનો પ્રચાર રુંધેલો હોવાથી રહી શક્યો નહીં, તેથી સાર ધન (ઉત્તમ વસ્તુ) તથા હાથી-ઘોડા વિગેરે વાહનો લઇને રાત્રિને સમયે તે ત્યાંથી નાઠો. તે વૃત્તાંત જાણીને અમાત્ય પણ તેની પાછળ માર્ગે જવા લાગ્યો, અને નાશી જતા તે સિંહસેનને દશ યોજન જઇને તે અમાત્યે ચોતરફથી ઘેરી લીધો. ત્યાં તે સિંહસેન ઘણા વૃક્ષોની ઝાડીમાં પર્વતના નિકુંજને આશ્રીને રહ્યો. અહીં તે જિનપાલિત પ્રથમ નિવાસ કરેલા સેનાના પડાવને સ્થાને આવ્યો. ત્યાં જઇ દિક્પરિમાણનો વિચાર કરી તે બોલ્યો કે-‘અહો! હવે હું શું કરું? મારે પચાસ યોજનનું પરિમાણ છે, તે આટલા માત્રવડે જ પ્રાયે પરિપૂર્ણ થયું છે અને સૈન્ય તો અહીંથી હજી દશ યોજન દૂર છે, તેથી હું અહીંથી પાછો વળીશ. અહીંથી એક ગાઉ પણ આગળ નહીં જાઉં.' તે સાંભળી સાથે આવેલા લોકોએ કહ્યું કે-‘અહો! તમે ફોગટ ધનની હાનિ ન કરો. ત્યાં જવાથી તમને ઘણા દ્રવ્યનો લાભ થશે.' તેણે કહ્યું-‘જે દ્રવ્યે કરીને નિયમનો ભંગ થાય તે દ્રવ્ય કરીને સર્યું.