________________
१३५४
श्रीमहावीरचरित्रम उत्तारियं तेहिंतो भंडं, विक्किणियं च । जाओ बहुओ लाभो, ठिओ य कइवयवासराइं, गहिया मणि-मोत्तिय-संख-पट्टसुत्तपमुहपहाणकयाणगाई, तओ पयट्टो तामलित्तिसंमुहं । इंतस्स य जलहिमज्झे दंसिओ निज्जामगेहिं तस्स रयणदीवो। कोउहल्लेण पुच्छिया अणेण-'अरे किमिह उप्पज्जइ?।' निज्जामगेहिं भणियं-'कक्केयण-पउमराग-वज्जिद-नीलाइणो महारयणविसेसा ते इह उप्पज्जंति, तेसिं समीवधरणमेत्तेण विद्दवइ रुंददारिद्दोवद्दवो, न पासंमि परिसप्पइ दप्पुब्भडो सप्पो, न नियडमक्कमइ चंडावि डाइणी, खिल्लियमुहोव न कडुयमुल्लवइ खलयणोवि।' तओ अपरिकलियविणासेणं जायतग्गहणगाढाभिलासेण भणियं वासवदत्तेण-'अहो निज्जामगा! जइ तत्तो हुत्तं नेह मह नावं तो चउग्गुणं देमि भे वित्तिं ।' तेहिं भणियं-'निज्जइ, केवलं उवलपडलाउला भूमी, जइ कहवि नावा भंगं पाविज्जा ता सव्वनासो जाएज्जा।' तओ ईसि विहसिऊण वासवदत्तेण भणियंउत्तारितं तेभ्यः भाण्डम्, विक्रीतं च । जातः बहुः लाभः, स्थितश्च कतिपयवासराणि, गृहीतानि मणिमौक्तिक-शङ्ख-पट्टसूत्रप्रमुखप्रधानक्रयाणकानि, ततः प्रवृत्तः तामलिप्तिसम्मुखम् । आगच्छतः च जलधिमध्ये दर्शितः निर्यामकैः तस्य रत्नद्वीपः । कौतूहलेन पृष्टाः अनेन 'अरे! किमत्र उत्पद्यते?।' निर्यामकैः भणितं 'कर्केतन-पद्मराग-वजेन्द्र-नीलादयः महारत्नविशेषाः ते इह उत्पद्यन्ते, तेषां समीपधारणमात्रेण विद्रवति विस्तीर्णदारिद्रोपद्रवः, न पार्श्वे परिसर्पति दर्पोद्भटः सर्पः, न निकटम् आक्रमते चण्डाऽपि डाकिनी, किलितमुखः इव न कटुकमुल्लपति खलजनः अपि। ततः अपरिकलितविनाशेन, जाततद्ग्रहणगाढाऽभिलाषेण भणितं वासवदत्तेन 'अहो निर्यामकाः! यदि तस्याऽभिमुखं नयन्ति मम नौः तदा चतुर्गुणं ददामि युष्माकं वृत्तिम्।' तैः भणितं 'नीयते, केवलं उपलपटलाऽऽकुला भूमिः । यदि कथमपि नौः भङ्गं प्राप्स्यति ततः सर्वनाशः जनिष्यति। ततः ईषद् विहस्य वासवदत्तेन भणितम्
પહોંચ્યા. તેમાંથી સર્વ ભાંડ ઉતાર્યા. પછી તેને વેચ્યા. ઘણો લાભ થયો અને તે કેટલાક દિવસ ત્યાં રહ્યો. ત્યાંથી મણિ, મોતી, શંખ, પટ્ટકૂળ વિગેરે ઉત્તમ કરીયાણાં લીધા. પછી તામલિપ્તિ નગરી તરફ ચાલ્યો. જતાં સમુદ્ર મધ્યે ખલાસીઓએ તેને રત્નદ્વીપ દેખાડ્યો. તેણે કૌતુકથી તેઓને પૂછ્યું કે-“અરે! તેમાં શું ઉત્પન્ન થાય છે?" ખલાસીઓએ કહ્યું-બકકેતન રત્ન, પદ્મરાગ મણિ, વજમણિ, ઇંદ્રમણિ, નીલમણિ વિગેરે મોટા રત્નો અહીં ઉત્પન્ન થાય છે. તે રત્ન માત્ર સમીપે જ ધારણ કર્યા હોય તો તે મોટા દારિદ્રયના ઉપદ્રવનો નાશ કરે છે, ઉત્કટ ગર્વવાળો સર્પ પાસે આવતો નથી, પ્રચંડ ડાકિણી પણ સમીપે આવતી નથી, અને જાણે મુખ ખીલાઈ ગયું હોય તેમ બળ પુરુષ પણ કટુક શબ્દ બોલી શકતો નથી. તે સાંભળીને પોતાના વિનાશનો વિચાર કર્યા વિના તે રત્નોને ગ્રહણ કરવાનો ગાઢ અભિલાષ થવાથી વાસવદત્તે કહ્યું કે-“હે ખલાસીઓ! જો તમે તેની સન્મુખ મારું વહાણ લઈ જાઓ, તો તમને ચારગુણી વૃત્તિ (પગાર) આપું.' તેઓએ કહ્યું :- “તે પૃથ્વી માત્ર પથ્થરના સમૂહથી વ્યાપ્ત છે તેથી જો કોઈ પણ પ્રકારે વહાણ ભાંગી જાય તો સર્વનો નાશ થાય.' તે સાંભળી કાંઈક હસીને વાસવદત્તે કહ્યું કે