________________
अष्टमः प्रस्तावः
तप्पहरणेहि य लहुं निहया गोमाउयव्व ते तेण । अह निसुणियवुत्तंतो रायावि समागओ तत्थ ||१०||
अच्चंतजायकोवो जुज्झेणोवट्ठिओ सयं चेव । करि-तुरयरहारूढा वियंभिया सुहडसत्थावि ।।११।।
तो चउदिसि पसरियउ सत्तुसिन्नु, पेक्खेवि अखुद्ध जिंव कुंभयन्नु । आपीडियपरियरु सो कुमारु, जुज्झणहं लग्गु सो दढप्पहारु ।।१२।।
सरकप्पियपक्खरतुरयघट्टु, मुसुमूरियवेरियरुडमरट्टु |
जमु संमुहु किर जो खिवइ चक्खु, सो तक्खणि जायइ जमह भक्खु ।।१३।।
तत्प्रहरणैः च लघुः निहताः गोमायुः इव ते तेन। अथ निश्रुतवृत्तान्तः राजाऽपि समागतः तत्र ||१०||
१३४५
अत्यन्तजातकोपः युद्धेन उपस्थितः स्वयमेव ।
करि तुरग-रथाऽऽरूढाः विजृम्भिताः सुभटसार्थाः अपि ।। ११ ।।
ततः चतुदिक्षु प्रसृतं शत्रुसैन्यम् पेक्ष्याऽपि अक्षुब्धः यथा कुम्भकर्णः । आपीडितपरिकरः (परिवारः) सः कुमारः, युद्धे लग्नः सः दृढप्रहारकः ।।१२।।
शरकल्पित (=कर्तित) कवचतुरगघट्टस्य, भञ्जितवैरितरुविप्लवस्य ।
यस्य सम्मुखं किल यः क्षिपति चक्षुः सः तत्क्षणं जायते यमस्य भक्ष्यः ।।१३।।
અને વળી તે કુમારે તેમને શિયાળીયાની જેમ શીઘ્રપણે તેમના જ પ્રહ૨ણોવડે હણ્યા. ત્યારપછી આ વૃત્તાંત સાંભળીને રાજા પણ ત્યાં આવ્યો. (૧૦)
અત્યંત કોપ થવાથી રાજા પોતે જ યુદ્ધ કરવા તત્પર થયો, તેની સાથે હાથી, ઘોડા અને રથમાં આરૂઢ થયેલા સુભટોના સમૂહો પણ આવ્યા. (૧૧)
ત્યારપછી ચારે દિશામાં પ્રસરેલા શત્રુના સૈન્યને જોઈને પણ કુંભકર્ણની જેમ તે કુમાર ક્ષોભ પામ્યો નહીં. અને તેના પરિવારને પીડા પમાડતો તે દૃઢ પ્રહાર કરતો યુદ્ધ કરવા લાગ્યો. (૧૨)
તેણે શત્રુના પાખરેલા અશ્વોના સમૂહને બાણોવડે કાપી નાંખ્યા, વેરીના સુભટ સમૂહરૂપી વૃક્ષને તોડી નાંખ્યા, તે કુમારની સન્મુખ જે કોઈ ચક્ષુ નાંખતો હતો તે તત્કાળ યમરાજનું ભક્ષ્ય થતો હતો. (૧૩)