________________
१३३८
श्रीमहावीरचरित्रम् इय एवं वाहरंतो भयवससंखुद्धमाणसो धणियं । तायारमलभमाणो नहदं(द?)सणुल्लिहियसव्वंगो ।।१०।।
रोसुक्कडाए वणमक्कडीए पुणरुत्तघुरुहुरंतीए ।
तह विणिहओ वरागो जह सो पंचत्तमणुपत्तो ।।११।। अह उग्गयंमि दिणयरे समागया तस्स सीसा, कया तेहिं सद्दा, न देइ सो य पडिवयणं । तओ विहाडियाइं कवाडाई, दिट्ठो विणट्ठजीओ सुहंकरो। सावि वणमक्कडी उग्घाडिएसु कवाडेसु पलाइऊण गया जहागयं । सीसेहिवि अमुणियपरमत्येहिं कओ सुहंकरस्स सरीरसक्कारो।
इय भो कुमार! विसयाउराण अप्पुन्नवंछियट्ठाणं। निवडंति आवयाओ पयडंचिय जेण भणियमिमं ।।१।।
इत्येवं व्याहरन् भयवशसंक्षुब्धमानसः अत्यन्तम् । त्रातारमलभमानः नखदशनोल्लिखितसर्वाङ्गः ।।१०।।
रोषोत्कटया वनमर्कट्या पुनरुक्तघुरुघुरन्त्या।
तथा विनिहतः वराकः यथा सः पञ्चत्वमनुप्राप्तः ।।११।। अथ उद्गते दिनकरे समागताः तस्य शिष्याः, कृताः तैः शब्दाः, न दत्ते सश्च प्रतिवचनम् । ततः विघाटितानि कपाटानि, दृष्टः विणष्टजीवः शुभङ्करः। साऽपि वनमर्कटी उद्घाटितेषु कपाटेषु पलाय्य गता यथाऽऽगतम्। शिष्यैः अपि अज्ञातपरमार्थैः कृतः शुभङ्करस्य शरीरसत्कारः ।
इति भोः कुमार! विषयाऽऽतुराणाम् अपूर्णवाञ्छितस्थानं । निपतन्ति आपदः प्रकटमेव येन भणितमिदम् ।।१।।
આ પ્રમાણે તે બોલવા લાગ્યો, તેનું મન ભયના વશથી અત્યંત ક્ષોભ પામ્યું. તે કોઈ પણ રક્ષણ કરનારને પામ્યો નહીં. તેવામાં ઉત્કટ રોષવાળી વારંવાર ઘુરઘુર શબ્દને કરતી તે વનની વાંદરીએ તેનું સર્વ અંગ નખ અને દાંતવડે ઉતરડી નાંખ્યું અને એવી રીતે તે બિચારાને હણ્યો કે જેથી તે તરત જ મરણ પામ્યો. (૧૦/૧૧)
હવે સૂર્ય ઉદય પામ્યો ત્યારે તેના શિષ્યો આવ્યા. તેમણે મોટેથી શબ્દ કર્યા પણ તેમને તેણે પ્રત્યુત્તર આપ્યો નહીં. ત્યારે તેઓએ કમાડ ઉઘડ્યા. શુભંકરને જીવ રહિત જોયો. તે વનની વાંદરી પણ કમાડ ઉઘડ્યા કે તરતજ નાશીને જેમ આવી તેમ કોઈક ઠેકાણે જતી રહી. શિષ્યોને કાંઈ પણ પરમાર્થ (સત્ય હકીકત)ની ખબર પડી નહીં. પછી તેઓએ તે શુભંકરના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો.
આ પ્રમાણે છે કુમાર! વિષયમાં વ્યાકુળ થયેલા અને જેમના વાંછિત અર્થ પૂર્ણ થયા ન હોય એવા લોકોને પ્રગટપણે જ આપત્તિઓ આવી પડે છે. તે બાબત આગમમાં કહ્યું છે કે-(૧)