________________
अष्टमः प्रस्तावः
१३३५ केणवि नूणमप्पणो असिवपसमणं संभावियं भविस्सइ, ता न जुत्ता रित्ता चेव मंजूसा पवाहिउंति परिभाविऊण सन्निहियवणदुट्ठमक्कडं(डी?) तदब्भंतरे निक्खिविऊण निविडं
दुवारं च से बंधिऊण 'भगवइ जमुणे मा मे कुप्पेज्जसित्ति भणिऊण पुव्वनाएण पवाहिया एसा। पावियसुरलोयसिरिसमुदयं व अप्पाणं मन्नतो तं कुवलयदलदीहरच्छिं घेत्तूण गओ जहागयं । सावि मंजूसा जलेण वुज्झमाणी गया कोसमेत्तं, दिट्ठा य सुहंकरसीसेहिं । तओ नियगुरुणो विन्नाणाइसयं वन्नमाणेहिं नईमज्झे पविसिऊण आयड्डिया मंजूसा, उवणीया य गुरुणो। तेणावि असंभावणिज्जमाणंदसंदोहमुव्वहंतेण संगोविया गेहमज्झे, भणिया य नियसिस्सा-अरे अज्ज अहं देवयापूयं महया वित्थरेण भवणब्भंतरे ठिओ सव्वरयणिं करिस्सामि, ता तुब्मेहिं बाढं निविजणं कायव्वं । पडिवन्नं तेहिं । अह समागयंमि रयणिसमए मयरद्धयनिद्दयसरसहस्सपहारजज्जरियसरीरो, पवरविलेवण-कुसुम-तंबोलप्पमुहोवगरणपरियरिओ पिहिऊण आत्मनः अशिवप्रशमनं सम्भावितं भविष्यति, ततः न युक्ता रिक्ता एव मञ्जूषा प्रवाहितुम्' इति परिभाव्य सन्निहितवनदुष्टमर्कटीं तदभ्यन्तरे निक्षिप्य निबिडं द्वारं च तस्य बद्ध्वा 'भगवति यमुने! मा मयि कुपयिष्यसि' इति भणित्वा पूर्वन्यायेन प्रवाहिता एषा। प्राप्तसुरलोकश्रीसमुदायमिव आत्मानं मन्यमानः तां कुवलयदलदीर्घाऽक्षी गृहीत्वा गतः यथाऽऽगतम् । साऽपि मञ्जूषा जलेन उह्यमाना गता कोशमात्रम्, दृष्टा च शुभङ्करशिष्यैः । ततः निजगुरोः विज्ञानाऽतिशयं वर्णयद्भिः नदीमध्ये प्रविश्य आकृष्टा मञ्जूषा, उपनीता च गुरुम्। तेनाऽपि असम्भावनीयमानन्दसन्दोहम् उद्वहता सङ्गोपिता गृहमध्ये, भणिताः च निजशिष्याः 'अरे! अद्याऽहं देवतापूजनं महता विस्तरेण भवनाऽभ्यन्तरे स्थितः सर्वरजन्यां करिष्यामि, ततः युष्माभिः बाढं निर्विजनं कर्तव्यम्।' प्रतिपन्नं तैः । अथ समागते रजनीसमये मकरध्वजनिर्दयशरसहस्रप्रहारजर्जरितशरीरः, प्रवरविलेपन-कुसुम-ताम्बूलप्रमुखोपकरणपरिवृत्तः पिहित्वा અકલ્યાણની શાંતિની સંભાવના કરી હશે એમ જણાય છે; તેથી આ પેટીને ખાલી જ પ્રવાહમાં મૂકવી યોગ્ય નથી. આ પ્રમાણે વિચારીને પાસેના વનમાંથી એક દુષ્ટ વાંદરીને તેની અંદર નાંખી, તેનું દ્વાર મજબૂત રીતે બંધ કરીને હે ભગવતી યમુના નદી! મારા પર કોપ ન કરીશ.' એમ કહીને પ્રથમની જ રીતે તે પેટી પ્રવાહમાં વહેતી મૂકી. પોતે સ્વર્ગની લક્ષ્મીનો સમૂહ પામ્યો હોય તેમ પોતાના આત્માને માનતો તે કુમાર કમળના પત્ર જેવા દીર્ઘ નેત્રવાળી તેણીને ગ્રહણ કરીને જેમ આવ્યો હતો તેમ પોતાને સ્થાને ગયો. તે પેટી પણ જળમાં વહેતી એક કોશ પ્રમાણ ગઈ. તેને શુભંકરના શિષ્યોએ જોઈ ત્યારે પોતાના ગુરુના જ્ઞાનના અતિશયનું વર્ણન કરતા તેઓએ નદી મધ્ય પ્રવેશ કરીને તે પેટી ખેંચી કાઢી, અને ગુરુની પાસે લઈ ગયા. તેણે પણ અનુપમ આનંદના સમૂહને પામીને ઘરની અંદર તેને ગોપવી, અને પછી પોતાના શિષ્યોને કહ્યું કે-“અરે! આજે આખી રાત્રી હું ઘરની અંદર રહીને મોટા વિસ્તારથી દેવતાની પૂજા કરવાનો છું, તેથી તમારે આ સ્થાન અત્યંત નિર્જન કરવું.' તે વચન તેઓએ અંગીકાર કર્યું. હવે રાત્રિનો સમય થયો ત્યારે કામદેવના નિર્દય હજાર બાણોના પ્રહારથી જર્જરિત શરીરવાળો તે શ્રેષ્ઠ વિલેપન, પુષ્પ, તાંબૂલ વિગેરે ઉપકરણ ગ્રહણ કરી, ઘરના સર્વ દ્વારો બંધ કરી તે પેટીને ઉઘાડી આ પ્રમાણે