________________
१३३१
अष्टमः प्रस्तावः
महातवस्सिणा अणेण नूणं अम्ह किंपि गाढमावयावडणमवलोइऊणवि चित्तपीडापरिहरणट्ठया न य पयडक्खरेहिं समुल्लवियं कज्जतंतं, ता जावज्जवि न समुप्पज्जइ कोऽवि अणत्थो ताव तं मुणिवरं गाढाणुरोहपुव्वगमापुच्छिऊण जहोचियमायरामि त्ति चिंतिऊण गओ तस्स आसमं । पडिओ से पाएसु, पणयगब्भपत्थणाहिं बहुप्पयारं तहा तहा भणिओ जहा जाओ सो अणुकूलचित्तो । तओ भणियमणेण-‘अहो सोमदत्त ! बाढमकहणिज्जमेयं, केवलं तुह असरिसपक्खवाएण विहुरियं मे हिययं, न एत्तो गोविउं पारेइ, अओ आयन्नेहि - भो महायस! जा एसा तुह दुहिया सा थेवदिणमज्झमि कुडुंबक्खयमाणिस्सइत्ति लक्खणेहिं नाऊण मए भोयणे पारद्धे अकंडविणिवायतरलियचित्तेण तहाविहमणिट्टं गोविउमसहंतेण पुणो पुणो सिक्कारो कओ, ता भो महाणुभाव! एयं तं कारणं । इमं च सेट्ठी निसुणिऊण वज्जासणिताडिओव्व मुच्छानिमीलियच्छो इव खणं ठाऊण कहवि समवलंबियधीरभावो भणिउमाढत्तो
अनेन नूनं अस्माकं किमपि गाढमापदाऽऽपतनमवलोक्य चित्तपीडापरिहरणाय न च प्रकटाक्षरैः समुल्लपितं कार्यततम्। ततः यावदद्याऽपि न समुत्पद्यते कोऽपि अनर्थः तावत्तं मुनिवरं गाढाऽनुरोधपूर्वकम् आपृच्छ्य यथोचितमाऽऽचरामि' इति चिन्तयित्वा गतः तस्य आश्रमम् । पतितः तस्य पादयोः, प्रणयगर्भप्रार्थनाभिः बहुप्रकारं तथा तथा भणितः यथा जातः सः अनुकूलचित्तः । ततः भणितमनेन 'अहो सोमदत्त ! बाढमकथनीयमेतत्, केवलं तव असदृशपक्षपातेन विधुरितं मम हृदयम्, न अतः परं गोपयितुं पारयामि । अतः आकर्णय- भोः महायशः ! या एषा तव दुहिता सा स्तोकदिनमध्ये कुटुम्बक्षयम् आनेष्यति इति लक्षणैः ज्ञात्वा मया भोजने प्रारब्धे अकाण्डविनिपाततरलितचित्तेन तथाविधमनिष्टं गोपयितुम् असहमानेन पुनः पुनः सित्कारः कृतः, ततः भोः महानुभाव! एतत् तत् कारणम् । इदं च श्रेष्ठि निश्रुत्य वज्राऽशनिताडितः इव मूर्च्छानिमिलिताऽक्षः इव क्षणं स्थित्वा कथमपि समवलम्बितधीरभावः भणितुमारब्धवान् -
અમારી ઉપર કાંઈ પણ ગાઢ આપદાનું આવી પડવું જાણીને પણ ચિત્તની પીડા દૂર કરવા માટે પ્રગટ અક્ષરથી કાંઈ પણ કાર્ય કહ્યું નહીં; તેથી કરીને જ્યાંસુધી હજુ કાંઈ પણ અનર્થ ઉત્પન્ન થયો નથી ત્યાંસુધીમાં તે શ્રેષ્ઠ મુનિને અત્યંત આગ્રહપૂર્વક પૂછીને જેમ ઉચિત હોય તેમ કરું.' એમ વિચારીને તે તેના આશ્રમમાં ગયો, તેના પગમાં પડ્યો, વિનયપૂર્વક પ્રાર્થનાવડે ઘણા પ્રકારે તે તે પ્રકારે તેને કહ્યું કે જેથી તે અનુકૂળ ચિત્તવાળો થયો. તે વખતે તે મુનિએ કહ્યું કે-‘અહો સોમદત્ત! આ અત્યંત ન કહેવાય તેવું છે. કેવળ તારા અસમાન પક્ષપાતે કરીને મારું હૃદય વિહ્વળ થયું છે, તેથી હવે હું ગુપ્ત રાખી શકતો નથી; તેથી તું સાંભળ. હે મહાયશવાળા! જે આ તારી પુત્રી છે તે થોડા દિવસમાં જ કુટુંબનો ક્ષય કરશે, એમ તેણીના લક્ષણવડે જાણીને મેં ભોજન ક૨તી વખતે અકસ્માત્ ઉપદ્રવ કરનાર હોવાથી વ્યાકુળ ચિત્તવડે તથાપ્રકારનું અનિષ્ટ ગોપવી નહીં શકવાથી વારંવાર સીત્કાર કર્યો હતો. તે કારણ માટે હે મહાનુભાવ! આ જ તેનું કારણ છે.' આ પ્રમાણે સાંભળીને વજ્રના અગ્નિથી તાડન કરાયો હોય તેમ મૂર્છાવડે તે શ્રેષ્ઠીના નેત્રો મીંચાઈ ગયા. તેવી સ્થિતિએ ક્ષણવાર રહીને કોઈ પણ પ્રકારે ધીરજનું અવલંબન કરીને ते हेवा लाग्यो } :