________________
१३२९
अष्टमः प्रस्तावः ___ आगारसंवरं च काऊण जहापउत्तनाएण भोत्तुं पवत्तो, अह तक्कालवियंभियमयणगुरूवएसवसओ इव जाया से बुद्धी, जहा 'विप्पयारेमि एयं सेटिं, जेण वयणिज्जविरहिओ एयाए लाभो हवइत्ति । एवं संपेहिऊण सेट्ठिणो पलोयमाणस्स दुस्सहदुक्खावेगसंसूयगो विमुक्को अणेण सिक्कारो, ससंभमेण निरूविओ सेट्ठिणा, खणंतरंमि य गए पुणोऽवि पुव्वक्कमेण पयडियलोमुद्धोसनिब्मरे सवयणभंगभासुरे दोच्चं तच्चं च विमुक्कंमि सिक्कारे-'अहो किंपि अच्चतमणिट्ठमावडिहित्ति विभाविंतो जाव सेठ्ठी अच्छइ ताव सो मुहसुद्धिं काऊण समुट्ठिओ भोयणमंडवाओ, उवविठ्ठो अन्नत्थ। सेठ्ठीवि कज्जसेसं काऊण समागओ तस्समीवं, निवडिओ तस्स चलणेसु । जोडिय करसंपुडं च भणिउमाढत्तो-'भयवं! पसायं काऊण साहेह, किं कारणं भोयणं कुणंतेहिं तुम्हेहिं तिक्खुत्तो दुस्सहदुक्खावेगसूयगो इव सिक्कारो विमुक्को त्ति? | सुहंकरेण भणियं-'भो महाणुभाव! किं साहिज्जइ?, एरिसा चेव हयपयावइणो रुई, जं सव्वं चिय रयणं सोवद्द निम्मवेइ, तहाहि
आकारसंवरं च कृत्वा यथाप्रवृत्तन्यायेन भोक्तुं प्रवृत्तवान्। अथ तत्कालविजृम्भितमदनगुरूपदेशवशः इव जाता तस्य बुद्धिः, यथा 'विप्रतारयामि एनं श्रेष्ठिनम्, येन वचनीयविरहितः एतायाः लाभः भवति।' एवं सम्प्रेक्ष्य श्रेष्ठिनः प्रलोकमानस्य दुःसहदुःखाऽऽवेगसंसूचकः विमुक्तः अनेन सित्कारः, ससम्भ्रमेण निरूपितः श्रेष्ठिना। क्षणान्तरे च गते पुनरपि पूर्वक्रमेण प्रकटितरोमोद्धर्षनिर्भरान् स्ववदनभङ्गभासुरान् द्विधा त्रिधा च विमुक्ताः सित्काराः 'अहो! किमपि अत्यन्तमनिष्टमापतिष्यति' इति विभावयन् यावत् श्रेष्ठी आस्ते तावत्सः मुखशुद्धिं कृत्वा समुत्थितः भोजनमण्डपतः, उपविष्टः अन्यत्र। श्रेष्ठी अपि कार्यशेषं कृत्वा समागतः तत्समीपम्, निपतितः तस्य चरणयोः। योजितकरसम्पुटः च भणितुमारब्धवान् ‘भगवन्! प्रसादं कृत्वा कथय - किं कारणं भोजनं कुर्वता त्वया त्रिधा दुःसहदुःखाऽऽवेगसूचकः इव सित्कारः विमुक्तः?।' शुभकरेण भणितं 'भोः महानुभाव! किं कथ्यते? एतादृशी एव हतप्रजापतेः रुचिः, यत्सर्वं सोपद्रवं निर्मापयति तथाहि
પછી તે પોતાના આકારનો સંવર કરીને (ગુપ્ત કરીને) જે પ્રમાણે ઇચ્છા હતી તે પ્રમાણે ભોજન કરવા લાગ્યો. ત્યારપછી તત્કાળ વિકાસ પામેલા કામદેવરૂપી ગુરુના ઉપદેશના વશથી જ જાણે હોય તેમ તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ કે-“આ શ્રેષ્ઠીને હું છેતરું કે જેથી નિંદા રહિત આનો લાભ મને થાય.' એમ વિચારીને શ્રેષ્ઠી જુએ (જાણે) તેમ દુસહ દુઃખના આવેશને સૂચન કરનારો લાંબો સીત્કાર તેણે મૂક્યો. તે સંભ્રમ સહિત શ્રેષ્ઠીએ જોયો. ક્ષણ વાર ગયા પછી ફરીથી પણ બે ત્રણ વાર પ્રથમની જેમ પ્રગટ થયેલા રુંવાડાના રોમાંચથી ભરેલ અને પોતાના મુખના ભંગવડે દેદીપ્યમાન એવો સીત્કાર મૂક્યો. ત્યારે “અહો! કાંઈક મોટું અનિષ્ટ આવી પડશે.' એમ વિચારતો શ્રેષ્ઠી જેટલામાં રહ્યો છે તેટલામાં તે મુનિ મુખશુદ્ધિ કરીને ભોજનમંડપમાંથી ઉક્યો અને બીજે ઠેકાણે બેઠો. શ્રેષ્ઠી પણ બાકીનું કાર્ય કરીને તેની સમીપે આવ્યો. તેના પગમાં પડ્યો અને બે હાથ જોડી કહેવા લાગ્યો કે-“હે પૂજ્ય! પ્રસાદ કરીને કહો કે શા માટે ભોજન કરતા તમે ત્રણ વાર જાણે દુસહ દુઃખના આવેશને સૂચવનાર હોય તેવો સીત્કાર મૂક્યો?" ત્યારે શુભંકરે કહ્યું- હે મહાભાગ્યશાળી! શું કહેવું? આવી જ હતવિધાતાની ઇચ્છા છે કે જેથી તે સર્વ રત્નને ઉપદ્રવ સહિત જ બનાવે છે. તે આ પ્રમાણે