________________
अष्टमः प्रस्तावः
१३२५ मालवविसए विक्खायजसा चक्कपुरी नाम नयरी। तहिं च अणेगवणियजण-चक्खुभूओ पभूयदव्वसंभारो सोमदत्तो नाम सेठ्ठी, तस्स सत्तण्हं पुत्ताणं कणिठ्ठिया अणेगोवजाइयसयसंपसूया देवसिरी नाम धूया, सा य अच्चतरूवा संपत्तजोव्वणावि तहाविहवराभावेण कालं वोलेइ । इओ य तीए नयरीए अदू रे उच्छलंतमहल्लकल्लोल-विद लियकू लाए, अणेगविहगकुलकलयलाउलदियंतराए जमुणामहानईए उत्तरपुरस्थिमदिसि-विभागे वेयपुराण-भारह-रामायणवक्खाणनाणविन्नाणनिउणो, नियदरिसणत्थवित्थारणपवणो, सव्वत्थ विक्खायजसो, नीसेसभागवयमुणिपहाणो सुहंकरो नाम लोइयतवस्सी परिवसइ। सो य तवेण य, वयणसोहग्गेण, भविस्सजाणणेण य, जणसम्मयत्तेण य सयलस्सवि नयरजणस्स बाढं पूयणिज्जो। अन्नया य तेण सोमदत्तसेट्टिणा गुणगणावज्जियहियएण निमंतिओ सो भोयणकरणत्थं नियमंदिरे, गाढतव्वयणाणुरोहेण य कइवयसिस्सपरियरिओ संपत्तो ___ मालवविषये विख्यातयशा चक्रपुरी नामिका नगरी। तत्र च अनेकवणिग्जन-चक्षुभूतः प्रभूतद्रव्यसम्भारः सोमदत्तः नामकः श्रेष्ठी। तस्य सप्त पुत्राणां कनिष्ठा अनेकोपयाचितशतसंप्रसूता देवश्रीः नामिका दुहिता। सा च अत्यन्तरूपा सम्प्राप्तयौवनाऽपि तथाविधवराऽभावेन कालं व्यतिक्रामति। इतश्च तस्यां नगर्यां अदूरे उच्छलन्महाकल्लोलविदलितकुलायाः, अनेकविहगकुलकलकलाऽऽकुलदिगन्तरायाः यमुनामहानद्याः उत्तर-पूर्वदिग्विभागे वेद-पुराण-भारत-रामायण-व्याख्यानज्ञानविज्ञाननिपुणः, निजदर्शनाऽर्थविस्तारप्रवणः, सर्वत्र विख्यातयशाः, निःशेषभागवतमुनिप्रधानः शुभङ्करः नामकः लौकिकतपस्वी परिवसति। सश्च तपसा च, वचनसौभाग्येन (च), भविष्यज्ञानेन च, जनसम्मतत्वेन च सकलस्याऽपि नगरजनस्य बाढं पूजनीयः । अन्यदा च तेन सोमदत्तश्रेष्ठिना गुणगणाऽऽवर्जितहृदयेन निमन्त्रितः सः भोजनकरणार्थं निजमन्दिरे, गाढतद्वचनाऽनुरोधेन च कतिपयशिष्य-परिवृत्तः सम्प्राप्तः
માલવ દેશમાં પ્રખ્યાત કીર્તિવાળી ચક્રપુરી નામની નગરી છે. તેમાં ઘણા વણિકજનોનો ચક્ષુરૂપ અને ઘણા દ્રવ્યના સમૂહવાળો સોમદત્ત નામનો શ્રેષ્ઠી હતો. તેને સાત પુત્રો ઉપર અનેક સેંકડો માનતાથી ઉત્પન્ન થયેલી એક દેવશ્રી નામની નાની પુત્રી હતી. તે અત્યંત રૂપવાળી યૌવનવયને પામ્યા છતાં પણ તથા પ્રકારના વરને અભાવે કાળને નિમર્મન કરતી હતી. તે સમયે તે નગરીની સમીપે ઉછળતા મોટા તરંગોવડે કાંઠાને દળી નાખનાર અને અનેક પક્ષીઓના કુળવડે દિશાઓના આંતરાને વાચાળ કરનાર યમુના નામની મોટી નદીના ઈશાન ખૂણામાં એક શુભંકર નામનો લૌકિક તપસ્વી રહેતો હતો. તે વેદ, પુરાણ, ભારત અને રામાયણની કથા કહેવામાં જ્ઞાન અને વિજ્ઞાનવડે નિપુણ હતો, પોતાના મતનો અર્થવિસ્તાર કરવામાં તત્પર હતો, તેનો યશ સર્વત્ર પ્રખ્યાત હતો અને સર્વ ભાગવત મતના મુનિઓમાં મુખ્ય હતો. વળી તે તપવડે, વચનની સુંદરતાવડે, ભવિષ્યના જ્ઞાનવડે અને લોકોના સંમતપણાવડે સમગ્ર નગરના મનુષ્યોને અત્યંત પૂજ્ય હતો. એકદા તેના ગુણસમૂહવડે જેનું હૃદય વશ થયું હતું એવા તે સોમદત્ત શ્રેષ્ઠીએ તેને ભોજન કરવા માટે પોતાને ઘેર આમંત્રણ કર્યું. તેના વચનના ઘણા આગ્રહને લીધે