________________
१३२४
बाहिरवित्तीए तहाविहेसु धम्मेसु संपवत्तावि । पंचग्गिपमुहदुक्करतवसंतावियसरीरावि ।। १८ ।।
कम्मवसेणं अप्पुण्णविसयवंछा विणस्सिउं पावा । निवडंति दुग्गईए भागवयसुहंकरमुणिव्व ।। १९ ।।
इय पंचविहपमायं एवंविहदोसदूसियं नाउं । नरनाह! तदेगमणो जिणिदधम्मंमि उज्जमसु ||२०||
श्रीमहावीरचरित्रम्
एवं सूरिणा उवइट्ठे पमायप्पवंचे सुरिंददत्तकुमारो जायनिम्मलचित्तपरिणामो भणिउं पवत्तो-'भयवं! को एसो पुव्वकहियसुहंकरमुणी ? कहं वा अपुण्णविसयवंछो सो मरिउं दुग्गइं ओत्ति साह ममं । सूरिणा भणियं - 'साहेमि ।'
बाह्यवृत्त्या तथाविधेषु धर्मेषु सम्प्रवृत्ताः अपि । पञ्चाग्निप्रमुखादुष्करतपःसन्तापितशरीराः अपि ।। १८ ।।
कर्मवशेन अपूर्णविषयवाञ्छाः विनश्य पापाः । निपतन्ति दुर्गतौ भागवतशुभङ्करमुनिः इव ।। १९ ।।
इति पञ्चविधप्रमादं एवंविधदोषदूषितं ज्ञात्वा । नरनाथ! तदेकमनः जिनेन्द्रधर्मे उद्यतस्व ।।२०।।
एवं सूरिणा उपदिष्टे प्रमादप्रपञ्चे सुरेन्द्रदत्तकुमारः जातनिर्मलचित्तपरिणामः भणितुं प्रवृत्तवान् 'भगवन्! कः एषः पूर्वकथितः शुभङ्करः मुनिः ? कथं वा अपूर्णविषयवाञ्छः सः मृत्वा दुर्गतिं गतः इति कथय माम्।' सूरिणा भणितं 'कथयामि ।'
કદાચ બાહ્યવૃત્તિથી તથાપ્રકારના ધર્મમાં પ્રવર્ત્યા છતાં પણ અને પંચાગ્નિ વિગેરે દુષ્કર તપવડે શરીરને તપાવ્યા છતાં પણ કર્મના વશવડે વિષયની વાંછા પૂર્ણ થયા વિના જ તે પાપીઓ ભાગવત મતના શુભંકર મુનિની જેમ વિનાશ પામીને દુર્ગતિમાં પડે છે. (૧૮/૧૯)
આ પ્રમાણે હે રાજા! આવા પ્રકારના દોષથી દૂષિત થયેલા પાંચ પ્રકારના પ્રમાદને જાણીને તેમાં જ એક મન રાખી જિવેંદ્રના ધર્મમાં ઉદ્યમ કરો.' (૨૦)
આ પ્રમાણે સૂરિએ પ્રમાદના વિસ્તારનો ઉપદેશ આપ્યો ત્યારે સુરેંદ્રદત કુમારના ચિત્તનો પરિણામ નિર્મળ થયો, તેથી તે કહેવા લાગ્યો કે-‘હે ભગવન્! આ તમે પૂર્વે કહેલ શુભંકર મુનિ કોણ? અને કેવી રીતે તે વિષયની વાંછા પૂર્ણ કર્યા વિના મરીને દુર્ગતિમાં ગયો? તે મને કહો.' ત્યારે સૂરિએ કહ્યું કે-‘કહું છું :