________________
अष्टमः प्रस्तावः
१३१५ गोयमेण जंपियं-'तइलोक्कदिवायर! को एस सुरिंददत्तो? कहं वा एयस्स गुरूवएसओ विवेयलाभो? कहं च परदारविरइमेत्तेणवि से निव्वाणसंपत्ति त्ति?| जयगुरुणा वागरियंनिसामेसु । इहेव भारहे वासे नीसेसवसुधराभोगभूसणं, रणंतमणिकिंकिणीमणहरवेजयंतीविराइयसुरमंदिरसमुत्तुंगसिंगं, सिंगारुब्भडरूवरामागणोवसोहियं विजयपुरं नाम नयरं। तहिं च समग्गनरिंदवग्गपणयसासणो सिवभद्दो नाम नराहिवो । सयलंतेउरप्पवरा रायसिरी नाम से भारिया । तेसिं च देवकुमारोवमरूवो, धणुव्वेयपमुहकलाकोसल्लपडिहत्थो सुरिंददत्तो नाम पुत्तो। सो य पुव्वभवबाल-गिलाण-गुरु-थेर-तवसुसियमुणिजणवेयावच्चावज्जियपुन्नपब्भारवसविढत्तगाढसोहग्गोदएण पढमुम्मिलंतजोव्वणगुणत्तणेण य अच्चंताभिरामसरीरो जत्थ जत्थ परिब्भमइ तत्थ तत्थ परिचत्तवावारंतराहिं, अवगणियगुरुजणलज्जाहिं, अणवेक्खियकुलाभिमाणाहिं नयरनारीहिं अणमिसच्छीहिं पिच्छिज्जइ, बाढमब्भत्थिज्जमाणो
गौतमेन जल्पितं 'त्रिलोकदिवाकर! कः एषः सुरेन्द्रदत्तः? कथं वा एतस्य गुरूपदेशतः विवेकलाभः? कथं च परदाराविरतिमात्रेणाऽपि तस्य निर्वाणसम्प्राप्तिः?।' जगद्गुरुणा व्याकृतम् 'निःशम्य, इहैव भरते वर्षे निःशेषवसुन्धराभोगभूषणम्, रणन्मणिकिङ्किणीमनोहरवैजयन्तीविराजितसुरमन्दिरसमुत्तुङ्गशृङ्गम्, शृङ्गारोद्भटरूपरामागणोपशोभितं विजयपुरं नाम नगरम् । तत्र च समग्रनरेन्द्रवर्गप्रणतशासनः शिवभद्रः नामकः नराधिपः। सकलाऽन्तःपुरप्रवरा राजश्री: नाम्नी तस्य भार्या। तयोश्च देवकुमारोपमरूपः, धनुर्वेदप्रमुख-कलाकौशल्यनिपुणः सुरेन्द्रदत्तः नामकः पुत्रः। सश्च पूर्वभवबालग्लान-गुरु-स्थविर-तपःशोषितमुनिजनवैयावृत्याऽऽवर्जितपुण्यप्राग्भारवशाऽर्जितगाढसौभाग्योदयेन प्रथमोन्मिलद्यौवनगुणत्वेन च अत्यन्ताऽभिरामशरीरः यत्र यत्र परिभ्रमति तत्र तत्र परित्यक्तव्यापारान्तराभिः, अवगणितगुरुजनलज्जाभिः, अनपेक्षितकुलाऽभिमानाभिः नगरनारीभिः अनिमेषाऽक्षिभ्यां प्रेक्ष्यते,
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-“હે ત્રણ લોકને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન ભગવન! આ સુરેંદ્રદત્ત કોણ? તેને ગુરુના ઉપદેશથી વિવેકનો લાભ શી રીતે થયો? અને માત્ર પરદારાની વિરતિથી જ તેને મોક્ષની પ્રાપ્તિ શી રીતે થઈ?” ત્યારે જગદ્ગુરુએ કહ્યું કે “સાંભળો. આ ભરતક્ષેત્રમાં સમગ્ર પૃથ્વીના વિસ્તારનું ભૂષણરૂપ વિજયપુર નામનું નગર છે. તેમાં ઊંચા શિખરવાળા જિનચૈત્યોમાં શબ્દ કરતી મણિની ઘુઘરીઓવડે મનોહર દેખાતી ધ્વજાઓ ફરકી રહી છે, તથા તે નગર શૃંગારવડે ઉત્કટ રૂપવાળી સ્ત્રીઓના સમૂહથી શોભિત છે. તે નગરમાં શિવભદ્ર નામનો રાજા હતો. તેની આજ્ઞાને નમ્રતાપૂર્વક સર્વ રાજાઓનો સમૂહ માન્ય કરતો હતો. તેને સમગ્ર અંતઃપુરમાં શ્રેષ્ઠ રાજશ્રી નામની ભાર્યા હતી. તેમને દેવકુમાર જેવા રૂપવાળો અને ધનુર્વિદ્યાદિક કળાની કુશળતાના ઘરરૂપ સુરેંદ્રદત્ત નામનો પુત્ર હતો. તેણે પૂર્વભવમાં બાળ, ગ્લાન, ગુરુ, વિર, તપસ્વી અને જ્ઞાની મુનિજનની સેવા(વૈયાવચ્ચ)વડે પુણ્યનો સમૂહ ઉપાર્જન કર્યો હતો. તેના વશથી ગાઢ સૌભાગ્યનો ઉદય વૃદ્ધિ પામ્યો હતો, તથા ઊગતી જુવાનીના ગુણો વિકસ્વરપણાને પામ્યા હતા; તેથી અત્યંત સુશોભિત શરીરવાળો તે જ્યાં જ્યાં નગરમાં