________________
१२९६ .
श्रीमहावीरचरित्रम् तं सच्चं, मम भाया पुण अलियवाइत्ति । इमं च सोच्चा तुट्ठो राया चिंतिउं पयट्टो-'अहो अज्जवि एरिसा सच्चवाइणो दीसंति जे नियसहोयरसिरीविणासेवि नियमज्जायं न चयंति, ता मंडिज्जइ एवंविहेहिं कलिकालेऽवि भूमिमंडलं ति परिभाविऊण आहूया निज्जामगा, सरोसं तज्जिया य, जहा-'रे दुरायारा! जइ कहवि अमुणियपरमत्थेणं मम वणिएण तहाविहं जंपियं ता किं वयणछलमत्तेणवि अणेगभंडभरियबोहित्थं घेत्तुं उवट्ठिया?।' एवमाईहिं वयणेहिं निब्मच्छिऊण किंचि दाऊण निद्धाडिया, दव्वसारंपि समप्पियं सच्चसेट्ठिस्स | बलदेवोऽवि भणिओ-'मा पुण एवं करेज्जासु',
इय अलियवयणपरिहारकारिणो इह भवेऽवि जणपुज्जा। हुति नरा परलोए लीलाए जंति निव्वाणं ||१|| इइ बीयमणुव्वयं
तत्सत्यम्, मम भ्राता पुनः अलीकवादी' इति । इदं च श्रुत्वा तुष्टः राजा चिन्तयितुं प्रवृत्तवान् 'अहो! अद्याऽपि एतादृशाः सत्यवादिनः दृश्यन्ते ये निजसहोदरश्रीविनाशेऽपि निजमर्यादां न त्यजन्ति, ततः मण्ड्यते एवंविधैः कलिकालेऽपि भूमिमण्डलम्' इति परिभाव्य आहूताः निर्यामकाः, सरोषं तर्जिताः च यथा 'रे दुराचाराः! यदि कथमपि अज्ञातपरमार्थेन मम वणिजा तथाविधं जल्पितं ततः किं वचनछलमात्रेणाऽपि अनेकभाण्डभृतनौकां ग्रहीतुम् उपस्थिताः? ।' एवमादिभिः वचनैः निर्भर्त्य किञ्चिद् दत्वा निर्धाटिताः, द्रव्यसारमपि समर्पितं सत्यश्रेष्ठिने । बलदेवः अपि भणितः ‘मा पुनः एवं करिष्यध्वं
इति अलिकवचनपरिहारकारिणः इहभवेऽपि जनपूज्याः । भवन्ति नराः परलोके लीलया यान्ति निर्वाणम् ।।१।। इति द्वितीयमणुव्रतम् ।।
મારો ભાઈ અસત્યવાદી છે.” આ પ્રમાણે સાંભળીને તુષ્ટમાન થયેલો રાજા વિચાર કરવા લાગ્યો કે-“અહો! આજ પણ આવા સત્યવાદી દેખાય છે, કે જેઓ પોતાના ભાઈની લક્ષ્મીનો નાશ થાય તો પણ પોતાની મર્યાદાને છોડતા નથી, તેથી કરીને આવા પ્રકારના પુરુષોએ કરીને જ આ કળિકાળને વિષે પણ ભૂમિતળ શોભે છે.” એમ વિચારીને રાજાએ તે ખલાસીઓને બોલાવ્યા, અને ક્રોધથી તેમની તર્જના કરીને કહ્યું કે-“અરે દુરાચારી! જો કે કોઈ પણ પ્રકારે પરમાર્થ જાણ્યા વિના મને તે વણિકે તે પ્રકારે (તમારા પક્ષનું સત્ય) કહ્યું છે, તો પણ તમે માત્ર વચનના છળવડે કરીને જ અનેક કરિયાણાથી ભરેલા વહાણને ગ્રહણ કરવા (છીનવી લેવા) શું તૈયાર થયા છો?' આવા વચનોવડે તેમનો તિરસ્કાર કરીને કંઈક (થોડું દ્રવ્ય) આપીને કાઢી મૂક્યા, અને સર્વ અમૂલ્ય દ્રવ્ય સત્ય શ્રેષ્ઠીને સોંપ્યું. તથા બળદેવને પણ કહ્યું કે-“ફરીથી આવું ન કરીશ.'
આ પ્રમાણે અસત્ય વચનનો ત્યાગ કરનાર પુરુષો આ ભવમાં પણ લોકપૂજ્ય થાય છે, અને પરલોકમાં सीमा परीने भोक्षे य छे.(१)
આ પ્રમાણે બીજું અણુવ્રત કહ્યું.