________________
अष्टमः प्रस्तावः
१२९१ सच्चसेट्ठिणो गुणनिवहं जणेण वन्निज्जमाणं सुणिऊणं तदसणाणुरागरत्तो तब्भाउयं बलदेवं भणइ-'सव्वहा मम दंसणत्थं सच्चसेटिं आणेज्जासित्ति । एवं च नरिंदायरं पेच्छिऊण पडिसुयमणेण । कालक्कमेण नियमंदिरमुवागओ सच्चस्स परिकहेइ । अन्नया य चवलत्तणओ लच्छीए, उदयत्तणओ अंतराइयकम्मस्स अप्पदविणो जाओ सच्चसेट्ठी। तओ तेण चोडविसयगमणाय पुट्ठो पभाकरनरिंदो, अणुन्नाओ य तेण | तयणंतरं च उचियाइं महत्थाई महग्घाइं विविहभंडाई गहिऊण भाउणा समं गओ चोडविसयं सच्चसेट्ठी। तदागमणं च निसामिऊण तुट्ठो चोडराया, दवावियं निवासमंदिरं, पूइओ उचियपडिवत्तीए अत्तणो य समीवंमि धरिओ कइवयवासराइं। अह विणिवट्टिए भंडे गहिए सदेसपाउग्गे पडिभंडे चोडविसयाहिवइमणुजाणाविऊण समारूढो नावाए सच्चसेट्ठी।।
तद्दर्शनाऽनुरागरक्तः तद्भातरं बलदेवं भणति-सर्वथा मम दर्शनार्थं सत्यश्रेष्ठिनम् आनेष्यसि ।' एवं च नरेन्द्राऽऽदरं प्रेक्ष्य प्रतिश्रुतमनेन । कालक्रमेण निजमन्दिरमुपागतः सत्यस्य परिकथयति। अन्यदा च चपलत्वाद् लक्ष्म्याः, उदयत्वाद् अन्तरायकर्मणः अल्पद्रविणः जातः सत्यश्रेष्ठी। ततः तेन चौडविषयगमनाय पृष्टः प्रभाकरनरेन्द्रः, अनुज्ञातः च तेन । तदनन्तरं च उचितानि महानि महा_णि विविधभाण्डानि गृहीत्वा भ्रात्रा समं गतः चौडविषयम् सत्यश्रेष्ठी। तदागमनं च निःशम्य तुष्टः चौडराजा, दापितं निवासमन्दिरम्, पूजितः उचितप्रतिपत्त्या, आत्मनश्च समीपं धृतः कतिपयवासराणि । अथ विनिवर्तिते भाण्डे, गृहीते स्वदेशप्रायोग्ये प्रतिभाण्डे चौडविषयाऽधिपतिम् अनुज्ञाप्य समारूढः नावि सत्यश्रेष्ठी।
તે ચૌડ દેશમાં ગયો. ત્યાંના ચૌડ રાજાએ પણ લોકોએ વર્ણન કરાતા સત્ય શ્રેષ્ઠીના ગુણનો સમૂહ સાંભળીને તેના દર્શનની પ્રીતિમાં રાગી થવાથી તેના ભાઈ બળદેવને કહ્યું કે મારા દર્શનને માટે તું સર્વથા પ્રકારે સત્ય શ્રેષ્ઠીને અહીં લાવજે.' આ પ્રમાણે તે રાજાનો આદર જોઇને તેણે તેનું વચન અંગીકાર કર્યું. પછી કાળક્રમે બળદેવ પોતાને ઘેર આવ્યો અને તેણે સત્યને તે વાત કહી. ત્યારપછી કોઈક દિવસ લક્ષ્મીના ચપળપણાને લીધે અને અંતરાયકર્મના ઉદયને લીધે સત્ય શ્રેષ્ઠી અલ્પ ધનવાળો થઈ ગયો, તેથી તેણે ચૌડ દેશમાં જવા માટે પ્રભાકર રાજાને પૂછ્યું તેની રજા માગી) ત્યારે તેણે અનુજ્ઞા આપી. ત્યારપછી ઉચિત, મહાઅર્થવાળા અને મોટા મૂલ્યવાળા વિવિધ પ્રકારના કરીયાણાં ગ્રહણ કરી, પોતાના ભાઈ બળદેવની સાથે સત્ય શ્રેષ્ઠી ચૌડ દેશમાં ગયો. તેનું આગમન સાંભળીને ચૌડરાજ તુષ્ટમાન થયો. તેને રહેવા માટે ઘર અપાવ્યું, ઉચિત સત્કારવડે તેની પૂજા (ભક્તિ-પરોણાગત) કરી, અને કેટલાક દિવસ પોતાની પાસે રાખ્યો. ત્યારપછી પોતે આણેલા કરિયાણાં વેચી, પોતાના દેશને યોગ્ય સામા કરિયાણાં ગ્રહણ કરી, ચૌડ દેશના રાજાની અનુજ્ઞા લઈ સત્ય શ્રેષ્ઠી વહાણ ઉપર ચડ્યો.