________________
१२८४
श्रीमहावीरचरित्रम
गंतूण विन्नत्तं-'देव! दुवारे नंदणुज्जाणपालगा समागया, ते य देवदंसणमभिलसंति।' राइणा भणियं-'लहु पवेसेह ।' एवं च भणिए पवेसिया तेण । ते य निवडिया चलणेसु, विन्नविउमारद्धा'देव! तुम्ह उज्जाणे भयवं अरिट्ठनेमी समोसढो, ता वद्धाविज्जह तुम्हे तयागमणेणं ति। इमं च सोच्चा चिंतियं राइणा-'होउ ताव सोगेणं, तं च भयवंतं केवलालोयमणियतिलोयवावारं जहावित्तं पुत्तविणासहेउं दुन्निमित्तमापुच्छिऊण उचियं करिस्सामि त्ति विभाविऊण पयट्टो जिणाभिमुहं। इओ य सो अमच्चो मुणियसव्वन्नुसमागमो पयडीभविस्सइ संपयं मज्झ कवडविलसियंति नियदुच्चरियसंकाए जच्चतुरंगममारुहिऊण जीवियभएण पलाणो वेगेण | रायावि गओ भयवओ समीवं । तओ चित्तब्भतरुल्लसंतहरिसपसरो, बहलरोमंचंचियसरीरो भयवंतं तिपयाहिणापुव्वगं पणमिऊण थुणिउमारद्धो । कहंचिय?नन्दनोद्यानपालकाः समागताः, ते च देवदर्शनमभिलषन्ति।' राज्ञा भणितं 'लघुः प्रवेशय।' एवं च भणिते प्रवेशिताः तेन । ते च निपतिताः चरणयोः, विज्ञप्तुमारब्धवन्तः 'देव! तव उद्याने भगवान् अरिष्टनेमिः समवसृतः, ततः वर्धापयामः त्वं तदाऽऽगमनेन' इति । इदं च श्रुत्वा चिन्तितं राज्ञा भवतु तावत् शोकेन, तं च भगवन्तं केवलाऽऽलोकज्ञातत्रिलोकव्यापारं यथावृत्तं पुत्रविनाशहेतुं दुर्निमित्तम् आपृच्छय उचितं करिष्यामि ‘इति विभाव्य प्रवृत्तः जिनाऽभिमुखम् | इतश्च सः अमात्यः ज्ञातसर्वज्ञसमागमः प्रकटीभविष्यति साम्प्रतं मम कपटविलसितमिति निजदुश्चरितशङ्कया जात्यतुरङ्गममारुह्य जीवितभयेन पलायितः वेगेन । राजाऽपि गतः भगवतः समीपम् | ततः चित्ताऽभ्यन्तरोल्लसद्धर्षप्रसरः, बहुरोमाञ्चाऽञ्चितशरीरः भगवन्तं त्रिप्रदक्षिणापूर्वकं प्रणम्य स्तोतुमारब्धवान् कथमेव? -
અને તેઓ આપના દર્શનની ઇચ્છા કરે છે. રાજાએ કહ્યું કે તેમને શીધ્ર પ્રવેશ કરાવ. આ પ્રમાણે તેના કહેવાથી તેણે તેઓને પ્રવેશ કરાવ્યો. તેઓ આવીને રાજાના પગમાં પડી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા- હે દેવ! તમારા ઉદ્યાનમાં ભગવાન અરિષ્ટનેમિ સમવસર્યા (પધાર્યા) છે, તેથી તેમના આગમનની વધામણી અમો તમને આપીએ છીએ. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે- “હવે શોક કરવાથી સર્યું. કેવળજ્ઞાનવડે ત્રણ લોકના વ્યાપારને જાણનાર તે ભગવાનને યથાર્થપણે પુત્રના વિનાશનું કારણ દુષ્ટ નિમિત્તને પૂછીને પછી ઉચિત હશે તેમ કરીશ. એમ વિચારીને તે જિનેશ્વર પાસે ચાલ્યો. અહીં તે અમાત્ય સર્વજ્ઞ ભગવાનનું આગમન જાણી “હવે મારા કપટનો વિલાસ પ્રગટ થઈ જશે' એમ પોતાના દુશ્ચરિત્રની શંકા પામીને જાતિવંત અશ્વ ઉપર ચડીને જીવિતના ભયથી એકદમ નાશી ગયો. રાજા પણ ભગવાનની સમીપે ગયો. તેના ચિત્તની અંદર હર્ષનો પ્રચાર ઉલ્લસિત થયો અને તેનું શરીર ઘણા રોમાંચે કરીને વ્યાપ્ત થયું. તેણે ભગવાનને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને આ પ્રમાણે સ્તુતિ કરી :