________________
अष्टमः प्रस्तावः
रजणसमक्खं उववेसिओ नियपए, जाओ सो महानरिंदो । हरिचंदरायाऽवि निव्विण्णकामभोगो गओ वणवासं, गहिया दिसापोक्खगतावसाणं दिक्खा, परिवालेइ जहाभिहियं तेसिं धम्मंति। हरिवम्मरायावि जहाविहिपरिपालियपयइवग्गो कालाणुरूवपयट्टियनयमग्गो रज्जभरं समुव्वहइ । तस्स य विसयसुहमणुहवंतस्स समुप्पन्नो पुत्तो, कयं च से हरिदत्तोत्ति नामं । तस्स य राइणो सयलरज्जवावारनिरूवणनिउणो, असेसनीइसत्थवियक्खणो वेसमणो नाम अमच्चो । सो य लद्धपसरत्तणेण एवं परिभावेइ- 'जइ किंपि अंतरं पावेमि ता इमं रायं वावाइऊण सयमंगीकरेमि रज्जं, किमणेण साहीणेऽवि सामंते दासत्तकरणेणं ?, तहावि केणवि उवाएणं एयस्स राइणो पढमं ताव पुत्तं विणासेमि पच्छा एस सुहविणासो चेव होहि त्ति परिभावेंतो अवरंमि वासरे कइवयपहाणपुरिसपरियरिओ गओ उज्जाणं, उवविट्ठो तरुवरच्छायाए ।
१२७७
परिणायितः च अष्टराजकन्यकाः । अन्यदा च योग्यः इति कलयित्वा हरिचन्द्रराज्ञा महाविभूत्या मन्त्रिसामन्तप्रचुरजन-समक्षं उपवेशितः निजपदे, जातः सः महानरेन्द्रः । हरिचन्द्रराजाऽपि निर्विण्णकामभोगः गतः वनवासं, गृहीता दिक्प्रोक्षकतापसानां दीक्षा, परिपालयति यथाभिहितं तेषां धर्मः । हरिवर्मराजाऽपि यथाविधिपरिपालितप्रकृतिवर्गः कालानुरूपप्रवर्तितन्यायमार्गः राज्यभारं समुद्वहति । तस्य च विषयसुखमनुभवतः समुत्पन्नः पुत्रः, कृतं च तस्य हरिदत्तः इति नाम । तस्य च राज्ञः सकलराज्यव्यापारनिरूपणनिपुणः, अशेषनीतिशास्त्रविचक्षणः वैश्रमणः नाम अमात्यः । सश्च लब्धप्रसरत्वेन एवं परिभावयति 'यदि किमपि अन्तरं प्राप्नोमि ततः इमं राजानं व्यापाद्य स्वयमङ्गीकरोमि राज्यम्, किमनेन स्वाधीनेष्वपि सामन्तेषु दासत्वकरणेन । तथाऽपि केनाऽपि उपायेन अस्य राज्ञः प्रथमं तावत्पुत्रं विनाशयामि, पश्चादेषः सुखविनाशः एव भविष्यति इति भावयन् अपरे वासरे कतिपयप्रधानपुरुषपरिवृत्तः गतः
મંત્રી, સામંત અને નગરના લોકોની સમક્ષ તેને પોતાના સ્થાન પર સ્થાપન કર્યો. તે મોટો રાજા થયો. પછી હરિચંદ્ર રાજા પણ કામભોગથી નિર્વેદ પામી વનમાં ગયો. ત્યાં દિશાપ્રોક્ષક જાતિના તાપસોની પાસે દીક્ષા ગ્રહણ કરી, અને તેમના કહેવા પ્રમાણે તેમનો ધર્મ પાળવા લાગ્યો. હરિવર્ત રાજા પણ વિધિ પ્રમાણે પ્રજાનું પાલન કરતો હતો અને કાળને અનુસરીને નીતિમાર્ગને પ્રવર્તાવતો હતો. એ રીતે રાજ્યભારને વહન કરવા લાગ્યો. અનુક્રમે વિષયસુખને અનુભવતા તેને પુત્ર ઉત્પન્ન થયો. તેનું હરિદત્ત નામ પાડ્યું. હવે તે રાજાને સમગ્ર રાજ્યના વ્યાપારને જાણવામાં નિપુણ અને સમગ્ર નીતિશાસ્ત્રમાં વિચક્ષણ વૈશ્રમણ નામનો અમાત્ય (પ્રધાન) હતો. તે એક વખત અવસર પામીને વિચારવા લાગ્યો કે-‘જો હું કાંઈ પણ છિદ્ર પામું તો આ રાજાને મારી નાંખીને હું પોતે જ રાજ્યને અંગીકાર કરું. સામંત રાજા મારે આધીન છતાં શા માટે મારે દાસપણું કરવું જોઈએ? તો પણ કોઈ પણ ઉપાયવડે આ રાજાના પુત્રનો પ્રથમ વિનાશ કરું. પછી આ રાજાનો વિનાશ સુખે કરીને થશે.' આ પ્રમાણે વિચારીને બીજે દિવસે કેટલાક મુખ્ય માણસોને સાથે લઈ ઉદ્યાનમાં ગયો. ત્યાં ઉત્તમ વૃક્ષની છાયામાં બેઠો. પછી એક ક્ષણવાર બેસીને કપટથી ૧. માર્ગમાં ચાલતાં પાણી છાંટતા જાય એવા આચારવાળા.