________________
अष्टमः प्रस्तावः
१२७५
कुंभीपाग-सामलिसाहारोहण-करवत्तफालण-वेयरणिनइप्पवाहण-मोग्गरसंचुण्णणपमुहाई तिक्खदुक्खलक्खाइं निरंतरमणुभविऊण आउयक्खंयमि तत्तो उव्वट्टिऊण मच्छ- कच्छप-पक्खिसरीसिवपमोक्खासु तिरिक्खजोणीसु उववन्नो, तासुवि बहुकालं चरिऊण पुणो पुणो नरगाईसु य उववज्जिऊण कहवि कम्मलाघवेण एगंमि पच्चंतकुले जाओ पुत्तत्तणेणं, कयं च से मंगलउत्ति नामं। तत्थ य जद्दिवसाओ आरम्भ सो पसूओ तद्दिवसाओ च्चिय तंमि कुले पाउब्भूया विविहा रोगायंका, समुपन्ना विविहाणट्ठा। तओ तेहिं जणणिजणगेहिं चिंतियं'अहो दुठ्ठलक्खणाणुगओ एस अम्ह पुत्तो ता जाव न देइ अकाले च्चिय मरणं ताव पच्छन्नो च्चिय अडवीए नेऊण छड्डिज्जइ, जीवमाणाणमन्ने पुत्ता भविस्संति, किमणेण विसहरसंवड्ढणेणं ति परिभाविऊण वरिसमेत्तवओ मुक्को एसो अडवीए । अह तेणप्पएसेण समागओ सिवो नाम सत्थनाययो, दिट्ठो य तेण एसो, गहिओ अणुकंपाए, नीओ य वुद्धिं । अन्नया य तस्स नैरयिकः उपपन्नः। तत्र च अनवरतदहन - कुम्भिपाक-शामलीशाखारोहण- करपत्रस्फालन-वैतरणीनदीप्रवाहण-मुद्गरसञ्चूर्णनप्रमुखाणि तीक्ष्णदुःखलक्षाणि निरन्तरमनुभूय आयुष्कक्षये तस्माद् उद्वर्त्य मत्स्यकच्छप-पक्षि-सरिसृपप्रमुखेषु तिर्यग्योनिषु उपपन्नः तासु अपि बहुकालं चरित्वा पुनः पुनः नरकादिषु च उपपद्य कथमपि कर्मलाघवेन एके प्रत्यन्तकुले जातः पुत्रत्वेन कृतं च तस्य मङ्गलकः इति नाम । तत्र च यद्दिवसतः आरभ्य सः प्रसूतः तद्दिवसतः एव तस्मिन् कुले प्रादुर्भूता विविधाः रोगाऽऽतङ्काः, समुत्पन्नाः विविधाऽनर्थाः । ततः तत्र जननी - जनकाभ्यां चिन्तितं 'अहो ! दुष्टलक्षणाऽनुगतः एषः अस्माकं पुत्रः, तस्माद् यावन्न दत्ते अकाले एव मरणं तावत् प्रच्छन्नः एव अटव्यां नीत्वा मुच्यते, जीवतोः अन्ये पुत्राः भविष्यन्ति, किमनेन विषधरसंवर्धनेन इति परिभाव्य वर्षमात्रवयः मुक्तः एषः अटव्याम्। अथ तेन प्रदेशेन समागतः शिवः नामकः सार्थनायकः, दृष्टश्च तेन एषः, गृहीतः अनुकम्पया, આયુષ્યવાળો નારકી થયો. ત્યાં નિરંતર બળવું, કુંભીમાં પાકવું, શામલિવૃક્ષની શાખા ઉપર ચડવું, કરવતવડે કપાવું, વૈતરણી નદીમાં તણાવું અને મુદ્ગ૨વડે ચૂર્ણ થવું-એ વિગેરે અનેક તીક્ષ્ણ દુઃખોને નિરંતર અનુભવીને, આયુષ્યનો ક્ષય થયો ત્યારે ત્યાંથી નીકળીને મત્સ્ય, કાચબો, પક્ષી, સર્પ વિગેરે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયો. તેમાં પણ ચિ૨કાળ ભમીને, વારંવાર નરકાદિકમાં ઉત્પન્ન થઇને કોઈક પ્રકારે કર્મનું હલકાપણું થવાથી એક અનાર્ય કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું મંગળક એવું નામ પાડ્યું. ત્યાં જે દિવસે તે જન્મ્યો તે જ દિવસથી આરંભીને તે કુળમાં વિવિધ પ્રકારના રોગોની પીડા ઉત્પન્ન થઈ, અને વિવિધ પ્રકારના અનર્થો ઉત્પન્ન થયા. ત્યારે તે માતા-પિતાએ વિચાર્યું કે‘અહો! આ આપણો પુત્ર દુષ્ટ લક્ષણવાળો છે તેથી જેટલામાં તે અકાળે જ આપણને મરણ ન આપે ત્યાં સુધીમાં છાની રીતે જ તેને અરણ્યમાં લઇ જઇને મૂકી દઇએ. આપણે જીવતા હશું તો બીજા પુત્રો થશે, પરંતુ આ સર્પને વૃદ્ધિ પમાડવાથી શું ફળ?' આ પ્રમાણે વિચારીને એક વર્ષની વયવાળા તે પુત્રને એક જંગલમાં મૂકી દીધો. તેવામાં તે જ પ્રદેશમાં એક શિવ નામનો સાર્થવાહ આવ્યો. તેણે તે બાળકને જોયો, દયાએ કરીને ગ્રહણ કર્યો અને વૃદ્ધિ પમાડ્યો. એકદા તેના કર્મના પ્રભાવે કરીને તે સાર્થવાહ ધન અને સ્વજન સહિત કાળક્ષેપ વિના (શીઘ્રપણે) જ ક્ષય